Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં TOEFL પરીક્ષા પાસ કરાવવાના રેકેટનો પર્દાફાશ:આર્ટ્સ કોલેજમાં બે રૂમની દીવાલમાં કાણું પાડી ડમી ઉમેદવાર દ્વારા સ્ક્રીન શેરિંગ કરાતું, આણંદ સાયબર ક્રાઈમે 5 સામે ગુનો નોંધ્યો

    9 hours ago

    આણંદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની TOEFL (ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ અ ફોરેન લેંગ્વેજ) ઓનલાઈન પરીક્ષામાં ચાલતા એક હાઈટેક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આણંદ આર્ટ્સ કોલેજની બિલ્ડિંગમાં ડમી ઉમેદવાર બેસાડી, ટેકનિકલ ગેજેટ્સના સહારે છેતરપિંડી આચરતા આ રેકેટમાં પોલીસે 5 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પરીક્ષા રૂમમાંથી ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી રહેલા તરુણકાંત રાકેશકાંત શર્મા (રહે. સાઉથ મણિનગર, અમદાવાદ, મૂળ રહે. ગાઝિયાબાદ)ને કસ્ટડીમાં લીધો હતો. બાતમીના આધારે સાયબર ક્રાઈમનો દરોડો સાયબર ક્રાઈમ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આણંદ ગ્રિડ ચોકડી નજીક આવેલી આણંદ આર્ટ્સ કોલેજના બીજા માળે બે અલગ-અલગ રૂમોમાં ગેરરીતિપૂર્વક TOEFL પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાર્થીઓને વિદેશ જવા માટે આ પરીક્ષા પાસ કરાવવા ગેરકાયદેસર ટેક્નિકલ સેટઅપ ગોઠવવામાં આવ્યું હતું. બાતમીના આધારે સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ એક્સપર્ટ્સને સાથે રાખી દરોડો પાડ્યો હતો. દીવાલમાં ગુપ્ત હોલ પાડી સ્ક્રીન શેર કરાતી પોલીસ તપાસમાં ખુલાસો થયો હતું કે, મુખ્ય ટેસ્ટ લેબ અને બાજુમાં આવેલા સ્પોર્ટ્સ રૂમ વચ્ચેની કોમન દીવાલમાં ગુપ્ત રીતે એક છિદ્ર (હોલ) કરવામાં આવ્યું હતું. આ હોલમાંથી HDMI સ્પ્લિટર એડેપ્ટર અને કેબલ પસાર કરીને ટેસ્ટ લેબના કોમ્પ્યુટરની સ્ક્રીન બાજુના સ્પોર્ટ્સ રૂમમાં શેર કરવામાં આવતી હતી. આ સેટઅપ દ્વારા ટેસ્ટ લેબમાં અસલી પરીક્ષાર્થીની જગ્યાએ સ્પોર્ટ્સ રૂમમાં બેસેલો ડમી ઉમેદવાર ઓનલાઈન પરીક્ષા આપતો હતો. 3.78 લાખનો મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન પોલીસે બંને રૂમમાંથી મોટી સંખ્યામાં કોમ્પ્યુટર સાધનો જપ્ત કર્યા હતા, જેમાં મોનિટર અને CPU, કીબોર્ડ, માઉસ અને વેબકેમ, હેડફોન અને નેટવર્કિંગ સાધનો, રાઉટર, સ્વિચ અને DVR પોલીસે કુલ રૂ. 3.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુનિયોજિત ષડયંત્રનો ખુલાસો પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર પ્રવૃત્તિ એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે ચાલતી હતી. મુખ્ય આરોપી તરુણ શર્મા, અર્થ સુનિલ બુંદેલા (રહે. મણિનગર)ના કહેવાથી આણંદ આવ્યો હતો. આ કૌભાંડ માટે આણંદ આર્ટ્સ કોલેજના બીજા માળે હર્ષદ ભોગીલાલ રાવળ (રહે. અમદાવાદ) નામના વ્યક્તિએ રૂમ ભાડે રાખ્યો હતો. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલીને આ રીતે પાસ કરાવવાનું કૌભાંડ ચાલતું હતું. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધી રેકેટમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ અને આગળની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T-20 વર્લ્ડકપ: ભારતે સાઉથ આફ્રિકાને 159 રનનો ટાર્ગેટ આપ્યો:200મી T20માં હરમનપ્રીતે 24 રન કર્યા; શેફાલીએ 31 રન સાથે સૌથી વધુ સ્કોર કર્યો
    Next Article
    "Failed Badly": Trump Says UK Prime Minister Keir Starmer Will Resign

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment