Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TET પરીક્ષા મુદ્દે શિક્ષકો લડી લેવાના મૂડમાં:શિક્ષકોએ સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી

    एक दिन पहले

    અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – સુરેન્દ્રનગર દ્વારા શિક્ષકોને TET પરીક્ષાના પ્રશ્ને ધરણા, રેલી અને સભા સહિતના કાર્યક્રમો જાહેર કરીને આરપારની લડતનો શંખનાદ કર્યો છે. સુ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે, 18 જૂને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા સમગ્ર દેશમાં જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી શાંતિપૂર્ણ ધરણાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. 2010 પહેલાના શિક્ષકો તે સમયના પ્રવર્તમાન નિયમો મુજબ જ ભરતી થયા હોવાથી તેમના અધિકારો છીનવી શકાય નહીં, તેવી મહાસંઘની દલીલ છે. આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ અસવાર દશરથસિંહ અને મહામંત્રી આલ જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હજારો શિક્ષકોને આ પ્રશ્નની અસર થાય તેમ છે. ગુરુવારે સાંજે 4 થી 5 વાગ્યા વચ્ચે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં રાજકોટ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની રાજ્ય કારોબારીમાં વધુ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ફરજિયાત TETના વિરોધમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન:1500થી વધુ શિક્ષકોએ કલેકટર કચેરી પણ ધરણા યોજ્યા, 2010 પહેલાના શિક્ષકોને મુક્તિ આપવાની માગ
    Next Article
    Gold and silver prices fall | સોના-ચાંદીના ભાવમાં કડાકો | Today Silver Gold Price | Price Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment