Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામમાં ગેરકાયદે ગેસ રીફીલિંગ નેટવર્કનો પર્દાફાશ:બે ભાઈઓ ઝડપાયા, રૂ. 18,100નો મુદ્દામાલ જપ્ત

    12 hours ago

    ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં ગેરકાયદે ગેસ રીફીલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે 'ક્રિષ્ના સ્ટીલ સેન્ટર' નામની દુકાન પાછળ દરોડો પાડી બે સગા ભાઈઓને રૂ. 18,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલા રીફીલિંગ નેટવર્ક પર કરવામાં આવી હતી. ઉમરગામ પોલીસ મથકના એ.એસ.આઈ હિતેશ પ્રેમજીભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ગાંધીવાડી દેવધામ ખાતે આવેલી ક્રિષ્ના સ્ટીલ સેન્ટર નામની દુકાનની પાછળ પતરાના શેડમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગનું કામ ચાલી રહ્યું છે. પોલીસે બે પંચોને સાથે રાખી ઓચિંતો દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસે કૃષ્ણઅવતાર લાલચંદ મોર્યા (ઉંમર 23) અને રામઅવતાર લાલચંદ મોર્યા (ઉંમર 25) ને ઝડપી પાડ્યા હતા. આ બંને શખ્સો રિલાયન્સ કંપનીના મોટા ગેસ સિલિન્ડરમાંથી પાઈપ વાટે નાના ગેસના બોટલોમાં ગેસ ભરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમની પાસે કોઈપણ પ્રકારનું માન્ય લાયસન્સ કે આધાર પુરાવા મળ્યા ન હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગેસ ભરેલા અને ખાલી નાના-મોટા 8 નંગ સિલિન્ડર, ગેસ રીફીલિંગ માટેની પાઈપ અને ઈલેક્ટ્રિક વજનકાંટો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ. 18,100 આંકવામાં આવી છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNSS)-2023 ની કલમ 288, 54 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એ-સાક્ષ્ય (e-Sakshya) એપ્લિકેશનનો ઉપયોગ કરી ઘટનાસ્થળની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાઉદીમાં ઓઇલ રિફાઇનરી પર હુમલો:UAE-કતારના તેલ-ગેસ પ્લાન્ટ પર ડ્રોન હુમલો, સાઉદીએ કહ્યું- ઈરાન ધીરજની કસોટી ન લે; અમારી પાસે જવાબ આપવાની તાકાત
    Next Article
    🟠Iran Israel War Updates LIVE | હજી યુદ્ધ લાંબુ ચાલશે! તેવા એેંધાણ | War Effect | India | NewsN18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment