Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ કોલેજમાં 'TECHTONIC 2K26' રાષ્ટ્રીય ટેકનિકલ ફેસ્ટિવલ શરૂ:AI થીમ પર બે દિવસીય આયોજન, 1300 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

    1 day ago

    ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 10 અને 11 માર્ચ 2026 દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીય ટેકનિકલ ફેસ્ટિવલ “TECHTONIC 2K26”નો પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલમાં વિવિધ કોલેજોના 1300 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો, જેમાં આચાર્ય ડો. પ્રદીપ લોઢા, વિવિધ વિભાગોના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલના કન્વીનર પ્રોફેસર કે.જી. ભુવા (HOD-EC), ફેસ્ટિવલ કોઓર્ડિનેટર વાય.બી. ચૌહાણ સહિત ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષના ફેસ્ટિવલની થીમ “Build Together with AI” રાખવામાં આવી છે. આ થીમ અંતર્ગત વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઉદ્યોગ નિષ્ણાતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉકેલો વિકસાવવા, નવા વિચારોનું આદાનપ્રદાન કરવા અને ટીમવર્ક દ્વારા નવીન અનુભવ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને સ્માર્ટ ઇન્ડસ્ટ્રી, સ્માર્ટ સિટી, હેલ્થકેર, એજ્યુકેશન, સ્માર્ટ ગ્રીડ, એગ્રીકલ્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં AIના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. બે દિવસીય ફેસ્ટિવલ દરમિયાન AI આધારિત પ્રોજેક્ટ એક્ઝિબિશન, કોડિંગ સ્પર્ધા, રોબોટિક્સ અને ઓટોમેશન ઇવેન્ટ્સ, ટેકનિકલ ક્વિઝ, ડિઝાઇન સ્પર્ધા, પોસ્ટર પ્રેઝન્ટેશન તેમજ ઇનોવેશન ચેલેન્જ જેવી વિવિધ ટેકનિકલ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં કોલેજની બે વિદ્યાર્થીનીઓ કેજલ પટેલ અને કીર્તિ શુક્લાએ પ્રો. વિશાલ દોશી (ઇન્ટરનલ ગાઇડ) અને સ્નેહલ પટેલ (એક્સટર્નલ ગાઇડ)ના માર્ગદર્શન હેઠળ ‘હાઇબ્રિડ VTOL UAV’ નામનું અદ્યતન ડ્રોન તૈયાર કર્યું છે. સંરક્ષણ અને સર્વેલન્સ ક્ષેત્રે ઉપયોગી બની શકે તેવા આ પ્રોજેક્ટને ગુજરાત સરકારની SSIP 2.0 યોજના હેઠળ રૂ. 2.50 લાખનું ફંડિંગ પણ મળ્યું છે. આ UAV હાઇબ્રિડ પાવર સિસ્ટમથી કાર્ય કરે છે, જેમાં બેટરી અને ફ્યુઅલ બંનેનો ઉપયોગ થાય છે. લગભગ 25 કિલોગ્રામ વજન ધરાવતું આ ડ્રોન 2 કિમી ઊંચાઈ સુધી ઉડી શકે છે અને 30 કિમી વિસ્તાર સુધી મોનિટરિંગ કરી શકે છે. VTOL ટેકનોલોજીને કારણે તેને ઉડાન કે લેન્ડિંગ માટે રનવેની જરૂર પડતી નથી. આ ડ્રોનનો ઉપયોગ સરહદી સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા માટે સર્વેલન્સ, વન્યજીવન મોનિટરિંગ તથા ઊંચી પાવર લાઇનોના ઇન્સ્પેક્શન માટે થઈ શકે છે. આ ઉપરાંત કેમિકલ ઇજનેરી વિભાગ દ્વારા તૈયાર કરાયેલ “Aqua Predict” પ્રોજેક્ટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પોર્ટેબલ વોટર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ તરીકે વિકસિત આ પ્રોજેક્ટ દૂષિત પાણીની ઓળખ કરી IoT દ્વારા રીઅલ ટાઇમ માહિતી પ્રદાન કરે છે. પ્રોફેસર એ.એન.વાઘેલા અને ડો.નૈના તાહિલરમાનીના માર્ગદર્શન હેઠળ વિકસિત આ SSIP પ્રોજેક્ટને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી પટના ખાતે યોજાનાર “IIChE- Chemathon-2026” ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી મળી છે. આ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ભરૂચ દ્વારા આયોજિત “TECHTONIC 2K26” ફેસ્ટિવલ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી,ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિ સાથે જોડાઈને સમાજમુખી તથા પર્યાવરણલક્ષી સમસ્યાઓના ઉકેલ શોધવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સંમેલન:વિવિધ ક્ષેત્રની 26 મહિલાનું સન્માન કરાયું
    Next Article
    CM Dahod Visit | દાહોદમાં CMના સંભવિત પ્રવાસની તૈયારીઓ શરુ | CM Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment