Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ THO કચેરી ખાતેથી 'સન્ડે ઓન સાયકલ' અભિયાનનો પ્રારંભ:આરોગ્ય કર્મીઓએ સાયકલિંગ કરી ફિટનેસ અને પર્યાવરણનો સંદેશ આપ્યો

    4 days ago

    બોટાદ THO (તાલુકા આરોગ્ય અધિકારી) કચેરીના પ્રાંગણમાં રવિવારે સવારે 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોટાદના તમામ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની સાયકલ સાથે એકઠા થયા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફિટનેસ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો. આ અભિયાન અંતર્ગત, અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સાયકલિંગમાં ભાગ લીધો. આ કાર્યક્રમનો હેતુ માત્ર સાયકલિંગ રેલી પૂરતો સીમિત નહોતો, પરંતુ આરોગ્ય જાળવણી અને પ્રદૂષણ મુક્ત પરિવહનનો મજબૂત સંદેશ આપવાનો હતો. "સ્વસ્થ શરીર, સ્વસ્થ બોટાદ" ના સૂત્ર સાથે, સાયકલ લઈને નીકળેલા આ કાફલાએ શહેરના માર્ગો પરથી પસાર થઈ લોકોને નિયમિત કસરત કરવા અને પ્રદૂષણ મુક્ત પરિવહનને અપનાવવા પ્રોત્સાહિત કર્યા. આ પહેલ દ્વારા આરોગ્ય વિભાગે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ:બે ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી-પાણી; ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
    Next Article
    સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ:95 તાલુકામાં સૌથી વધુ તાપીના વાલોડમાં અઢી ઈંચ વરસાદ, 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment