Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસતા વરસાદમાં શિક્ષકોના ધરણા:PM દેશના 25 લાખ શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય સંસદમાં લેવડાવે એવી માંગ

    10 hours ago

    સુપ્રીમ કોર્ટે વર્ષ 2010 પહેલા ભરતી થયેલા ગુજરાતના 75000 સહિત દેશના 25 લાખ શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા વિરોધ વધ્યો છે. આજે રાજકોટમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ 500 થી વધુ શિક્ષકોએ વરસતા વરસાદમાં ધરણા કર્યા હતા અને કલેક્ટરને આવેદન અપાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને થયેલી રજૂઆતમાં સંસદમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ શિક્ષકોને પરીક્ષા આપવામાં શું વાંધો છે તેવું પૂછવામાં આવતા પ્રમુખે જણાવ્યું કે, શા માટે જૂના શિક્ષકો માટે જ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી છે તલાટી મંત્રીઓ માટે કેમ નહીં? સંસદમાં સરકાર આ બાબતે ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય લે એવી માગ રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ સંજય હુંબલે જણાવ્યું હતું કે, TET પરીક્ષા ફરજિયાતના વિરુદ્ધમાં આજે ધરણા પર ઉતરી આવ્યા છીએ. વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી છે, તેની સામે અમારો વિરોધ છે કારણ કે, શિક્ષક પોતાની લાયકાતથી જ શિક્ષક તરીકે ભરતી થયેલા હોય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તે બરોબર છે પરંતુ, સંસદમાં સરકાર આ બાબતે ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લે એવી અમારી માગણી છે. શિક્ષણમાં અત્યારે ઘણા બધા પ્રશ્નો છે. શિક્ષકોને ચૂંટણી તેમજ વસ્તી ગણતરી સહિતની વધારાની કામગીરી સોંપવામાં આવે છે, શાળાઓમાં ક્લાર્કની જરૂર છે એટલું બધું વહીવટી કાર્ય છે. જેથી, આવા મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે પણ સરકાર દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. નોકરી પૂરી થવાની હોય એવા શિક્ષકોને શું અત્યારે પરીક્ષા આપવાની? શિક્ષકો છે તો પરીક્ષા આપવામાં શું વાંધો છે ? તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકોનું સ્વમાન ઘવાતુ હોય તે પ્રકારનો આ નિર્ણય છે કારણ કે, વર્ષ 1985થી નોકરી પર લાગ્યા હોય જેની નોકરી પૂરી થવાની હોય એવા શિક્ષકોને શું અત્યારે પરીક્ષા આપવાની? તલાટી મંત્રી 30 વર્ષથી નોકરી કરે છે તો તેમના માટે શા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવતી નથી. ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અમે વિનંતી કરીએ છીએ કે સંસદમાં આ બાબતની ચર્ચા કરી અને નિર્ણય લેવામાં આવે. 700થી વધુ શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાજકોટ જિલ્લાના મહિલા મંત્રી હેતલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2010 પહેલાના શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત બનાવવાના નિર્ણય સામે વિરોધ કરવા માટે અત્યારે અમે અહીં બહુમાળી ચોક ખાતે એકત્ર થયા છીએ અને અહીં અંદાજે 700થી વધુ શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અગાઉના શિક્ષકો ધારાધોરણો પૂર્ણ કરીને જ શિક્ષક બન્યા હતા. શિક્ષકોએ CCC અને હિન્દી સહિતની પરીક્ષાઓ પાસ કરેલી છે. PTC અને બી.એડ. થયેલા શિક્ષકો છે તો આટલા વર્ષો પછી પરીક્ષા લેવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ. શિક્ષકોની લાયકાત સામે સવાલો ઊભા થાય તો તે શિક્ષકોની ગરિમાને ઠેસ પહોંચાડવા જેવું છે. અનેક શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે એવી માગ મેટોડા પ્રાથમિક શાળાના શિક્ષિકા અને મહિલા ઉપાધ્યક્ષ કવિતા પાઠકે જણાવ્યું હતું કે, રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે અમે આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ. ગુજરાતના 75000 તેમજ દેશના 25 લાખ શિક્ષકોને આ પ્રશ્ન લાગુ પડી રહ્યો છે અને દેશના 600 જિલ્લાઓમાં આજે આ પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. હું 17 વર્ષથી શિક્ષક તરીકે છું. મારી ભરતી વર્ષ 2010 પહેલા થઈ હતી. જેથી મારા જેવા અનેક શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગણી છે. શિક્ષકોને શા માટે હાંસીને પાત્ર બનાવવામાં આવે છે? રાજકોટ જિલ્લા સહમંત્રી પ્રીતિ ધાણીદારીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકો તમામ પ્રકારની રાષ્ટ્રીય કામગીરી કરે છે તેમ છતાં પણ દર વખતે શિક્ષકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. અમે માતૃ શક્તિ 30 કિલોમીટરના વિસ્તારમાં વસ્તી ગણતરી કરીએ છીએ. સરકારમાં તમામ વિભાગો છે પરંતુ મોટાભાગની કામગીરી શિક્ષકોને જ સોંપવામાં આવે છે. વર્ષ 2010 પહેલાના શિક્ષકોની ભરતી સરકારે જ કરી હતી અને તે વખતના ડોક્ટર અને એન્જિનિયરને આ જ શિક્ષકોએ ભણાવ્યા તો શું એ શિક્ષણ યોગ્ય નહોતું? શિક્ષકોને શા માટે હાંસીને પાત્ર બનાવવામાં આવે છે? અમારી ન્યાય અને સંરક્ષણની માંગ છે.
    Click here to Read More
    Previous Article
    TET પરીક્ષા રદ કરવા શિક્ષકોની માંગ:મહીસાગરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણા પ્રદર્શન
    Next Article
    बिजनौर के टीचरों ने कलेक्ट्रेट घेरा सुप्रीम कोर्ट के फैसले को बताया गलत, डीएम से मिले शिक्षक

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment