Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં સ્ટ્રોંગ રૂમ પાસે ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ:TMCનો આરોપ- EVM સાથે ચેડાં; ચૂંટણી પંચે કહ્યું- 3 લેયર સુરક્ષામાં આ અશક્ય

    20 hours ago

    પશ્ચિમ બંગાળના કોલકાતામાં TMCએ ગુરુવારે રાત્રે જાણ કર્યા વિના EVM સ્ટ્રોંગ રૂમ ખોલવા અને શંકાસ્પદ લોકોની હાજરીના આરોપો લગાવ્યા. ઘણા TMC નેતાઓ તેમના સમર્થકો સાથે ખુદીરામ અનુશીલન કેન્દ્રની બહાર ધરણા પર બેસી ગયા. આ કેન્દ્રના સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામાં આવ્યા છે. હોબાળા વચ્ચે CM મમતા પણ કોલકાતાની સખાવત મેમોરિયલ સ્કૂલ સ્થિત EVM સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા અને લગભગ 4 કલાક અંદર રહ્યા. મોડી રાત્રે લગભગ 12:07 વાગ્યે બહાર નીકળીને તેમણે મીડિયાને કહ્યું, ‘જો EVM લૂંટવાનો અને મતગણતરીમાં ગેરરીતિ કરવાનો પ્રયાસ થશે તો અમે જીવની બાજી લગાવી દઈશું.’ આખો વિવાદ એક વીડિયો પછી શરૂ થયો હતો, જેને TMCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. TMCનો દાવો છે કે વીડિયોમાં ચૂંટણી પંચના અધિકારીઓ ભાજપના લોકો સાથે બેલેટ બોક્સ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પંચે આરોપોનો ઇનકાર કર્યો અને કહ્યું કે પોસ્ટલ બેલેટ છૂટા પાડી રહ્યા હતા. તમામ EVM સુરક્ષિત છે. 5 ફોટો-વીડિયોમાં જુઓ ગુરુવાર રાતનો સંપૂર્ણ ઘટનાક્રમ રાત્રે 8 વાગ્યે: ધરણાં શરૂ રાત્રે 8:20 વાગ્યે: ચૂંટણી પંચે સમજાવ્યું રાત્રે 9 વાગ્યે: સુરક્ષા વધારી દેવામાં આવી રાત્રે 9:30 વાગ્યે: કાર્યકરો પર લાઠીચાર્જ રાત્રે લગભગ 12.30 વાગ્યે: મમતા સ્ટ્રોંગ રૂમમાંથી બહાર નીકળ્યા જુઓ તે VIDEO જેના પછી હોબાળો થયો… TMC એ X પર વીડિયો શેર કરતા લખ્યું- આ ધોળા દિવસે લોકશાહીની હત્યા છે. CCTV ફૂટેજ પરથી આ સામે આવ્યું છે કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને અધિકૃત પક્ષના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં બેલેટ બોક્સ ખોલી રહી છે. આ ખુલ્લો ચૂંટણી કૌભાંડ છે, જે ચૂંટણી પંચની જાણકારી અને સંરક્ષણમાં કરવામાં આવી રહ્યું છે. TMC એ આ ફૂટેજ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ પાસે ખુદીરામ અનુશીલન કેન્દ્રમાં બનેલા EVM સ્ટ્રોંગ રૂમનો હોવાનો દાવો કર્યો. પાર્ટીએ કહ્યું કે ભાજપ ચૂંટણી જીતવા માટે EVM સાથે ચેડાં કરી રહી છે. પરંતુ આ બંગાળ છે. મહારાષ્ટ્ર, દિલ્હી કે બિહાર નથી. બંગાળ ચૂંટણી સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Big Tech Q1 2026 earnings: Key takeaways on AI spending, cloud growth, and more
    Next Article
    બરગી ડેમમાં ડૂબેલા ક્રુઝની અંદરનો નજારો:ન લાઇફ જેકેટ, ન કોઈ ડર; મોજ-મસ્તીમાં મસ્ત લોકો ને મોત બનીને ત્રાટકેલી લહેરો, ક્રુઝ ડૂબ્યું તે પહેલાંના 2 VIDEO

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment