Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદરડાના તા.પં.પ્રમુખની રાજીનામા બાદ આક્ષેપો સાથે સામૂહિક આપઘાતની ચીમકી:અરવિંદભાઈએ મારો ઉપયોગ કર્યો, TDO ફાઈલ પાસ કરવા લાંચ માગે છે; MLAનો ગાળાગાળી કરતો ઓડિયો વાઈરલ

    11 hours ago

    જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડિયા ઉર્ફે પરિતે જ્ઞાતિ ભેદભાવ અને ત્રાસથી કંટાળીને પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું. આ રાજીનામાની સાથે જ તેમણે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર સહિતના આગેવાનો પર ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે, પરિત માકડિયાની ધારાસભ્ય અરવિંદ લાડાણી અને TDO રાજેન્દ્ર ઠાકોર સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. પરિત દ્વારા ફાઈલો પર સહી કરવાના TDO 10% રૂપિયા માગવાની વાત કરતા ધારાસભ્ય અરવિંદ લાડાણી રોષે ભરાયા હતા અને ફોન ઉપર TDOને ગાળાગાળી કરી હતી. આ ઉપરાંત ઋષિકેશ પટેલને તમે લેટરપેડ પર લખીને આપ્યું એટલે મગરાની બદલી થઈ હોવાની વાત કરતા જ ધારાસભ્ય અરવિંદ લાડાણીનો પારો છટક્યો હતો અને તેમણે ટેલિફોનિક વાતચીતમાં જ પ્રમુખ સામે બેફામ વાણી-વિલાસ અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ પણ વાંચો: ટર્મ પૂર્ણ થવાના 3 દિવસ પહેલા મેંદરડા તા.પં. પ્રમુખનું રાજીનામું જ્ઞાતિ ભેદભાવ અને રાજીનામું આપવા મજબૂર કર્યાનો આક્ષેપ ગઈકાલે જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાન મુછડીયાએ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર સામે ભેદભાવના આક્ષેપ કર્યા હતા. જે બાદ આજે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડિયા ઉર્ફે પરિતે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, હરેશ ઠુંમર, ધારાસભ્ય અરવિંદ લાડાણી, વિનુ રાજાણી અને ચિરાગ રાજાણી દ્વારા કરવામાં આવતા જ્ઞાતિ ભેદભાવ અને સતત કનડગતના કારણે તેમણે ના છૂટકે રાજીનામું આપવું પડ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, અગાઉ પણ એક અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખને આ જ રીતે રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. આયોજન અને એજન્ડા બાબતે ધારાસભ્ય-અધિકારીની મિલીભગત જયકિશન માકડિયાએ 'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, "મારે અચાનક રાજીનામું આપવાનું મુખ્ય કારણ એ છે કે 16 તારીખના વિકાસ કામો માટેના એજન્ડા કઢાવ્યા હતા, જેમાં 15 ટકા વિવેકાનંદ ગ્રાન્ટનું આયોજન હતું. ધારાસભ્ય અરવિંદ લાડાણી અને હરેશ ઠુંમરે તાલુકા વિકાસ અધિકારી (TDO) રાજેન્દ્ર ઠાકોરને ફોન કરી મીટિંગ રદ કરાવી દીધી હતી. જ્યારે મેં ઓફિસમાં કામ કરતા પ્રશાંત નામના યુવક પાસે એજન્ડા માંગ્યા, ત્યારે તેણે કહ્યું કે, અરવિંદભાઈ અને હરેશભાઈએ એજન્ડા આપવાની મનાઈ કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, જ્યારે હું TDOને મળ્યો, ત્યારે તેમણે પણ સ્વીકાર્યું કે અરવિંદભાઈ અને હરેશભાઈનો કોલ હોવાથી એજન્ડા બજાવવાના નથી. મેં વિનંતી કરી કે તમે એજન્ડા બજાવી દો, જો કોરમ પૂરો ન થાય તો મીટિંગ રદ કરજો, છતાં તેમણે મારી વાત માની નહીં. ભ્રષ્ટાચાર અને 10 ટકા લાંચના ગંભીર આક્ષેપો જયકિશન માકડિયાએ તાલુકા પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચાર અંગે ધડાકો કરતા કહ્યું કે, "તાલુકા પંચાયતમાં ફાઈલો અટકાવવામાં આવે છે. જો 25-50 હજાર રૂપિયા લાંચ આપો તો જ મીટિંગો યોજાય છે. મેં લાંચ ન આપી એટલે આ બધી ગેમ રમાઈ છે. કોઈપણ કામના 10% રૂપિયા આપો તો જ અધિકારીઓ અને કર્મચારીઓ ફાઈલો પાસ કરે છે. મારી પોતાની ઘણી ફાઈલો પણ અટકાવી છે, જેના પુરાવા મારી પાસે છે. વાઇરલ ઓડિયો ક્લિપ અને રાજકીય કાવતરું જયકિશન માકડિયાએ ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથેના ઓડિયો રેકોર્ડિંગ વાઇરલ કરવાની પણ વાત કરી છે. તેમણે જણાવ્યું કે, "વાઇરલ ઓડિયોમાં સ્પષ્ટ સંભળાય છે કે, અરવિંદભાઈ હરેશ ઠુંમરને પાડવા માંગે છે અને હરેશભાઈ અરવિંદભાઈને પાડવા માંગે છે. હું તો માત્ર ચિઠ્ઠીનો ચાકર બની ગયો છું. અરવિંદભાઈએ માત્ર મારો ઉપયોગ જ કર્યો છે. તેઓ વિકાસની માત્ર વાતો કરે છે, પણ ગ્રાન્ટ વાપરતા નથી. મેં સાંસ્કૃતિક ભવન માટે ગ્રાન્ટ માંગી હતી પણ બે વર્ષથી તે બહાના બતાવી રહ્યા છે. આ પણ વાંચો: મેંદરડા રાજકારણમાં જ્ઞાતિવાદનો ગંભીર આક્ષેપ, બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા 'હું, મારી પત્ની અને દીકરી સામૂહિક આત્મવિલોપન કરીશું' પોતાના પર થતા અત્યાચારથી વ્યથિત થઈને પૂર્વ પ્રમુખે ચીમકી આપી છે કે, "જો આ સમગ્ર મામલે યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં હું, મારી પત્ની અને મારી દીકરી અમે સામૂહિક આત્મવિલોપન કરીશું." તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી ચૂંટણીમાં દલિત સમાજ સત્યનો સાથ આપશે. હરેશ ઠુંમરે કહ્યું- અરવિંદ લાડાણી બેઠકથી દૂર રાખવા માંગે છે આ મામલે હરેશ ઠુંમરે જણાવ્યું હતું કે, "મેં ઓડિયો ક્લિપ સાંભળી છે અને સમગ્ર મુદ્દો જિલ્લા ભાજપ પ્રમુખના ધ્યાન પર મૂક્યો છે. ધારાસભ્ય દ્વારા જો કોઈ ફરિયાદ હોય તો સંગઠનમાં રજૂઆત કરવી જોઈએ, પરંતુ દુઃખની વાત છે કે ધારાસભ્ય પોતે મને બેઠકથી દૂર રાખવાની વાતો કરી રહ્યા છે. અરવિંદભાઈએ પ્રમુખને ગેરમાર્ગે દોર્યા છે. ચિરાગ રાજાણી પંચાયતમાં કોઈ હોદ્દો ધરાવતા નથી છતાં ધારાસભ્ય તેમનું નામ લે છે તે ખોટું છે. મને ડેમેજ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે." TDO રાજેન્દ્ર ઠાકોરે આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા TDO રાજેન્દ્ર ઠાકોરે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, "મેં એક અઠવાડિયા પહેલા જ ચાર્જ સંભાળ્યો છે અને અટકેલા કામોને વેગ આપવા પ્રયત્ન કરી રહ્યો છું. એજન્ડા બંધ રખાયો નથી, પરંતુ આમંત્રિત સદસ્યોએ હાજર રહેવાની અસમર્થતા દર્શાવતા અનિવાર્ય સંજોગોમાં મીટિંગ બંધ રાખવી પડી હતી. લાંચ કે ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા છે. MLA અરવિંદ લાડાણીએ ફોન કરતા કોલ રિસીવ ન કર્યો આ સમગ્ર વિવાદ અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે એક પણ ફોન કોલ રિસીવ કર્યો ન હતો, જેના કારણે તેમનો પક્ષ જાણી શકાયો નથી. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે, કારણ કે એક તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો છે તો બીજી તરફ આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. મેંદરડા તા.પં.ના પ્રમુખ પ્રમુખ જયકિશન માકડિયા (પરિત) અને ઇન્ચાર્જ TDO રાજેન્દ્ર ઠાકોર વચ્ચેની વાતચીત પ્રથમ વાતચીત પરિત: જી સર, પરિત બોલું તાલુકા પંચાયત પ્રમુખ. TDO: હા બોલો બોલો. પરિત: આપણે જે એજન્ડા કઢાવ્યા હતા, એ મામલે મારે હરેશભાઈ સાથે વાત થઈ અને અરવિંદભાઈ સત્રમાં છે તો તેનો ફોન ઉપાડ્યો નથી, એટલે જે એજન્ડા કઢાવ્યા, તે મને મોકલી દો. TDO: હું વાત કરું હરેશભાઈને પૂછી લઉં. પરિત: હેં! TDO: હરેશભાઈ સાથે વાત કરી લઉં. પરિત: એટલે તમારે તેને પૂછીને કામ કરવાનું છે. એવું છે સાહેબ? TDO: હું લેટર કરી દઉં તમને ચાલો... પરિત: લેટર કરી દો તેમ નહીં, પરંતુ શું તમારે તેને પૂછીને કામ કરવાનું છે? TDO: એમને કહ્યું હતું કે જે જે સભ્ય હોય તે તો હાજર રહેવા જોઈએ ને. પરિત: પણ એવું નથી, પ્રમુખ તો હું છું ને? તમે કહો છો કે હરેશભાઈને પૂછીને, એટલે તેને પૂછીને બધું કરવાનું છે તમારે સાહેબ? TDO: ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ બંનેનો મને ફોન આવ્યો હતો. પરિત: તમને બંનેનો ફોન આવ્યો, પરંતુ હું માનું છું એજન્ડા મેં કઢાવ્યા, તો પ્રમુખ કહે કે ધારાસભ્ય કહે તે પ્રમાણે ચાલવાનું હોય કે હું તાલુકા પંચાયતનો પ્રમુખ કહું તે પ્રમાણે? TDO: હા વાત સાચી પરંતુ તે પણ બંને સભ્યો છે ને... (TDO એ ફોન કટ કરી નાંખ્યો) ​બીજી વાતચીત ​પરિત: સાહેબ. TDO: હા. પરિત: એજન્ડા કઢાવેલા છે તે દિવસે કઈ રીતે મીટિંગ બોલાવવાની છે કે નથી બોલાવવાની, તે હરેશભાઈને તમારે પૂછીને કરવાનું છે? જે કંઈ હોય તે મને ક્લિયર કહી દો એટલે વાત પૂરી થાય. TDO: ના હરેશભાઈને નથી પૂછવાનું પરંતુ બંને સભ્યોએ મને ફોન (કર્યો હતો). પરિત: સાંભળો સાહેબ. TDO: હું તમને લેટર કરી દઉં છું. પરિત: તમે કઈ રીતે મને લેટર કરી શકો? પ્રમુખે એજન્ડા કઢાવ્યા તો પછી લેટર કેવી રીતે કરી શકો મને? તમને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ ના પાડે માટે તમે મને લેટર કરી દો એમ? TDO: એમને ના નથી પાડી પરંતુ તે લોકો હાજર નથી રહેવાના. પરિત: તો મીટિંગ બરખાસ્ત રહેશે કારણ કે કોરમ પૂરું નથી. TDO: હા એ જ કહું, મીટિંગ બરખાસ્ત રહેશે. પરિત: તો તમે એજન્ડા કેમ બજાવ્યા નથી? (ફરી TDO કોલ કટ કરી નાખે છે) ​ત્રીજી વાતચીત ​પરિત: જી સાહેબ ફોન કેમ કટ કરી નાખો છો? જે સત્ય વાત છે તે તો તમે જાણો. TDO: તમે ઓફિસ આવીને વાત કરો, હું તમારી સાથે વાત તો કરું છું. પરિત: એવું નથી સાહેબ, દાત્રાણા કાર્યક્રમ છે ત્યાં, અને ઓફિસે આવીએ તો પણ તમે ફ્રી હોવ ના હોવ. TDO: તો તમે દાત્રાણા આવો તો હું પણ દાત્રાણા આવવાનો છું, રૂબરૂ વાત કરીએ. પરિત: અત્યારે તમે વાત કરી લો ને, તમે એજન્ડા કેમ બજાવ્યા નથી એ મારે માહિતી જોઈએ છે. TDO: હું તમને લેટર આપી દઉં છું. પરિત: કોરમ પૂરું ન થાય તો મીટિંગ તમે રદ કરી નાખજો, પરંતુ હરેશભાઈ અને અરવિંદભાઈના કહેવાથી તમે મીટિંગ રદ કરી તેવું મને તમે કીધું છે કે નહીં કીધું? TDO: ના મેં એવું નથી કહ્યું, મેં એવું કહ્યું છે કે સભ્યો હાજર નથી રહેવાના. પરિત: અરે સાહેબ સભ્યો હાજર રહેવાના કે નથી રહેવાના એ તો મીટિંગમાં જોવાનું હોય, તમે મીટિંગ રદ કેમ કરી નાખી? TDO: હું તમને લેટર આપું છું સભ્યો હાજર નથી રહેવાના. પરિત: જો લેટર તમે મને આપો છો, બોલો. TDO: આપું છું લેટર તમને. (ફરી TDO એ કોલ કટ કરી નાખ્યો) માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જયકિશન માકડિયા (પરિત) વચ્ચેની સંપૂર્ણ વાતચીત પ્રથમ વાતચીત પરિત: હેલ્લો અરવિંદ લાડાણી: ક્યાં? પરિત: મેંદરડા છું. અરવિંદ લાડાણી: વાત થાય તેમ છ? પરિત: હા બોલો બોલો. અરવિંદ લાડાણી: શું જનરલ બોર્ડ હતું આજે કંઈ? પરિત: હા. અરવિંદ લાડાણી: શું માથાકૂટ હતી? પરિત: માથાકૂટ તો હવે આયોજનમાં ઘોકે ચડ્યું છે, નોખી નોખી બધા માથાકૂટ કરે છે. દર વખતે આવું થાય છે. અરવિંદભાઈ હું તમને સત્ય વાત કરું તો દર વખતે આયોજન કરે છે, એમાં પ્રમુખના જે ભાગમાં આવતા હોય તે આપી દો પછી ન્યાય સમિતિના ચેરમેન રતાભાઇના ભાગમાં જે આવતા હોય તે આપી દો. કોઈ વધારે માગતા નથી, પરંતુ તમે પછી આ વખતે કામ બદલાવ્યું. તમે બધાએ. અરવિંદ લાડાણી: કેમ બદલાવ્યું એટલે, તમારે બે આયોજન કરવાના છે. 15મું નાણાપંચ અને 15 ટકા. પરિત: એમાં વાત જ એ છે કે, મને અત્યારે સાત-આઠ વ્યક્તિઓનો ફોન આવ્યો કે ભાઈ, અરવિંદભાઈ કે એમ જ કરવાનું છે અને અરવિંદભાઈ કોની લઈને ચાલે ચિરાગભાઈ અને વિનુભાઈ, કાલ સવારે આપણે આપણી રીતના જોઈ લેશો અને બધાએ મીટિંગ બોલાવી નક્કી કર્યું કે આયોજન ફેર કરી નાખો, આપણે નવ જણાને જરૂર છે, જેમાં જિલ્લા પંચાયતના બે સભ્યોની જરૂર છે તો તેને પણ બોલાવી લો. અરવિંદ લાડાણી: મારી વાત સાંભળ, તમારે 16 લોકોને જ કરવાનું હોય જિલ્લા પંચાયતના સભ્યને કોઈ ગ્રાન્ટ દેવાની થતી નથી. પરિત: પણ મારી વાત સાંભળો કાલે રાતે, હરેશકુમારનો ફોન આવ્યો હતો. અરવિંદ લાડાણી: હરેશ ઠુંમરને ઠેકાડીને કહી દેવાનું તારે શું છે આમાં વચમાં? પરિત: મને ફોન આવ્યો હરેશભાઈનો કે આયોજન કર્યું કે નહીં, ત્યારે મેં કહ્યું કે આયોજન નથી કર્યું માત્ર ફોર્માલિટી કરી છે. હજુ અમારે બેઠક કરવાની વાર છે, પછી એ પૂરું થયું અને બહાર ગયો મને TDOનો કોલ આવ્યો કે DDO સાહેબનો કોલ આવ્યો હતો કે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરી આયોજન બેઠકમાં હોવી જોઈએ. ત્યારે મેં કીધું કે મને ચારે કોરથી બધા દબાવે છે તો મારે શું કરવાનું, મારે રાજીનામું આપી દેવું છે આવી રીતે. અરવિંદ લાડાણી: મારી વાત સાંભળ તું 9 તારીખનો એજન્ડા કાઢી નાખ. પરિત: નય... નય... મેં 8 તારીખના એજન્ડા કાઢ્યા છે, માર્ચ પહેલા મને DDO, TDO સાહેબે કહ્યું કે આ બધું માર્ચ પહેલા પૂરું કરી નાખો 27 તારીખનો એજન્ડા. અરવિંદ લાડાણી: નાના એવું કાંઈ ફરજિયાત નથી. મારે પણ માણાવદરનું હજુ બાકી છે, 8 તારીખ રાખીએ. પરિત: 28, 29 તારીખ કરી નાખું ને? તમને પૂછ્યા વગર હું કંઈ કરીશ નહીં. અરવિંદ લાડાણી: 8 એપ્રિલના એજન્ડા કાઢી નાખ. પરિત: મેં 28, 29 તારીખના એજન્ડા કઢાવ્યા છે અને જે કંઈ થશે તે મીટિંગ પહેલા અને મીટિંગ પછી પણ તમને કોલ કરીશ. અરવિંદ લાડાણી: પણ ત્યાં મારે આવવાની ગણતરી છે. પરિત: અરે પણ તમે ન હોય તો પણ તમે મને કહી દો ને કે આપણે શું લેવાનું છે. હું કરી નાખીશ તમે કહો તેટલું જ થશે બીજું કંઈ હું નહીં કરી. અરવિંદ લાડાણી: આ લોકોની સામે ચાલે છે. તારો પ્રશ્ન નથી. તું સાઈડમાં છો, હરેશ કે તેમ બધું ન થાય અને હું પણ જિલ્લા પંચાયતનો સભ્ય છું. પરિત: મારી વાત સાંભળો... હું તેનાથી કંઈ ચાલતો પણ નથી, તેને કોઈ દિવસ એક રૂપિયાની ગ્રાન્ટ પણ આપી નથી. આપણને બધી ખબર પડે છે, DDO સાહેબ મને બોલાવીને ધમકાવે, તો હવે મારે જવું ક્યાં? હવે હું રાજી એ નામો આપીને ઘરે બેસી જાવ બીજું તો શું શું કરવું. અરવિંદ લાડાણી: તારે રાજીનામું નથી દેવું તારો અધિકાર છે, આઠ કે નવ તારીખના એજન્ડા કાઢી દે એને કહી દે કે. પરિત: (રડતા અવાજે) અરવિંદભાઈ મને આશા હતી કે હું પ્રમુખ બને તો અરવિંદભાઈ કેસે તેમ થશે બધું.. પણ બધા દબાવે છે મને તો. અરવિંદ લાડાણી: તને ન કોઈ દબાવે હું કહી દઉં છું. પરિત: બધા દબાવે છે તમે વિચાર તો કરો, આજ સુધી આયોજન થાય તેમાં પ્રમુખના વધારે પૈસા હોય. અરવિંદ લાડાણી: મારે વાત પણ થઈ ગઈ હતી અને બધાને કંઈ પણ દીધું હતું મેં, જેને કહેવાનું હતું તેને અને કહ્યું કે ભાઈ પ્રમુખના ભાગનો અલગ વહીવટ રાખવાનો છે બધી વાત થઈ ગઈ હતી અને જિલ્લા પંચાયતના સભ્યોને એક પણ રૂપિયો દેવાનો થતો નથી. પરિત: (રડતા અવાજે) તો આ TDO અને DDO મને ફોન કરે તો હવે મારે શું કરવું? અરવિંદ લાડાણી: એટલે તને DDO એ ફોન કર્યો હતો? પરિત: નહીં મને TDO સાહેબે કહ્યું હતું. અરવિંદ લાડાણી: હું આ ઘડી TDOને કહી દઉં છું. કે મીટિંગ બોલાવવાની નથી થતી તમે દાદાગીરી કેમ કરો છો પ્રમુખ પર. પરિત: આ વસ્તુ વિચારો કે મારે પૈસા 30-35 લાખ હોય તો આયોજન કરવું છે. બાકી રાજીનામું આપી જય ભગવાન કરી નાખવું છે, 35 લાખ રૂપિયા ગ્રાન્ટ જોઈશે. બાકી રાજીનામું આપી દઉં છું. કારણ કે જે તે સમયે મારી આશા અરવિંદભાઈ તમારી પાસે હતી, જ્યારે હું કોંગ્રેસમાં લડતો હતો તે દિવસે પણ તમારા ભેગો હતો અને આજે પણ તમારા ભેગો છું, પણ આજે 20 લાખ રૂપિયા માત્ર, જ્યારે ઓલો દીપો બાપ થઈને રહેતો હતો, ત્યારે વિનિયોને બધા કેમ આપતા હતા, ચિરાગ અને બધા તેને કેમ પૈસા આપતા હતા? બાપ થઈને રહેતો એટલે ને? અરવિંદ લાડાણી: એટલે તો તેને કાઢવા પડ્યા. તને બેસાડવાનું કારણ શું બીજું. પરિત: તો અત્યારે તો હવે મને દબાવવાની વાત થઈને. અરવિંદ લાડાણી: કોણ દબાવે છે તને કે મને? પરિત: દબાવવા જેવું છે ને કારણ કે પૈસા મને કોઈ આપતા નથી. અરવિંદ લાડાણી: હું તારું આયોજન તૈયાર કરીને રાખજે. પરિત: મારે 30-35 લાખ રૂપિયાની ગ્રાન્ટ હોય તો આયોજન કરવું છે. બાકી રાજીનામું આપીને ઘરે બેસી જવું છે અને સુરત ભેગા થઈ કામે ધંધે ચડી જવું છે. અરવિંદ લાડાણી: 15 અને બંનેમાંથી થઈ તારી યાદી તૈયાર રાખજે અને તેની ગાઈડ લાઈન અને અમુક વસ્તુઓ જોશે જે તારે આની પાસે બેસવું ફરજિયાત છે, ઓલા બધા ખોટા છે. પરિત: મારે તેના કોઈની બુદ્ધિ હાંકવી પણ નથી, સાંભળો અત્યારે હું તમને સત્ય સનાતન કહું છું કે વિનુભાઈ, ચિરાગભાઈ મારા દુશ્મન નથી, પરંતુ મેંદરડા આખામાં વાત થાય એવી અત્યારે હાલે છે, અરવિંદભાઈ હું તમારા ખીલાફ ક્યારેય પણ નહીં જાવ. અરવિંદ લાડાણી: હા એ તો કરવાના જ છે કારણ કે હરેશ જ બધી અવ્યવસ્થા ઊભી કરી છે. પરિત: મેંદરડા જનરલમાં વાત ચાલે છે કે વિનુભાઈ અને ચિરાગભાઈ કહે તેટલું જ અરવિંદભાઈ કરે છે, હવે આવતી ચૂંટણીએ મત લેવા આવે જોઈએ. અરવિંદ લાડાણી: એ તો ભલેને કહે તો પછીની વાત છે, એ તો એવાના મોઢે કરીને બાંધવાના થતા જ નથી. પરિત: પણ મારું તો તમે જુઓ હું તો કોંગ્રેસમાં હતો, ત્યારે પણ તમારા ભેગો હતો, મારે 30-35 લાખ રૂપિયા હોય તો આયોજન કરવું બાકી મારે રાજીનામું આપી દેવું છે તો એવું પણ મને કોઈએ કહ્યું કે તું રાજીનામું આપી દઈશ તો ઉપપ્રમુખ પાસે બધું ચાલ્યું જશે અને વિનુભાઈ આયોજન કરી લેશે તો મેં કહ્યું કે હું કંઈ કરીશ નહીં અને સહીઓ પણ નહીં કરી. આયોજન જ નથી કરવું. ભલે વર્ષ પૂરું થઈ જાય. મારે પણ કંઈક આશા તો હોય કે નહીં જેદી તમે ચૂંટણી લડતા હતા. અરવિંદ લાડાણી: હું તને જે કહું તે સાંભળ. પરિત: કયો. અરવિંદ લાડાણી: તમારે ત્યાં બધા સભ્યો અપેક્ષા વાળા છે. એટલું અમારે માણાવદરમાં નથી અને એ સંકલનમાં તને બધા ગરેડે ચડાવી દેશ. હરેશ બધે બાજુ ખેલ નાખશે અને હું આ બંનેને કહી દઉં છું કે પરિતને તમે નજરમાં રાખીને આખું આયોજન કરી લો. પરિત: એ લોકો મને 20 લાખ રૂપિયા ખાલી આપે છે. અરવિંદ લાડાણી: અરે પણ હું તેને કહી દઉં ને, એ તારે ક્યાં જોવાનું છે? પરિત: હા એ લોકો બધાને કહી દો કે તમને બધાને દસ દસ આવે અને વધે તે પરિતને આપી દો ચાલો તેવું કરી દો આ પિક્ચર પૂરું બસ. અરવિંદ લાડાણી: આને કહી દઉં છું કે 8, 9 તારીખનો એજન્ટા કાઢી દે અને તે દિવસે કંઈ દબાવવાનું નથી TDO આપણી નીચે છે. પરિત: સાંભળો 28 તારીખનું કઢાવ્યું છે તે? માર્ચ પહેલા કરવું પડે તેવી મને વાત મળી છે, એટલે 28 તારીખના એજન્ડા કઢાવ્યા છે. અરવિંદ લાડાણી: એને કહી દો હજુ ક્યાં માણાવદરનું આયોજન પણ થયું છે. પરિત: બધી વાત એવી મને મળી છે કે આખા જિલ્લાના પ્રભારી આયોજન આવે તેમાં જિલ્લાના પ્રભારી આવી આયોજન કરતા હોય, આપણે મેંદરડાનો બાકી છે. ​અરવિંદ લાડાણી: એ TDO તને રમાડે છે. પરિત: એવું હોય તો વાત કરી લઉં. અરવિંદ લાડાણી: હું આ ઘડી તેને કહી દઉં છું અને તેને કહી દઉં છું કે પરિત કે તેમ કરી દો. પરિત: અરવિંદભાઈ સાંભળો કદાચ આપણે 28 તારીખે, રાખીએ તો, તમને મારી પર ભરોસો નથી એટલે કહો છો ને? અરવિંદ લાડાણી: ના ભરોસાની કોઈ વાત નથી, પરંતુ મારે વટથી ઓલા લોકોનું રાખવું નથી અને TDO તેની દાદાગીરી કરે છે એટલા માટે તેને કીધું છે કે હું નથી ને તમે કેમ મીટિંગ નથી કરી લો છો. પરિત: અરે મેં મીટિંગ નક્કી કરી છે. અરવિંદ લાડાણી: તારી વાત નથી. મારે TDOને દબાવવાનું હાલે છે. એ શું છે તે તને ખબર નથી. પરિત: માર્ચ પેલા પૂરું કરાવી દો ચાલો. અરવિંદ લાડાણી: ના માર્ચ પહેલા નહીં મારી એપ્રિલમાં જ કરાવવું છે. એ તને કહી દઉં એ મારે જોવાનું છે. પરિત: TDO સાથે વાત કરી મને ક્યો પાછું. અરવિંદ લાડાણી: હા હું તેને કહી દઉં છું તારીખ 8, 9 નાખવાની થાય છે. એજન્ડા નવેસરથી કાઢી લો. પરિત: વાત કરી મને કહેજો શું થયું. બીજી વાતચીત ​અરવિંદ લાડાણી: શું થયું ઓલી મીટિંગ ક્યારે રાખી છે બધી? પરિત: મીટિંગ તો 9 તારીખની તમે વાત કરી તી, એટલે 9 તારીખનું રાખ્યું છે. અરવિંદ લાડાણી: 9 કે પહેલાં કંઈક ભેગું થવાની વાત હતી? પરિત: ઈ તો આજે મળ્યા હતા ને. હા, આજે મળ્યા. જનરલ બોર્ડ 9 એ રાખ્યું ને? અરવિંદ લાડાણી: નઈ, આપણે આયોજનની મીટિંગ છે ને ઈ 9 એ, ઈ તો તમે કીધું હતું ને કે 8 એ તો હું ફ્રી નઈ હોઉં એટલે 9 એ બરાબર, અને ઓલી સામાન્ય સભા છે ઈ પરમ દિવસે છે. પરિત: બરાબર. અરવિંદ લાડાણી: હા, અને બીજું બધું બેસીને ગોઠવી લેજો. મેં વિનુભાઈને ઈ વાત કરી છે. વિનુભાઈને રાખજો, બુદ્ધિ એની જ હાલશે કઈ ગ્રાન્ટની ટકાવારીમાં ફાળવણીમાં. તો ગ્રાન્ટો માટે એમાં અલગ વ્યવસ્થા કરી રાખજો ફાળવણીની. પરિત: હા-હા, ઈ તો થઈ ગઈ છે વાત. અરવિંદ લાડાણી: ઈ પૂછજે આને જ, બીજાને એટલી ખબર નઈ પડે. આની પાસે અને ચિરાગ પાસે બેય પાસે ગાઈડલાઈન પૂરેપૂરી હશે. પરિત: હા, અને કાલે પાછું ઓલું શું કહેવાય કંઈક વ્યાજના પૈસા આવ્યા છે 16 લાખ જેવું, અને કંઈક આપણે આ સ્ટેમ્પ ડ્યુટી. હા, સ્ટેમ્પ ડ્યુટી કંઈક 25 લાખ જેવું છે, એટલે વિનુભાઈ મને કહે કે તું જાણીને પછી કહેજે મને. મેં કીધું વાંધો નહીં હાલો હું જાણીને પછી કહું. અરવિંદ લાડાણી: એને પૂછજે ગાઈડલાઈન એની જ હાલશે, એની પાસે બધો અનુભવ છે સમજી ગયો? પરિત: ના ના, ઈ તો પૂછીને કહીશ. એવું કંઈ હશે તો હું તમને કહીશ. અરવિંદ લાડાણી: હા મને કહેજે. પરિત: ભલે હાલો હા. ત્રીજી વાતચીત પરિત: હેલ્લો! અરવિંદ લાડાણી: હા. પરિત: અરવિંદભાઈ, હવે જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈનો ફોન આવ્યો હતો. એ કહે કે બધાએ સાથે રહી અને આયોજન કરો. જિલ્લા પંચાયતના સભ્યો પણ હોવા જોઈએ અને બધું એ રીતે આયોજન કરો. અરવિંદ લાડાણી: જો, એ તો નિયમમાં હોય એ હોય જ. બે જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્ય, પ્રમુખ, ટીડીઓ અને પ્રાંત... આટલાની જ મીટિંગ હોય. પણ મારી ગેરહાજરીમાં હું વાંધો લઉં તો, ધારાસભા ચાલુ હોય એટલે મીટિંગ ન થઈ શકે. એટલે મેં 29 તારીખનું કહ્યું છે. મારે ખેંચ પડશે, હું સવારે 29 મીએ પહોંચી જઈશ કોડવાઈ. સમજી ગયો? પરિત: પણ મારા વતી તમે એટલું મારું સાચવી લો ને તો ખરેખર... અરવિંદ લાડાણી: જો, હું તને કહી દઉં. આયોજન હું તારું રાખીને જ કરીશ, પણ મારું ધાર્યું કરીશ, ઓલાનું (બીજાનું) ધાર્યું નહીં થવા દઉં હવે. હરેશનું ધાર્યું નહીં થવા દઉં. આખી અવ્યવસ્થા ત્યાંથી જ થાય છે. પરિત: અરે, હરેશભાઈની ક્યાં હું વાત જ કરું છું. એને જે કરવું હોય એ કરે, આપણે તો આપણું કેમ સચવાય એ જોવાનું છે ને? અરવિંદ લાડાણી: હા, પણ તને આયોજનમાં ક્યાંય વાંધો નહીં આવે. પરિત: પણ મારી વાત સાંભળો, આ લોકો બધા તમને કહું... દર વખતે 30-35 લાખ રૂપિયા આપે અને ખાલી આ વખતે 20 લાખ રૂપિયા જ આપે, તો એવું આયોજન કેમ કરવું? અરવિંદ લાડાણી: પણ એની વાત જ નથી થઈ, એ તો મારે વાત થઈ ગઈ હોય ને? 35 લાખની વ્યવસ્થા એ થઈ જશે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પરિત ઉર્ફે જયકિશન માકડિયા અને માણવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી વાત કરતા હતા. જેમાં TDO દ્વારા ગ્રાન્ટ મામલે સહી કરવાની વાત ચાલુ હતી અને TDO સહી કરતા ન હતા. ઓડિયોમાં TDO પૈસા માગતા હોય તેવી તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્યને વાત કરતા હતા. પરિત: હું એવા 10 સરપંચો લાવું કે જેની પાસેથી TDOએ રૂપિયા માગ્યા છે અને ખેડૂતોના ખેતરે જતા રસ્તામાં જ માટી નાખવાની હોય જેમાં TDO 10% રૂપિયા માંગે છે. અરવિંદ લાડાણી: જો બધા સરપંચો ભ્રષ્ટાચાર કરતા હોય તો TDO રૂપિયા માંગે અને એકપણ સરપંચ 100% કામગીરી કરે તો પૈસા ન માંગે. અમુક સરપંચો સામેથી રૂપિયા દેવા જાય છે. પરિત: ઘણા સરપંચોની ક્લિયર કામ કરેલી ફાઈલો પડી હોય અને ચેકમાં સહી કરવાની બાકી હોય છતાં પણ 10-10 દિવસ સુધી ફાઈલોમાં સહી નથી થતી. જે મામલે સરપંચો મને વારંવાર રજૂઆતો કરે છે. શા માટે ફાઈલોમાં સહી કરવામાં આવતી નથી. અરવિંદ લાડાણી: પૈસા માટે TDO ફાઈલમાં સહી ન કરતો હોય. આ મામલે મને કોઈ ફરિયાદ કરવાવાળું તો હોવું જોઇએને. (આ દરમિયાન અચાનક જ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ TDOને અપશબ્દો કહી ગાળો ભાંડી હતી.) ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભૂંડી ગાળોની બગડાટી બોલાવી ​પરિત: અરવિંદભાઈ, અત્યારે મેંદરડા તાલુકામાં ઘણું બધું સળગ્યું છે. અરવિંદ લાડાણી: હા, મને ખબર છે જે સળગ્યું છે, હવે તે ફરે તેમ નથી. અને આ TDO સામે લાંચની જે ફરિયાદ થઈ છે ને, તે પણ ખોટું થયું છે. ​પરિત: અરવિંદભાઈ, તે સમયે મેં તમને પણ કોલ કર્યો હતો. જ્યારે પ્રોસીડિંગમાં TDO સહી નહોતો કરતો ત્યારે બધા ક્યાં ગયા હતા? (આ સાંભળતા જ ધારાસભ્ય અરવિંદ લાડાણી ઉશ્કેરાઈ જઈને અભદ્ર ભાષા અને ગાળાગાળી શરૂ કરે છે) ​પરિત: મારે સાંસ્કૃતિક હોલના કામ મામલે કંઈક ઉકેલ જોઈએ છે, લોકો મને પૂછ્યા રાખે છે. અરવિંદ લાડાણી: લોકો તો પૂછ્યા રાખે, મને પણ બધા મા-બેન સામે ગાળો આપે છે, છતાં પણ અમે સહન કરીએ છીએ. ગામ તો બધું કીધે રાખે, પણ ગામ કહે તેમ બધું ન થાય. લોકોને કહી દેવાનું કે અમારી નવરાશે બધું થશે. ​અરવિંદ લાડાણી: જો કોઈ તને પૂછે કે મને પૂછે, તો હું તો ચોખ્ખું કહી દઉં કે નહીં થાય ભાઈ! જે બહુ પાછળ પડે તેને ઠેકીને કહી દેવાનું કે નહીં થાય. લોકો કહે તેમ નાચવાનું ન હોય. ​પરિત: અરવિંદભાઈ, મેંદરડામાં કોઈ સારા SO (સેક્શન ઓફિસર) ને મોકલો ને, તો તાલુકાના વિકાસના કામો આગળ વધે. અરવિંદ લાડાણી: ના, હવે વિકાસ ન થાય. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મેંદરડાનો વિકાસ હવે શક્ય જ નથી કારણ કે ત્યાં કોઈ આવવા જ તૈયાર નથી. પરિત: અને ઓલા મગરા નામના કર્મચારીનું શું થયું? અરવિંદ લાડાણી: મગરાની બદલી રોકાવવા માટે અમે પણ બહુ પ્રયાસો કર્યા, પણ અમારું કંઈ ચાલ્યું નહીં. પરિત: ના અરવિંદભાઈ, મેંદરડામાં તો એવી વાત ચાલે છે કે તમે ખુદ ઋષિકેશ પટેલ પાસે ગયા હતા. તમે તમારા લેટરપેડ પર લખીને આપ્યું એટલે જ એ મગરાની બદલી થઈ છે. (આ વાત સાંભળતા જ ધારાસભ્ય અરવિંદ લાડાણીનો પારો છટક્યો હતો અને તેમણે ટેલિફોનિક વાતચીતમાં જ પ્રમુખ સામે બેફામ વાણી-વિલાસ અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી.)
    Click here to Read More
    Previous Article
    ઘઉં દળવા માટે ખોલ્યો કોથળો, 15 લાખના દાગીના નીકળ્યા:ખેડૂત પાસેથી અનાજ ખરીદેલું, કરિયાણાના વેપારીએ ઘરેણાં પરત કર્યા; મુસ્લિમ વેપારીએ કહ્યું- રમઝાનમાં સારું કામ થયું
    Next Article
    "Murdered By Pakistan Military": Rashid Khan, Afghan Cricketers After Deadly Air Strike Kills 400 in Kabul

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment