Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TET પરીક્ષા રદ કરવા શિક્ષકોની માંગ:મહીસાગરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણા પ્રદર્શન

    10 hours ago

    મહીસાગર જિલ્લામાં શિક્ષકો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા તેમજ હાલ ફરજ બજાવતા શિક્ષકો માટે ફરજિયાત કરાયેલી TET પરીક્ષાના વિરોધમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ દ્વારા લુણાવાડા સ્થિત 52 પાટીદાર સમાજ ઘર ખાતે ધારણા પ્રદર્શન યોજાયું હતું. શિક્ષકોએ TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા 52 પાટીદાર સમાજ ઘર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગના બેનર હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા હતા. વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા તેમજ હાલ ફરજ બજાવી રહેલા શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત બનાવવાના નિર્ણયનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ધારણા પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ જણાવ્યું હતું કે વર્ષોથી શૈક્ષણિક સેવા આપી રહેલા શિક્ષકોને ફરીથી TET જેવી પરીક્ષા આપવાની ફરજ પાડવી અન્યાયપૂર્ણ છે. સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર કરે અને હાલ ફરજ બજાવતા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી પોતાની એકતા અને વિરોધ નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'લખ્યું હશે કિસ્મતમાં જુદા પડવાનું':સુઈગામના યુવકે પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યો, પહેલા ઝાડ પર ગળામાં દોરડા સાથે વિડીયો ઉતાર્યો; રાધનપુર નજીક ખેતરમાં ગળેફાંસો ખાધો
    Next Article
    વરસતા વરસાદમાં શિક્ષકોના ધરણા:PM દેશના 25 લાખ શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય સંસદમાં લેવડાવે એવી માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment