Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક ભરતી જાહેર કરવા TET પાસ ઉમેદવારો મેદાનમાં:538 શાળાઓમાં 4100થી વધુ પદો મંજૂર છતાં ભરતી અટકી

    1 day ago

    રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટેડ) ખાનગી પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ પર તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે TET પાસ ઉમેદવારોએ શિક્ષણ વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. 22 સપ્ટેમ્બરના રોજ કરાયેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની 538 અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE એક્ટ-2009 અનુસાર કુલ 3,738 શિક્ષકો અને 396 મુખ્ય શિક્ષકો મળી કુલ 4,134 પદોનું મહેકમ સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવ્યું છે. મંજૂરી મળી ગઈ હોવા છતાં લાંબા સમયથી શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી ન થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે, જેથી આ જગ્યાઓ સત્વરે ભરવી અનિવાર્ય બની છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જેમ 58 વર્ષની વયમર્યાદા આપવા માંગ ઉમેદવારોએ રજૂઆતમાં મહત્વનો મુદ્દો ઉઠાવતાં જણાવ્યું છે કે રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે હાલમાં કોઈ નીચલી મહત્તમ વયમર્યાદાના કડક બંધનો નથી અને નિમણૂક સમયે ઉમેદવારની ઉંમર 58 વર્ષથી વધુ ન હોવાની જોગવાઈ અમલમાં છે. આ જ નિયમ અને તર્ક ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની શિક્ષક ભરતીમાં પણ લાગુ કરવો જોઈએ. જો આ નિયમ પ્રાથમિક શાળાઓ માટે પણ માન્ય રાખવામાં આવે તો વર્ષો પૂર્વે TET પાસ કરી ચૂક્યા હોય અને વયમર્યાદાના કારણે અટવાયા હોય તેવા હજારો લાયકાત ધરાવતા ઉમેદવારોને કારકિર્દીની ઉત્તમ તક સાંપડી શકે તેમ છે. શિક્ષણ વિભાગ સમક્ષ પોર્ટલ પર નોટિફિકેશન બહાર પાડવા માગ TET પાસ ઉમેદવારોએ શિક્ષણ વિભાગ સમક્ષ ભારપૂર્વક માગણી દોહરાવી છે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પણ વયમર્યાદા વધારીને 58 વર્ષ કરવામાં આવે અને તેની સત્તાવાર જાહેરાત અખબારો સહિત ઓફિશિયલ પોર્ટલ (https://vsb.dpegujarat.in) પર વહેલી તકે પ્રસિદ્ધ કરવામાં આવે. વર્ષોથી પરિણામ હાથમાં રાખીને કાયમી ભરતીની રાહ જોઈ રહેલા લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપી તાત્કાલિક નોકરીની તકો ઉપલબ્ધ કરાવી ન્યાય આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    કેરા ITIમાં 400 વિદ્યાર્થીઓને માર્ગ સલામતીનો પાઠ ભણાવ્યો:RTOએ સુરક્ષિત ડ્રાઇવિંગ અને ‘ગુડ સમેરીટન’ યોજના વિશે માહિતી આપી
    Next Article
    સિહોરના સખવદરમાં સામાન્ય બાબતે યુવક પર હુમલો:ઘર પાસે જોર જોરથી વાતો કરવાના ના પાડતા ચાર શખ્સો ઉશ્કેરાયા, અપશબ્દો બોલી યુવકને માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment