Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ:95 તાલુકામાં સૌથી વધુ તાપીના વાલોડમાં અઢી ઈંચ વરસાદ, 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

    4 days ago

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 14 તાલુકામાં એકથી અઢી ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. સૌથી વધુ તાપીના વાલોડ તાલુકામાં અઢી ઈંચ અને વલસાડના ઉમરગામ તાલુકામાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત શહેર, ઉમરપાડા, ધરમપુર, અંકલેશ્વર, ખેરગામ, ચીખલી સહિતના તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો આજે 19 જુલાઈએ સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 6 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં આજે 19 જુલાઈએ વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારે 5 વાગ્યાથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. માત્ર થોડા જ સમયમાં ધોધમાર બે ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. વહેલી સવારના આ વરસાદના કારણે નોકરી-ધંધે જતા રત્નકલાકારો, શ્રમિકો અને મોર્નિંગ વોક પર નીકળેલા નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઉધના રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ઓફિસે કે કામધંધે જવા નીકળેલા લોકોને એક છેડેથી બીજા છેડે જવા માટે જીવના જોખમે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. ઉધના-નવસારી રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાયા શહેરના વ્યસ્ત ગણાતા ઉધના-નવસારી રોડ પર પણ વહેલી સવારના વરસાદે પાલિકાના દાવાઓની હવા કાઢી નાખી હતી. આ મુખ્ય માર્ગ પર સામાન્ય વરસાદમાં પણ એક સાઈડ આખો રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આજે સવારે પડેલા વરસાદમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે વાહનો બંધ પડી જવાના અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ધીમે-ધીમે પાણી ઓસરવા લાગતાં તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉધના રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વહેલી સવારે વરસેલા વરસાદના પગલે ઉધના રેલવે સ્ટેશન નજીક ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઓફિસે કે કામધંધે જવા નીકળેલા લોકોને એક છેડેથી બીજા છેડે જવા માટે જીવના જોખમે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. દર ચોમાસામાં અમારે આ જ હાલાકી ભોગવવી પડે છે. પાલિકા તંત્ર માત્ર કાગળ પર જ પ્રી-મોન્સૂન કામગીરી કરે છે, વાસ્તવિકતામાં જનતા હેરાન થાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે. મોડી રાત્રે અમદાવાદ, જૂનાગઢમાં વરસાદ મોડી રાત્રે અમદાવાદ, જૂનાગઢ અને સાબરકાંઠામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અમદાવાદ શહેરના સિંધુભવન રોડ, થલતેજ અને ઇનકમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો આ તરફ જૂનાગઢ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સાંબરકાંઠાના વડાલીમાં પણ સામાન્ય વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 6 દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના શહેરમાં 18 જુલાઈએ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કંડલા 37 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું. ડીસા અને ભુજમાં ગરમીનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ રહ્યો. અમદાવાદ અને અમરેલીમાં તાપમાનમાં સૌથી વધુ 1.8°C નો ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ સિઝનમાં 32 ટકા ઓછો વરસાદ રાજ્યમાં અત્યાર સુધી અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. એટલે કે ચાલુ સિઝનમાં અત્યાર સુધી 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે હજુ સુધી નોંઘપાત્ર વરસાદ નોંધાયો નથી. 24 જૂને ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરી હતી, એટલે કે 25 દિવસ થયા છતા કચ્છના ચાર તાલુકા અબડાસા, લખપત, માંડવી અને મુન્દ્રા કોરાધાકોડ છે. અમદાવાદ-દ્વારકારમાં પણ ભારે વરસાદની ઘટ અમદાવાદમાં 227 મિમી (8.94 ઇંચ) વરસાદની સામે અત્યાર સુધી 115 મિમી (4.53 ઇંચ) વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ 47 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં 255.7 મિમી (10.07 ઇંચ) વરસાદની સામે 137 મિમી (5.39 ઇંચ) વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકામાં અત્યાર સુધી 233 મિમી (9.17 ઇંચ) વરસાદની સામે માત્ર 8.4 મિમી વરસાદ નોંધાયો છે. એટલે કે દ્વારકામાં 96 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ THO કચેરી ખાતેથી 'સન્ડે ઓન સાયકલ' અભિયાનનો પ્રારંભ:આરોગ્ય કર્મીઓએ સાયકલિંગ કરી ફિટનેસ અને પર્યાવરણનો સંદેશ આપ્યો
    Next Article
    All India Bar Examination 22 Exam Date 2026 Out: Registration Begins August 19

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment