Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સો.મીડિયા પર ફેમસ થવા નકલી TTE બન્યો ને જબરો ફસાયો:સુરત રેલવે સ્ટે.પર ટ્રેનમાં ઘૂસી મુસાફરો પાસે ટિકિટ માંગી, એક મુસાફર પગે પડ્યો; પોલીસે કસ્ટડીમાં ધકેલ્યો

    1 day ago

    સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને વ્યૂઝ મેળવવા માટે આજકાલ યુવાનો કોઈપણ હદે જવા તૈયાર થઈ જતા હોય છે, ત્યારે સુરતમાં ફેમસ થવા માટે વીડિયો બનાવવો યુવકને ભારે પડ્યો હતો. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 02 પર રેલવેના TTE (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) જેવા કપડાં પહેરી એક યુવક મુસાફરોની ટિકિટ તપાસતો હતો. તેમજ મુસાફરો સામે રોફ જમાવતો હતો. જે વીડિયો સામે આવતા સુરત રેલવે પોલીસ (GRP) અને RPF દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી યુવકને દબોચી લીધો હતો. X (ટ્વિટર) પર ફરિયાદ મળતાં પોલીસ એક્શનમાં આવી ગત 22 ઓક્ટોબરના રોજ X (ટ્વિટર) પર સુરત રેલવે સ્ટેશન વિસ્તારનો એક શંકાસ્પદ વીડિયો વાયરલ થયો હોવાની ફરિયાદ મળી હતી. આ વીડિયોમાં એક યુવક સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર TTE જેવા કપડા પહેરી મુસાફરો પાસે ટિકિટ માંગતો જોવા મળ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે chillboy_92 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને યુટ્યુબ આઈડી પરથી વીડિયો અપલોડ કરાયો હતો. લિંબાયતના મહાપ્રભુ નગરમાંથી આરોપી દબોચાયો આ મામલે સુરત રેલવે પોલીસની ટીમે ટેકનિકલ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમે સુરતના લિંબાયત-ઉધના વિસ્તારમાંથી વીડિયો બનાવનાર શખ્સને દબોચી લીધો હતો. આરોપી સમીઉલ્લાહ શેખ કે જે સુરતના મહાપ્રભુ નગરનો રહેવાસી છે. વીડિયોમાં શું દેખાઈ છે? વીડિયોમાં યુવક TTE (ટિકિટ ચેકર) જેવો દેખાવ કરીને સુરત રેલવે સ્ટેશન અને ચાલતી ટ્રેનમાં મુસાફરોની ટિકિટ ચેક કરી રહ્યો હતો. યુવક સફેદ શર્ટ, કાળું પેન્ટ, ગળામાં ઓળખપત્ર અને હાથમાં ડાયરી રાખીને રેલવે પ્લેટફોર્મ પર ફરી રહ્યો હતો. તે બેન્ચ પર બેઠેલા મુસાફર પાસે જઈને ટિકિટ માંગે છે અને ટિકિટ ન હોવાથી દંડ ભરવા માટે કહે છે. મુસાફર તેની માફી માંગે છે તેમજ પગે પડી વિનંતી પણ કરતા જોવા મળે છે. ત્યારબાદ તે પ્લેટફોર્મ પર અન્ય મુસાફરો પાસે પણ ટિકિટ ચેક કરવાનો ઢોંગ કરે છે. યુવક ટ્રેનના જનરલ ક્લાસ ડબ્બામાં પણ ચડી જાય છે. તે ચાલતી ટ્રેનમાં ઊભેલા અને બેઠેલા મુસાફરો પાસેથી ટિકિટ ચેક કરે છે. એક ડબ્બામાં જ્યારે કેટલાક મુસાફરો તેને વીડિયો શૂટિંગ વિશે પૂછે છે અને શંકા કરે છે, ત્યારે તે વાત ટાળીને બીજા ડબ્બામાં ચાલ્યો જાય છે. તે અન્ય મુસાફરો પાસે પાસ કે ટિકિટ માંગે છે અને સમજાવીને આગળ વધતો રહે છે. ત્રણ તસવીરો જુઓ મનોરંજન માટે વીડિયો બનાવ્યો હોવાની કબૂલાત પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે 18 ઓક્ટોબરના રોજ સુરત રેલવે સ્ટેશન પરિસરમાં અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો અને પ્લેટફોર્મ નં. 02 પર આ વીડિયો શૂટ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, આ વીડિયો માત્ર મનોરંજન અને કન્ટેન્ટ બનાવવાના હેતુથી બનાવ્યો હતો અને મુસાફરો પાસેથી કોઈ નાણાં પડાવ્યા નહોતા. માત્ર સોશિયલ મીડિયા પર મનોરંજન પૂરું પાડી વ્યૂઝ મેળવવા માટે આ હરકત કરી હતી. અધિકારી જેવો વેશ ધારણ કરી મુસાફરો સાથે છેડછાડ કરવી ગંભીર ગુનો સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ એવા રેલવે સ્ટેશન પરિસરમાં સત્તાવાર અધિકારી જેવો વેશ ધારણ કરી મુસાફરો સાથે છેડછાડ કરવી ગંભીર ગુનો બને છે. જેથી રેલવે કર્મચારી તરીકે મુસાફરોને ગેરમાર્ગે દોરવા અને સ્ટેશન પરિસરમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ RPF પોલીસ સ્ટેશન સુરત ખાતે આરોપી વિરુદ્ધ રેલવે અધિનિયમની કલમ 145(2)(a) અને 147 RA હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    યુસુફ પઠાણને પ્લોટ ફ્રીમાં આપવાની દરખાસ્ત સ્ટે.કમિટીમાં મંજૂર:કોંગ્રેસે કહ્યું-કોઈ હિન્દુ ક્રિકેટર દેખાયા નહીં?, સરકારી જમાઈને વડોદરા મનપાએ 15 કરોડનો પ્લોટ ફ્રીમાં આપ્યો
    Next Article
    ગુજરાતમાં 17 IAS અધિકારીઓની બદલી:કચ્છના DDO ઉત્સવ ગૌતમ આણંદના કલેક્ટર બન્યા, અતિરાગ ચાપલોત કચ્છના નવા DDO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment