Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતામાં TMC ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું:બંગાળમાં ચૂંટણી બાદ હિંસા, સુરક્ષા દળો પર ફાયરિંગ, 5 ઘાયલ, 24 કલાકમાં 4 હત્યા; જેમાં ભાજપ-TMCના 2- 2 કાર્યકરો

    15 hours ago

    પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. નોર્થ 24 પરગના જિલ્લાના સંદેશખાલીના બામનઘેરી વિસ્તારમાં બુધવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ અને કેન્દ્રીય દળો પર હુમલો થયો. ઉપદ્રવીઓએ ફાયરિંગ કર્યું, જેમાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. બધાને મીનાખા ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં કોલકાતાની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં નજાટ પોલીસ સ્ટેશનના ઓફિસર ઇન-ચાર્જ, એક કોન્સ્ટેબલ, એક મહિલા પોલીસકર્મી અને કેન્દ્રીય દળોના બે જવાનોનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ-અલગ જગ્યાએ 4 લોકોની હત્યા કરી દેવામાં આવી. આમાં ભાજપ અને TMCના 2-2 કાર્યકર્તાઓ છે. ભાજપે ઉત્તર 24 પરગનાના ન્યૂ ટાઉન અને હાવડાના ઉદય નારાયણપુરમાં તેના બે કાર્યકર્તાઓની હત્યાનો આરોપ TMC પર લગાવ્યો છે. TMCએ પણ આરોપ લગાવ્યો છે કે કોલકાતાના બેલેઘાટા અને બીરભૂમના નાનૂરમાં તેના બે પાર્ટી સભ્યોની હત્યા કરી દેવામાં આવી. તપાસ દરમિયાન, સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળેથી બોમ્બ ભરેલી એક બેગ પણ જપ્ત કરી હતી. કોલકાતામાં બુલડોઝરથી TMC ઓફિસ તોડી પાડી કોલકાતાના ન્યુ માર્કેટમાં ટોળાએ હોબાળો કર્યો અને બુલડોઝરથી ટીએમસી પાર્ટી ઓફિસ તોડી પાડી. ઉપદ્રવીઓએ નજીકની દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું. ઘટનાનો વીડિયો શેર કરતા, ટીએમસીએ X પર લખ્યું- ભાજપનું 'પરિવર્તન' આવી ગયું છે, અને તે બુલડોઝર લઈને આવ્યું છે. હિંસા પછીની તસવીરો... તમિલનાડુમાં કોંગ્રેસે TVK ચીફ વિજયને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર, મંગળવારે મોડી રાત્રે તમિલનાડુ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની ઇમરજન્સી બેઠક યોજાઈ હતી, જેમાં સર્વસંમતિથી વિજયને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હતો. બુધવારે, TVK તેના બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મહાબલીપુરમના ચેંગલપટ્ટુમાં એક હોટલમાં શિફ્ટ કર્યા હતા. બેઠક ઓનલાઈન યોજાઈ હતી, જેમાં દિલ્હીથી ઘણા વરિષ્ઠ નેતાઓ પણ સામેલ થયા હતા. કોંગ્રેસે કહ્યું છે કે તમિલનાડુનો જનાદેશ એક બિનસાંપ્રદાયિક સરકારની તરફેણમાં છે અને પાર્ટી કોઈપણ ભોગે BJP કે તેના સહયોગી પક્ષોને સત્તામાં આવવા દેવા માંગતી નથી. આ પહેલા વિજયે સરકાર બનાવવા માટે કોંગ્રેસ પાસેથી સમર્થન માંગ્યું હતું. 234 સભ્યોની વિધાનસભામાં TVK એ 108 બેઠકો જીતી છે અને બહુમતી માટે તેને વધુ 11 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે 5 બેઠકો છે, જ્યારે PMK ના 4 ધારાસભ્યો છે. CPI અને CPI(M) ને 2-2 બેઠકો મળી છે. DMK એ 59 અને AIADMK એ 47 બેઠકો જીતી છે. આ તરફ, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું- હું CM પદ પરથી રાજીનામું નહીં આપું. અમે જનાદેશથી નહીં, ષડયંત્રથી હાર્યા છીએ. તેથી રાજીનામું આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આસામ-પુડુચેરીમાં NDA, કેરળમાં કોંગ્રેસ; તમિલનાડુમાં TVK જીતી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવ્યા હતા. આસામ અને પુડુચેરીમાં NDA એ સરકારમાં વાપસી કરી છે. બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સરકારો બદલાઈ ગઈ. તમિલનાડુમાં વિજયની 2 વર્ષ જૂની પાર્ટી TVKએ સૌથી વધુ બેઠકો લાવીને ચોંકાવી દીધા. 59 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં એવી સરકાર બનવા જઈ રહી છે, જેમાં DMK કે AIADMK નહીં હોય. બે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન પોતાની બેઠક પરથી ચૂંટણી હારી ગયા. 5 રાજ્યોમાં ચૂંટણી પછી રાજકીય હલચલ સંબંધિત અપડેટ્સ નીચે વાંચો…
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Government Formation Live Updates: Tamil Nadu Congress chief meets Vijay at TVK Headquarters in Chennai
    Next Article
    6 મહિનાનો પ્રેમ, શંકા ને કોમ્પ્યુટર વાયરથી હત્યા:વડોદરામાં મહેંદી મુકવા ગયેલી યુવતીના મોતનો ભેદ ઉકેલાયો; પ્રેમીએ જ ફરવા બોલાવી ચાદરમાં લપેટી ફેંકી દીધી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment