Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટના TET ફરજિયાત કરવાના નિર્ણયનો વિરોધ:નવસારીમાં શિક્ષકોએ કલેક્ટરને આવેદન આપ્યું; 'નિવૃત્તિની ઉંમરે પરીક્ષાનું દબાણ કેમ?'

    एक दिन पहले

    સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2010 પહેલાના શિક્ષકો માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) ફરજિયાત કરવાના ચુકાદા બાદ દેશભરમાં તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે. આ નિર્ણયના વિરોધમાં નવસારી જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોની મુખ્ય માંગ છે કે જેઓ 40થી 45 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે, તેમને આ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે. 'TET મુક્તિ અમારી ભક્તિ છે' જેવા નારા સાથે શિક્ષકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ દીપેશ મોહનલાલ ભગતની આગેવાનીમાં મોટી સંખ્યામાં શિક્ષકો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. તેમણે હાથમાં "એકતા અમારી શક્તિ છે, TET મુક્તિ અમારી ભક્તિ છે" લખેલા પ્લેકાર્ડ્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને નવસારી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. શિક્ષક સંઘનું કહેવું છે કે, જે વરિષ્ઠ શિક્ષકોએ વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી સમાજનું નિર્માણ કર્યું છે, તેમના પર નિવૃત્તિની ઉંમરે પરીક્ષા આપવાનું દબાણ લાવવું બિલકુલ યોગ્ય નથી. આ નિર્ણયથી તેમની આજીવિકા અને સન્માન જોખમાય છે. આ મામલે દેશના વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી હસ્તક્ષેપ કરે અને સિનિયર શિક્ષકોને આ જોગવાઈમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરવામાં આવી છે. દેશભરમાં થઈ રહેલા આ વિરોધ પ્રદર્શન બાદ કેન્દ્ર સરકાર તરફથી કોઈ રાહત મળે છે કે કેમ તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    દારૂના ગુનામાં 15 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:રાજકોટથી પકડાયો, જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની સફળ કામગીરી
    Next Article
    GSRTC કંડક્ટરની ભરતીને લઈને લાયસન્સ નિયમોમાં ફેરફાર:જે ઉમેદવારોનું કંડક્ટર લાયસન્સ હાજરમાં નથી, તેમણે ફોર્મ ભરતી વખતે લાયસન્સ નંબર, બેજ નંબર અને વેલિડિટી દર્શાવવી ફરજિયાત નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment