Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઉધના કાશીનગરમાં આઠમાં નોરતે ગરબે રમ્યા, શ્રી માધવ ગૌશાળા અને Triple K ગ્રુપના આયોજનમાં ખેલૈયાઓ વિવિધ વેશભૂષામાં ઝૂમ્યા

    23 hours ago

    ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીમાં શ્રી માધવ ગૌશાળા અને Triple K ગ્રુપ દ્વારા છેલ્લા 34 વર્ષથી નવરાત્રી પર્વ નિમિત્તે માઁ અંબાજીના ગરબાનું આયોજન થાય છે. આઠમાં નોરતે માતાજીનો સુંદર શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આયોજક કૃણાલ સુર્યવંશીના જણાવ્યા મુજબ, ગરબામાં ખેલૈયાઓ અલગ અલગ વેશભૂષામાં આવ્યા હતા. બે નાની બાળકીઓએ રાધા-કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો, જ્યારે એક યુવાન ભૂત બનીને આવ્યો હતો. દેવી શક્તિના આ પર્વમાં અનેક ભક્તો માતાજીની પ્રતિમાના દર્શન કરવા ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોની શ્રદ્ધા કાશીનગરમાં સ્થાપિત માઁ દેવીની પ્રતિમા સાથે જોડાયેલી છે. શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો અને Triple K ગ્રુપના યુવાનો દ્વારા ગરબાની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સહજ સેપિયન્સ સોસાયટીમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી, આરતી, રંગોળી, ગરબા અને દાંડિયા રાસની રમઝટ બોલાવી, કાજુ-અંજીર રોલનો પ્રસાદ લીધો.
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વલસાડની સરદાર હાઈટ્સમાં આસો સુદ આઠમની ઉજવણી, રહીશો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ માતાજીની ભક્તિમાં લીન થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment