Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરજિયાત TET પરીક્ષાને લઈને પ્રાથમિક શિક્ષક સંઘની ગાંધીનગર કૂચ:11 જુલાઈએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન, 30 હજારથી વધુ શિક્ષકો સરકારને ઘેરશે

    5 days ago

    ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ સરકાર સામે મોરચો ખોલવા ગાંધીનગર જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના TET ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. જેથી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા. છતાં પણ માંગણીઓ ન સ્વીકારવામાં આવતા હવે ગાંધીનગરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે. 11 જુલાઈએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30 હજારથી વધુ શિક્ષકો જોડાશે. 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માંગ સાથે દિવસ ધરણા પ્રદર્શન કરશે. સુપ્રીમ કોર્ટ સામે શિક્ષકોએ બાંયો ચડાવી સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો હતો કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ જેથી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય શૈક્ષિક સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષકોનો દાવો છે કે જે તે સમયે તે લોકો નોકરીમાં લાગ્યા ત્યારે નિયમ મુજબ લાગ્યા હતા જેથી હવે 2010 પહેલાના શિક્ષકોને TET પરીક્ષા આપવી જરૂરી નથી. જેથી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. 33 જિલ્લામાં 3 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ધરણા પ્રદર્શન અને આંદોલનાત્મક કાર્યક્રમ કર્યા હતા. પરંતુ તે બાદ પણ 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માગ સ્વીકારવામાં આવી નહતી. આ પણ વાંચો: ફરજિયાત TETના વિરોધમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન 11 જુલાઈએ ગાંધીનગરમાં 30 હજારથી વધુ શિક્ષકો સરકારને ઘેરશે જેના કારણે હવે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કર્યા બાદ હવે 11 જુલાઈએ ગાંધીનગરના સેક્ટર 6માં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યસ્તરીય ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહ્વાન બાદ ગાંધીનગર ખાતે યોજાનારા ધરણા પ્રદર્શનમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાવાના છે. સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરી શિક્ષકો સરકાર સમક્ષ 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગ કરશે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા:ગુરુગ્રામમાં 10 કિમી લાંબો ટ્રાફિક જામ થયો, 'વર્ક ફ્રોમ હોમ'ની અપીલ; જબલપુરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી
    Next Article
    Watch: Zoho Founder Sridhar Vembu Runs To Catch Japan Train In Traditional 'Veshti'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment