Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TCL સીઝન 4 સુરતમાં સંપન્ન:અમદાવાદની શાઇનિંગ સ્ટાર્સ ટીમે ટ્રોફી જીતી, લેજન્ડ્સ રનર અપ

    4 days ago

    સુરતમાં આયોજિત TCL (ટોપ ચેમ્પિયન્સ લીગ) ક્રિકેટ ટુર્નામેન્ટની ચોથી સિઝનનું સફળતાપૂર્વક સમાપન થયું છે. એલ. પી. સાવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ નોન-પ્રોફેશનલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદની "શાઈનિંગ સ્ટાર્સ" ટીમે વિજેતાનો ખિતાબ જીત્યો, જ્યારે "લેજન્ડ્સ" ટીમ રનર અપ રહી. બે દિવસ સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ઇવેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું હતું. આ સિઝનમાં ભાગ લેનાર ટીમોમાં ચક દે 1, ધ લેજન્ડ, પોલીસ ટીમ, શક્તિ ટીમ, શાઈનિંગ સ્ટાર્સ, ડોમિનેટર્સ, સ્ટેલર સ્ટ્રાઈકર્સ અને પ્રીતિ જોશી ટીમનો સમાવેશ થતો હતો. ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં "શાઈનિંગ સ્ટાર્સ" ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી હતી. "લેજન્ડ્સ" ટીમે પણ ઉત્તમ રમત દેખાડી હતી અને દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ પ્રસંગે TCLના સ્થાપક નિમિષા શાહે આ સિદ્ધિને ગૌરવભર્યો ક્ષણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે TCLને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું તેમનું સ્વપ્ન છે અને આ પ્લેટફોર્મ મહિલાઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા તથા રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આ ટુર્નામેન્ટની ખાસ વાત એ હતી કે તેમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ નોન-પ્રોફેશનલ હતા. ગૃહિણીઓ, ડોક્ટર્સ, એડવોકેટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને વિવિધ ક્ષેત્રોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો પ્રદર્શિત કર્યો હતો. આ ઇવેન્ટને સફળ બનાવવા માટે વિવિધ પાર્ટનર્સનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો, જેમાં રિલાયન્સ ડિજિટલ (ઇલેક્ટ્રોનિક્સ પાર્ટનર), રિલાયન્સ સ્માર્ટ (ગ્રોસરી પાર્ટનર), સ્વાદ (ઓથેન્ટિક ફૂડ પાર્ટનર), કુશલભાઈ જ્વેલર્સ (ગિફ્ટિંગ પાર્ટનર), લેઝરબ્લિસ (ગિફ્ટિંગ પાર્ટનર), સ્મોઇકી ચિલ (ફૂડ પાર્ટનર) અને જે.કે. માર્કેટિંગ એન્ડ ઇવેન્ટ્સ (માર્કેટિંગ પાર્ટનર)નો સમાવેશ થાય છે. TCL સુરત સિઝન 4 એ મહિલા ક્રિકેટમાં નવી ઉર્જા ભરી છે અને ભવિષ્યમાં આ પ્રકારની સ્પર્ધાઓને વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 10નાં મોત:સક્તિમાં 4 મજૂરોના મૃત્યુની પુષ્ટિ, 30-40 મજૂરો દાઝી ગયા, ઘણા ઘાયલોની હાલત ગંભીર
    Next Article
    અમરાઈવાડીમાં ડૉ. આંબેડકર જન્મજયંતિ ઉજવાઈ:800થી વધુ લોકોને ખીચડી-છાશનો મહાપ્રસાદ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment