Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TET પરીક્ષા મુક્તિ માટે શિક્ષકોનું રાજપીપળામાં પ્રદર્શન:સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    1 day ago

    રાજપીપળા: સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણયના વિરોધમાં નર્મદા જિલ્લા શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજપીપળા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના આહ્વાન પર 8 જૂન, 2026ના રોજ દેશભરમાં આ પ્રદર્શનો યોજાયા હતા. આ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. શિક્ષકોની મુખ્ય માંગણી 2010 પહેલાના શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એવા તમામ શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત પાસ કરવાનો આદેશ આપ્યો છે જેમની નોકરીને પાંચ વર્ષ કરતાં વધુ સમય બાકી છે. આ નિર્ણયના વિરોધમાં આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાના સારસ્વત ભાઈઓ-બહેનોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવીને પોતાની માંગણીઓ સંતોષવા માટે રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ​મનપા જનરલ બોર્ડ બેઠકમાં પ્રી-મોન્સૂન અને ભ્રષ્ટાચાર મુદ્દે ભારે હોબાળો:નરસિંહ મહેતા સરોવર અને ટાઉનહોલ મુદ્દે વિપક્ષે શાસકોને ઘેર્યા, ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ કરવા માંગ, શાબ્દિક યુદ્ધથી માહોલ ગરમાયો
    Next Article
    Cross-Voting In Jharkhand Powers BJP-Backed Candidate To Rajya Sabha

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment