Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલી મુસાફર TV શો જોઈને પ્લેન ઉડાવતા શીખ્યો:હુમલાખોર પાઇલટને બાંધીને વિમાનને ક્રેશ થતા બચાવ્યું; PM મોદીએ કેપ્ટન સ્મિતના પરિવાર સાથે વાત કરી, બહાદુરીની પ્રશંસા કરી

    16 hours ago

    ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટને એક મુસાફરે ક્રેશ થવાથી બચાવવામાં મદદ કરી. ખાસ વાત એ છે કે તેણે એક ટીવી કાર્યક્રમ દ્વારા વિમાન ઉડાવવાનું શીખ્યું હતું. યાનિવ હાયૂન નામના આ મુસાફરે જણાવ્યું કે કોકપિટમાંથી ચીસો પાડવાનો અવાજ સાંભળીને તે બીજા એક મુસાફર સાથે ત્યાં પહોંચ્યો. તેણે જોયું કે ઘાયલ પાઇલટ દરવાજા પાસે પડેલો હતો. આ જોઈને તે હુમલાખોર પાઇલટ પાસેથી વિમાનનું નિયંત્રણ છીનવી લીધું. ત્યારબાદ તેણે હુમલાખોર પાઇલટને બાંધી દીધો. આ દરમિયાન વિમાન ઝડપથી એક તરફ ઝૂકવા લાગ્યું, ત્યારે હાયૂને તેને સંભાળ્યું અને વિમાનને સુરક્ષિત રીતે જમીન પર ઉતારવામાં પાઇલટની મદદ કરી. આ ઘટના બાદ તે લોહીવાળા કપડાંમાં જ ઇઝરાઇલના વડાપ્રધાન નેતન્યાહૂને મળવા પહોંચ્યો. વડાપ્રધાને તેની બહાદુરીની પ્રશંસા કરી અને તેને હીરો ગણાવ્યો. ફ્લાઇટમાં આ ઘટના ત્યારે શરૂ થઈ, જ્યારે કોકપિટમાં હાજર ઓમાની પાઇલટે ભારતીય કો-પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો. હુમલામાં તેઓ ઘાયલ થઈ ગયા. હુમલાખોર ત્યારબાદ બંને પાઇલટોની સીટ વચ્ચે બેસીને વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરવા લાગ્યો. સ્થિતિ વણસતી જોઈને મચ્છરે કોઈક રીતે કોકપિટનો દરવાજો ખોલી દીધો. તેથી બહાર હાજર મુસાફરોને અંદર જવાની તક મળી. PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છરના પરિવાર સાથે વાત કરી, બહાદુરીની પ્રશંસા કરી PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેપ્ટન સ્મિત મચ્છરની પત્ની અને માતા-પિતા સાથે ફોન પર વાત કરી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે તેમના સાહસે અનેક લોકોના જીવ બચાવ્યા. તેમણે પરિવારને ભરોસો આપ્યો કે ભારતીય મિશન તેમની શક્ય તેટલી તમામ મદદ કરી રહ્યા છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે કેપ્ટને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં અસાધારણ બહાદુરી અને દૃઢતા દર્શાવી. બેભાન થતાં પહેલાં ભારતીય પાયલોટે કોકપિટનો દરવાજો ખોલ્યો યાનિવ હાયૂને નેતન્યાહૂને જણાવ્યું કે કેપ્ટન સ્મિત મચ્છરે બેભાન થતાં બરાબર પહેલાં કોકપિટનો દરવાજો ખોલી દીધો હતો. હાયૂનના જણાવ્યા મુજબ, જ્યારે તે કોકપિટ સુધી પહોંચ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. હાયૂને કહ્યું કે તેના કારણે બહાર હાજર મુસાફરોને કોકપિટની અંદર પહોંચવાનો રસ્તો મળી ગયો અને તેઓ હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા. બાદમાં નેતન્યાહૂએ પણ મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મચ્છરે હુમલાખોરનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો તથા ક્રૂને અંદર આવવાની તક આપી. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ પણ ખતરો ટળ્યો નહોતો હુમલાખોરને કાબૂમાં લીધા બાદ હાયૂનને લાગ્યું કે હવે સ્થિતિ સંભાળી લેવામાં આવશે. પરંતુ ત્યારે જ વિમાન ઝડપથી એક તરફ ઝૂકવા લાગ્યું. તે સમયે કોકપિટમાં વિમાનને સંભાળવા માટે તાત્કાલિક કોઈની જરૂર હતી. હાયૂન ફરીથી કોકપિટમાં પહોંચ્યો અને વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું. તેણે કંટ્રોલને પાછળની તરફ ખેંચવાનું શરૂ કર્યું, જેના કારણે વિમાનનું સંતુલન પાછું આવવા લાગ્યું. છરી મારવાની ઘટના પહેલાં મારામારી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં આ ઘટના બુધવારે સવારે લગભગ 9 વાગ્યે બની હતી. વિમાનમાં 174 મુસાફરો સવાર હતા, જેમાં 27 બાળકો સામેલ હતા. મોટાભાગના મુસાફરો ઇઝરાયલી હતા. અહેવાલો અનુસાર, હુમલા પહેલાં બંને પાઇલટો વચ્ચે મારામારી થઈ હતી. બંને પાઇલટ ઘાયલ, કેપ્ટન સ્મિતની સ્થિતિ સ્થિર એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને પાઇલટ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કેપ્ટન સ્મિતની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં વિમાન ઝડપથી હલતું જોવા મળ્યું. જ્યારે બીજા વીડિયોમાં હુમલાખોરને કાબૂમાં લીધા બાદ વિમાનમાં બેઠેલા મુસાફરો તાળીઓ પાડીને ખુશી મનાવતા જોવા મળ્યા. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે જે સહ-પાયલોટે સ્મિત પર હુમલો કર્યો હતો, તે ઓમાનનો નાગરિક હતો. ઇઝરાઇલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાયલટની હિંમતથી મોટી ઘટના ટળી ગઈ. નહિતર 2001માં બનેલી અમેરિકાની 9/11 જેવી ઘટના બની શકતી હતી. 10 પોઈન્ટ્સમાં જાણો વિમાનમાં શું-શું થયું ઘટનાની તપાસ ચાલુ, હેતુ હજુ સ્પષ્ટ નથી સાઉદી અધિકારીઓએ હુમલાના આરોપી ઓમાની સહ-પાઇલટની ધરપકડ કરી છે. ઘટનાના પાછળ તેનો હેતુ શું હતો, તે હજુ સ્પષ્ટ નથી. ફ્લાયદુબઈએ જણાવ્યું છે કે ઉડાન દરમિયાન કોકપિટમાં આ ઘટના બની હતી અને વિમાનને સુરક્ષિત રીતે તબૂકમાં ઉતારવામાં આવ્યું હતું. કંપનીએ લોકોને તપાસ પૂર્ણ થાય તે પહેલાં ઘટનાના કારણ અને હેતુ અંગે અટકળો ન લગાવવા જણાવ્યું છે. ઇઝરાયેલી અધિકારીઓએ પણ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ઘટના બાદ ઇઝરાયલે પાઇલટોની સુરક્ષા તપાસ વધુ કડક બનાવવાની વાત કરી છે. -------------------------- આ સમાચાર પણ વાંચો: કોકપિટમાં લોહીના ખાબોચિયા વચ્ચે ન ઝૂક્યો ગુજરાતી પાઇલટ:180 મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા, કો-પાઇલટે છરી હુલાવી છતાં પ્લેન ક્રેશ ન થવા દીધું; જાણો કેપ્ટન સ્મિત વિશે ભારતીય પાઇલટ સ્મિતે દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટને ક્રેશ થવાથી બચાવી લીધી. સ્મિત મચ્છર પર તેમના કો-પાઇલટે જ ચાકુથી હુમલો કર્યો હતો. ઘાયલ હોવા છતાં સ્મિત તેની સાથે લડતા રહ્યા અને અન્ય મુસાફરોની મદદથી તેને કાબૂમાં લીધો. ફ્લાયદુબઈની ફ્લાઇટમાં આ ઘટના બુધવારે સવારે લગભગ 9 વાગ્યે બની હતી. વિમાનમાં 180 લોકો સવાર હતા. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે સ્મિત પર હુમલો કરનાર સહ-પાઇલટ ઓમાનનો નાગરિક હતો. જ્યારે ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેપ્ટન સ્મિત ગુજરાતી મૂળના છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    પ્રત્યુષા બેનર્જી આત્મહત્યા કેસ:કોર્ટે 10 વર્ષ બાદ એક્સ બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહને કર્યો ડિસ્ચાર્જ, આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ટ્રાયલ સમાપ્ત
    Next Article
    ગુજરાતના જુવાનિયાઓની દારૂપાર્ટી, VIDEO:રીલ બનાવવા જતાં ઈન્ફ્લૂએન્સરને ધોઇ નાખ્યો, MLA કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસને ચીંટિયો ભર્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment