Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TMCનો આરોપ- ચૂંટણી પંચે 5 મિનિટમાં ભગાડ્યા:SIR પર વાંધો ઉઠાવવા ગયા હતા; ECએ કહ્યું- આ વખતે બંગાળમાં ચૂંટણી ભયમુક્ત થશે

    14 hours ago

    પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ચૂંટણી પંચ આમને-સામને આવી ગયા છે. સાંસદ ડેરેક ઓ’બ્રાયનના નેતૃત્વમાં TMCનું પ્રતિનિધિમંડળ બુધવારે સવારે દિલ્હીમાં ચૂંટણી પંચને મળવા પહોંચ્યું. ડેરેકે કહ્યું કે અમે SIRના મુદ્દે સમય માંગ્યો હતો, પરંતુ મીટિંગ દરમિયાન અમારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)એ અમને માત્ર 5 મિનિટમાં ભગાડી દીધા. ડેરેક ઓ’બ્રાયને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બેઠક સવારે 10:02 વાગ્યે શરૂ થઈ અને 10:07 વાગ્યે પૂરી થઈ ગઈ. ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે ડેરેક ઓ'બ્રાયને CECને બોલતા રોક્યા અને ધમકી આપી. તેઓ કોઈ વાત સાંભળી જ રહ્યા ન હતા. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન 'INDIA' બ્લોકે આજે સાંજે 4.45 વાગ્યે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું- બંગાળમાં આ વખતે ચૂંટણી ભયમુક્ત થશે TMC સાથેની બેઠક સમાપ્ત થયા પછી, ચૂંટણી પંચે સવારે 10:20 વાગ્યે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી. તેણે લખ્યું - ચૂંટણી પંચે ટીએમસીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. બંગાળમાં આ વખતે ચૂંટણી ભયમુક્ત અને હિંસામુક્ત હશે. TMC એ કહ્યું - ચૂંટણી પંચ બેઠકનો વીડિયો જાહેર કરે ચૂંટણી પંચના અધિકારીઓ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ડેરેક ઓ'બ્રાયનને બેઠકમાં શાલિનતા જાળવી રાખવા કહ્યું હતું. પરંતુ ડેરેક પરિસરમાં બૂમો પાડવા લાગ્યા અને અયોગ્ય વર્તન કરવા લાગ્યા. પ્રતિનિધિમંડળમાં ડેરેક ઓ'બ્રાયન ઉપરાંત સાકેત ગોખલે, મેનકા ગુરુસ્વામી અને સાગરિકા ઘોષ સામેલ હતા. બંગાળમાં 91 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા પછી લગભગ 91 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ઓક્ટોબર 2025માં કુલ મતદારો 7.66 કરોડ હતા. તેમાંથી અત્યાર સુધીમાં 90.83 લાખ નામ હટાવવામાં આવ્યા. લગભગ 11.85% મતદારો ઓછા થયા. એટલે કે હવે રાજ્યમાં 6.76 કરોડ મતદારો છે. ચૂંટણી પંચે હજુ અંતિમ આંકડા જાહેર કર્યા નથી. આ ઉપરાંત, તપાસ હેઠળ આવેલા 60.06 લાખ મતદારોમાંથી 27.16 લાખના નામ હટાવવામાં આવ્યા. બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં પણ મોટા પાયે નામ હટાવવામાં આવ્યા. નોર્થ 24 પરગણામાં 5.91 લાખમાંથી 3.25 લાખ નામ હટાવવામાં આવ્યા. જ્યારે, 8.28 લાખમાંથી 2.39 લાખ નામ હટાવવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    'વીર' ફેમ એક્ટ્રેસ ઝરીન ખાનના માતાનું અવસાન:લાંબા સમયથી બીમાર હતાં; થોડા કલાકો પહેલાં જ એક્ટ્રેસની પાળતું બિલાડીનું પણ મૃત્યુ થયું
    Next Article
    જિલ્લા પંચાયત લડવા IPSએ સ્વૈચ્છિક નિવૃતિ લીધી!:મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારો જાહેર કરશે; કોંગ્રેસનું પણ બીજુ લિસ્ટ આવશે, ચૂંટણી ટાણે જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment