Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરજિયાત TETના વિરોધમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન:1500થી વધુ શિક્ષકોએ કલેકટર કચેરી પણ ધરણા યોજ્યા, 2010 પહેલાના શિક્ષકોને મુક્તિ આપવાની માગ

    1 day ago

    નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા વર્ષ 2010માં જાહેર કરાયેલા નિયમો અને તાજેતરમાં 29 મે 2026ના રોજ માનનીય સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) સંબંધિત તમામ રિવ્યૂ પિટિશન ફગાવી દેવાના ઐતિહાસિક ચુકાદાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશ સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે વર્ષ 2010 પહેલાં સંપૂર્ણ કાયદેસર રીતે નિયુક્ત થયેલા લાખો પ્રાથમિક શિક્ષકોની નોકરી, સિનિયોરિટી અને સેવાકીય શરતો પર અચાનક મોટું સંકટ આવી પડ્યું છે. કાનૂની અનિશ્ચિતતાની આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે દેશભરના શિક્ષક આલમમાં ભારે અસંતોષ, ચિંતા અને આક્રોશનો માહોલ વ્યાપી ગયો છે. આ અન્યાયી નીતિ સામે અવાજ ઉઠાવવા માટે ‘અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ’ સંલગ્ન પ્રાથમિક શૈક્ષણિક સંઘ મહાસંઘ-સુરત મહાનગર દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વિશાળ ‘સ્વાભિમાન ધરણા’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1700થી 2000 શિક્ષકો પોતાના પડતર હકો અને ગૌરવની રક્ષા કાજે વિવિધ બેનરો અને સૂત્રોચ્ચારો સાથે ઉમટી પડ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતું એક સવિસ્તાર આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરીને કાનૂની સંરક્ષણ આપવાની ઉગ્ર માંગ કરી હતી. સુરત કલેકટર કચેરી પર શિક્ષકોનું વિરોધ પ્રદર્શન સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોનો આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો હતો. મહિલા અને પુરુષ શિક્ષકો મોટી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે પરંતુ મક્કમ ઈરાદા સાથે ધરણા પર બેઠા હતા. તેમના હાથમાં રહેલા પ્લેકાર્ડ્સ અને પોસ્ટર્સ સરકારની નીતિઓ સામે સીધા સવાલો ઉઠાવી રહ્યા હતા. જેમાં ટેટ ફરજિયાત રદ કરો, અન્યાયી કાયદો પાછો ખેંચો!, શિક્ષકોનું શોષણ બંધ કરો, અમને ન્યાય આપો!, ટેટ મુક્તિ અમારી માંગ, શિક્ષકોનું એ છે સ્વાભિમાન! જેવા સૂત્રોચાર દર્શાવવામાં આવ્યા હતા. આ નિર્ણયની 75 હજારથી વધુ શિક્ષકો પર અસર થશે- મહેશ પટેલ ગુજરાત પ્રાંત પ્રાથમિક સંવર્ગના મંત્રી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારના સુપ્રીમ કોર્ટે હમણાં તાજેતરમાં જ એક ચુકાદો આપેલો છે કે જે પણ પ્રાથમિક શિક્ષકો છે, એ તમામ પ્રાથમિક શિક્ષકોએ ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.ખરેખર શિક્ષક તરીકે જ્યારે પણ અમારી નિયુક્તિ થઈ છે ત્યારે સરકારે નિયુક્ત કરેલા જે પણ કંઈ ધારાધોરણો હતા, જે પણ કંઈ લાયકાતો હતી, એ લાયકાતો પ્રમાણે અમને અમારી નિમણૂક મળેલી છે. તો પાછળથી સુપ્રીમ કોર્ટના જજમેન્ટના અનુસંધાનમાં આખા ભારતવર્ષની અંદર એક સાથે આ જો પરીક્ષા લેવામાં આવે તો ૨૫ લાખ કરતાં પણ વધારે શિક્ષક પરિવારને આ અસર થાય એમ છે, અને ગુજરાતની જો વાત કરીએ તો 75,000 કરતાં પણ વધારે શિક્ષકોને આ પરીક્ષાની અસર થાય એવી છે. અત્યારે હાલ અમે ન્યાયતંત્રે જે નિર્ણય આપ્યો છે એને શિરોમાન્ય રાખીએ છીએ, નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણયને. પરંતુ અમે ભારત સરકારના લોકતંત્ર પર પણ એટલો ભરોસો છે અને લોકતંત્રની ધ્યાન ઉપર મૂકવા માંગીએ છીએ કે આ જે જજમેન્ટ આવેલું છે, એ જજમેન્ટ માટે પુનઃવિચારણા થાય અને સંસદ ભવનની અંદર એ કાયદામાં કંઈક ફેરફારો થાય એવી જોગવાઈ કરવા માટે નામદાર વડાપ્રધાનશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી કેન્દ્ર, એમને અમે આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી આપવા માટે અહીં બધા એકઠા થયા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષકો પરીક્ષા આપે એમાં કોઈ સમસ્યા નથી, પરંતુ આ અત્યાર સુધીના નિયમોની અંદર પરિપત્ર જ્યારે પણ કોઈ સરકારી પરિપત્ર થતો હોય, તો પરિપત્ર જે દિવસે થાય છે તે દિવસથી એની અસર હોય છે. આ પહેલો પરિપત્ર એવો છે અમારા ધ્યાન ઉપર કે જે પરિપત્ર થાય એના પાછલી તારીખથી અસરથી એની અસર કરવામાં આવે છે... જે ખરેખર અયોગ્ય બાબત છે. 'આ લડાઈ માત્ર નોકરી બચાવવાની નથી, શિક્ષકોનો સ્વાભિમાનની છે' શિક્ષક સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના ખોટા અર્થઘટન કરીને જો વરિષ્ઠ શિક્ષકોની નોકરીઓ કે પ્રમોશન પર તરાપ મારવામાં આવશે, તો દેશનું પ્રાથમિક શિક્ષણ માળખું સંપૂર્ણપણે તૂટી પડશે. આ લડાઈ માત્ર નોકરી બચાવવાની નથી, પરંતુ વર્ષો સુધી સમાજને શિક્ષિત કરનારા ગુરુઓના સ્વાભિમાનની છે. શિક્ષકોના હિતમાં પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ - સુરત મહાનગરના પ્રમુખ કિરીટકુમાર પી. પટેલ, મહામંત્રી મુકેશકુમાર આર. ઠાકર અને સંગઠન મંત્રી ડૉ. દિનેશભાઈ એસ. વાઘ સહિતના ટોચના હોદ્દેદારોની સહી સાથે એક પત્ર કલેક્ટર મારફતે વડાપ્રધાન કાર્યાલય ને મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં મુખ્ય ચાર માંગણીઓ કરવામાં આવી છે. 1. TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ 23 ઓગસ્ટ 2010 પહેલાં રાજ્યની કે દેશની કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને TET ની ફરજિયાતપણમાંથી કાયમી ધોરણે કાનૂની મુક્તિ આપવામાં આવે. 2. સેવા અને સિનિયોરિટીનું સંપૂર્ણ રક્ષણ આ કાયદાકીય ફેરફારોને કારણે વરિષ્ઠ શિક્ષકોની ચાલુ નોકરી, વયમર્યાદાના લાભો, ઉચ્ચ પગાર ધોરણ, બઢતી (પ્રમોશન) અને નિવૃત્તિ પછીના પેન્શન સહિતના તમામ સેવાકીય લાભોને કોઈ આંચ ન આવે તે માટે 100% કાનૂની રક્ષણ પૂરું પાડવામાં આવે. 3. સંસદ દ્વારા કાયદાકીય સુધારો અથવા વટહુકમ જો સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે વહીવટી તંત્ર લાચાર હોય, તો કેન્દ્ર સરકાર આ મામલાની ગંભીરતા સમજીને સંસદના આગામી સત્રમાં યોગ્ય કાયદાકીય સુધારો લાવે અથવા વિશેષ વટહુકમ બહાર પાડીને આ અસરગ્રસ્ત વર્ગને કાયમી રાહત આપે. 4. રાજ્યો માટે સ્પષ્ટ નેશનલ ગાઈડલાઈન્સ કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન મારફતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તાત્કાલિક એક સ્પષ્ટ દિશાનિર્દેશ જારી કરવામાં આવે, જેથી સ્થાનિક સ્તરે શિક્ષકોમાં વ્યાપેલી અનિશ્ચિતતા, ભય અને અસુરક્ષાની સ્થિતિનો તાત્કાલિક તાર્કિક નિવાડો લાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરત શહેરના ટોપ-5 ન્યૂઝ, VIDEO:12 વર્ષીય બાળકી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી દુષ્કર્મ, ફરજિયાત TETના વિરોધમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન
    Next Article
    TET પરીક્ષા મુદ્દે શિક્ષકો લડી લેવાના મૂડમાં:શિક્ષકોએ સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment