Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલામાં 5ની ધરપકડ:મમતાએ કહ્યું- હેલ્મેટ ન પહેર્યું હોત તો જીવ ગુમવતા; ભાજપના નેતાઓ-અધિકારીઓએ ડિસ્ચાર્જ કરવાનું દબાણ કર્યું

    11 hours ago

    પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પર થયેલા હુમલામાં પોલીસે રવિવારે 5 આરોપીઓની ધરપકડ કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારમાંથી એકત્ર કરાયેલા વીડિયો ફૂટેજના આધારે રાતભર દરોડા પાડીને આરોપીઓને પકડવામાં આવ્યા. બીજી તરફ, મમતા બેનર્જીએ ભત્રીજા અભિષેક બેનર્જી પર થયેલા હુમલાને ષડયંત્ર ગણાવ્યું. મમતાએ કહ્યું- જો અભિષેકે હેલ્મેટ ન પહેર્યું હોત તો ઘટનાસ્થળે જ તેમનો જીવ જઈ શકતો હતો. હુમલાના કારણે શરીરમાં લોહીની ગાંઠો જામી ગઈ હતી. હુમલા બાદ અભિષેકને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે હોસ્પિટલ પ્રશાસન પર સારવાર ન કરવા દબાણ કરવામાં આવ્યું. સાથે જ તેમને જલ્દી ડિસ્ચાર્જ કરવાનું કહેવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના દક્ષિણ સોનારપુરમાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સાથે શનિવારે મારપીટ કરવામાં આવી. તેઓ અહીં ચૂંટણી પછી થયેલી હિંસાના પીડિત ટીએમસી કાર્યકર્તાઓને મળવા પહોંચ્યા હતા. આરોપ છે કે ભાજપના કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા અને સૂત્રોચ્ચાર કરતા તેમની સાથે મારપીટ કરી. લોકોએ તેમના પર પથ્થર, જૂતા અને ઇંડા ફેંક્યા, તેમનો શર્ટ ફાડી નાખ્યો. અભિષેકને હેલ્મેટ પહેરાવીને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. મમતાએ કહ્યું- સાઉથ કોલકાતાના ડીસીપીએ હોસ્પિટલ પર દબાણ કર્યું હુમલા બાદ અભિષેકને પહેલા એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડોકટરોએ ઘરે આરામ કરવાની સલાહ આપી હતી. બાદમાં તેમને બેલે વ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં અભિષેકને મળ્યા બાદ મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરી. મમતાના 2 આરોપ; કહ્યું- હવે ઘરે સારવાર 3 તસવીરોમાં આખો ઘટનાક્રમ… ભીડે અભિષેકને ઘેર્યો, ઇંડા-પથ્થરો ફેંક્યા અભિષેકને સુરક્ષાકર્મીઓએ હેલ્મેટ પહેરાવીને સુરક્ષિત બહાર કાઢ્યા ઝપાઝપી દરમિયાન અભિષેકનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો અભિષેક સોનારપુરમાં જ્યાં ગયા હતા, ત્યાં ચૂંટણી પછી હિંસા થઈ હતી દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલું સોનારપુર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. અહીં ટીએમસી અને ભાજપ વચ્ચે ચૂંટણીઓ દરમિયાન અને પછી રાજકીય હિંસા થતી રહી છે. વિધાનસભા ચૂંટણી 2026 પછી મે મહિનામાં થયેલી હિંસામાં સોનારપુરમાં એક ટીએમસી કાર્યકરનું મૃત્યુ થયું હતું. જ્યારે સોનારપુરના કામરાબાદ નસ્કરપાડા વિસ્તારમાં ભાજપ કાર્યકર સૌમેન દાસના ઘરમાં આગ લગાડી દેવામાં આવી હતી. સોનારપુર દક્ષિણમાંથી ભાજપના રૂપા ગાંગુલી ધારાસભ્ય છે. તેમણે 2026ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી ઉમેદવાર અરુંધતી મૈત્રા (લવલી મૈત્રા) ને હરાવ્યા હતા. 4 મે: બંગાળમાં પ્રથમ વખત ભાજપને બહુમતી મળી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના 4 મેના રોજ આવેલા પરિણામોમાં ભાજપે 294માંથી 208 બેઠકો જીતીને પહેલીવાર સરકાર બનાવી હતી. TMC માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. અભિષેક બેનર્જીના સંસદીય ક્ષેત્રની વિધાનસભા બેઠક ફાલતામાં ભાજપે સૌથી મોટા અંતરથી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં BJPના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મન કી બાતનો 134મો એપિસોડ:PMએ કહ્યું- ગરમી સામે લડવાનો ઉપાય કિચનમાં છે, છાશ, લસ્સી જેવા દેશી પીણાં પીતા રહો; ગુજરાતની કેસર કેરી તો વૈશ્વિક બજાર સુધી પહોંચી
    Next Article
    મોરબીમાં સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ડાયાલિસિસ સેન્ટર શરૂ:મયુર હોસ્પિટલ ખાતે 6 અદ્યતન મશીનોથી સારવાર અપાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment