Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોગરાવાડીમાં જનકલ્યાણ શિબિરનો પ્રારંભ:સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને જરૂરી સહાય એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ

    3 days ago

    વલસાડ નગરપાલિકા દ્વારા મોગરાવાડી સ્થિત ગાંધી લાઇબ્રેરી ખાતે ત્રિદિવસીય જનકલ્યાણ શિબિરનો બુધવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને “વિકસિત ભારત-2047”ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી આ શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં નાગરિકોને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગેની માહિતી, માર્ગદર્શન અને લાભ મેળવવા માટે જરૂરી સહાય એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આનાથી નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવામાં સરળતા રહેશે. શિબિરની મુલાકાતે પહોંચેલા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે નાગરિકોને સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ, ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, વોર્ડ સભ્યો તેમજ ચીફ ઓફિસર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા દ્વારા જણાવાયું છે કે જનકલ્યાણ શિબિર 18 જૂને ડી.એમ.ડી.જી. સ્કૂલ પાછળ આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અને 19 જૂને અબ્રામા ઝોન ઓફિસ ખાતે સવારે 11 વાગ્યે યોજાશે. વધુમાં વધુ નાગરિકો આ શિબિરનો લાભ લે તે માટે અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મનપામાં કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે!:પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત, તંત્રની રહેમનજર હેઠળ પડદા પાછળ બીજો માળ ખડકાયો
    Next Article
    પાલનપુરમાં શિક્ષકોના ધરણા, કલેક્ટર કચેરી બહાર વિરોધ:પડતર પ્રશ્નો અને ફરજિયાત TET પરીક્ષા સામે આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment