Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિહોરના સખવદરમાં સામાન્ય બાબતે યુવક પર હુમલો:ઘર પાસે જોર જોરથી વાતો કરવાના ના પાડતા ચાર શખ્સો ઉશ્કેરાયા, અપશબ્દો બોલી યુવકને માર માર્યો

    1 day ago

    ભાવનગરના સિહોર તાલુકાના સખવદર ગામમાં સામાન્ય બાબતમાં એક યુવકને ગામના જ ચાર યુવકોએ માર માર્યો હતો. જોર જોરથી વાતો કરવાની ના પાડતાં જ યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને હુમલો કર્યો હતો. તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઇજાગ્રસ્ત યુવકે ચારેય શખ્સો વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચારેય શખસો બેસીને જોર-જોરથી વાતો કરતા હતા ભાવનગરના સિહોરના સખવદર ગામે રહેતા અને ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા વિજય ચાવડાએ સિહોર પોલીસ મથકમાં આજ ગામના રઘુ મેહુર ચૌહાણ, અરવિંદ દુદા ચૌહાણ, ઘનશ્યામ દુદા ચૌહાણ અને ચિંતન ઘુઘા ચૌહાણ, વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તા.20.09 ના રાત્રિના સમયે પોતાના ઘરના ફળિયામાં કડબ ઊભી કરી રહ્યા હતા, તે દરમિયાન ઘરની બહાર બજારમાં ગામના ચારેય શખસો બેસીને જોર-જોરથી વાતો કરી દેકારો કરતા હતા. તેઓએ તેમને ત્યાંથી જઈને દેકારો નહીં કરવા જણાવ્યુ હતું. ઢીકાપાટુનો માર મારી તમામ નાસી છૂટ્યાં જે વાતનું મનદુઃખ રાખીને ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેઓ તેમના ભાગીયા રઘુના ઘરે બેઠા હતા ત્યારે રઘુ અને અરવિંદ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે ગઈકાલે અમને કેમ બજારમાં બેસવાની ના પાડતો હતો, તારા બાપનો રોડ છે? તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. તેમજ રઘુએ હાથમાં પહેરેલા કડાનો ઘા આંખના નેણ પાસે મારી લોહીયાણ ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે અરવિંદ, ઘનશ્યામ અને ચિંતને ભેગા મળી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જો હવે અમને બજારમાં બેસવાની ના પાડી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઘટના બાદ તેઓને ઈજાઓ પહોંચતા તેના પિતા અને સબંધી દ્વારા શિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક ભરતી જાહેર કરવા TET પાસ ઉમેદવારો મેદાનમાં:538 શાળાઓમાં 4100થી વધુ પદો મંજૂર છતાં ભરતી અટકી
    Next Article
    ઇંગ્લેન્ડના માર્ક વૂડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:2 વર્લ્ડ કપ જીત્યા, 146 મેચમાં 253 વિકેટ લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment