Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં શિક્ષકોના ધરણા, કલેક્ટર કચેરી બહાર વિરોધ:પડતર પ્રશ્નો અને ફરજિયાત TET પરીક્ષા સામે આવેદન

    3 days ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો તેમના વિવિધ પડતર પ્રશ્નો અને ફરજિયાત TET પરીક્ષા પાસ કરવાના આદેશના વિરોધમાં એકઠા થયા હતા. આ ધરણા પ્રદર્શનમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. શિક્ષકોએ જણાવ્યું હતું કે વર્ષોથી સેવા આપી રહેલા શિક્ષકો માટે ફરીથી ફરજિયાત TET પરીક્ષા આપવાની શરત અન્યાયી છે. આ ઉપરાંત, તેમણે શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નોનો પણ વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી હતી. શિક્ષક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર તેમની રજૂઆતો અને માંગણીઓનો સકારાત્મક ઉકેલ નહીં લાવે, તો આગામી દિવસોમાં રાજ્ય સંઘના આદેશ મુજબ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોગરાવાડીમાં જનકલ્યાણ શિબિરનો પ્રારંભ:સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને જરૂરી સહાય એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ
    Next Article
    UGC NET 2026 June Admit Card OUT: Check Direct Link, Steps To Download Hall Ticket @ugcnet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment