Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા વહીવટી તંત્રને આવેદન:TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે અરવલ્લીના શિક્ષકોના ધરણાં

    22 hours ago

    મોડાસામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અરવલ્લી દ્વારા TET પરીક્ષામાંથી મુક્તિની માંગને લઈને ઓધારી મંદિરના પ્રાંગણમાં ધરણાં તેમજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેતા શૈક્ષણિક એકતા અને શિક્ષક હિતોની લડતનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષક અગ્રણીઓએ જણાવ્યું હતું કે તેઓ નિયમિત શિક્ષણ કાર્ય ઉપરાંત સરકારની વિવિધ વહીવટી અને લોકઉપયોગી કામગીરીઓમાં પણ હંમેશા મહત્વપૂર્ણ યોગદાન આપતા આવ્યા છે. આવા સંજોગોમાં લાંબા સમયથી નિરંતર સેવા આપતા અનુભવી શિક્ષકોને TET જેવી પરીક્ષાના દાયરામાંથી મુક્તિ મળવી એ જ ન્યાયસંગત છે. આ લડતને વેગ આપવા કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ વિપુલભાઈ પટેલ, મહામંત્રી ભાવેશભાઈ પ્રજાપતિ, સંગઠન મંત્રી પ્રગ્નેશભાઈ શર્મા, મહિલા ઉપાધ્યક્ષ શિલ્પાબેન પરમાર, મહિલા મહામંત્રી ગાયત્રીબેન ખરાડી સહિત જિલ્લાના તમામ તાલુકા સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોના પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    પાવાગઢ ડુંગર પર પથ્થર ગબડતાં યાત્રિકો દટાયા:2 મૃતદેહ મળ્યા; વહેલી સવારે 5 વાગ્યા આસપાસ દુર્ઘટના; રોપ-વે ટીમે બચાવ કામગીરી હાથ ધરી
    Next Article
    FIFA WC: Luis Romo's Goal Sinks South Korea As Mexico Qualify For Knockouts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment