Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં નકલી IPS અધિકારી ઝડપાયો:કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસકર્મી સાથે ઝપાઝપી, યુનિફૉર્મ ખેંચી ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી આપી હતી

    11 hours ago

    અમદાવાદ રેલવે પોલીસ અને LCB પશ્ચિમની ટીમે નકલી IPS અધિકારી જોન ડેનિયલને ઝડપી પાડ્યો છે. આરોપી કાલુપુર રેલવે સ્ટેશન પર IPS અધિકારી સાથેના ફોટોગ્રાફ્સ અને પરિચય હોવાની સાથે પોતે IPS અધિકારી હોવાનો રોફ જમાવી ફરજ પરના પોલીસકર્મીઓ સાથે ઉદ્ધતાઈ અને હાથાપાઈ કરી હતી. આરોપીએ પોતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે જોડાયેલો હોવાનું કહીં રેલવે પોલીસ પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પરના પોલીસકર્મીઓને ગાળો આપી તેમની સાથે ઝપાઝપી કરી હતી તેમજ પોલીસ યુનિફૉર્મ ખેંચી 'અહીંથી દૂર ટ્રાન્સફર કરાવી દઈશ' તેવી ધમકી પણ આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આ બનાવ અંગે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ એલસીબી પશ્ચિમ અને અમદાવાદ રેલવે પોલીસની સંયુક્ત ટીમ શોધખોળ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. 23 જૂનના રોજ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીની કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જોન ડેનિયલ જેલ હવાલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) કાર્યક્રમ સાથે સંકળાયેલો હોવાથી અને કેટલાક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવ્યાના કારણે તેનો ખોટો રોફ જમાવવાની ટેવ ધરાવતો હતો. હાલ આરોપી જોન ડેનિયલની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AMCમાં નવી કમિટીઓ જાહેર, સ્થાન ન મળતા કોંગ્રેસમાં રોષ, AMTSએ ઉડાવતા યુવકનું મોત
    Next Article
    લીમખેડામાં સાંસદ જશવંતસિંહ ભાભોરે નવા વર્ગખંડોનું લોકાર્પણ કર્યું:સરકારી અંગ્રેજી શાળામાં 52 લાખના ખર્ચે 3 આધુનિક રૂમ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment