Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TAT (માધ્યમિક)ની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર:ગુજરાતી માધ્યમમાં 3465 ઉમેદવારોને 120થી વધુ માર્ક, સંભવિત 16 ઓગસ્ટે મુખ્ય પરીક્ષા યોજાશે

    1 day ago

    રાજ્યમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT (Teacher Aptitude Test - શિક્ષક અભિરુચિ કસોટી) પ્રાથમિક પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર બેઠકનંબર અને જન્મતારીખ નાખીને રિઝલ્ટ જોઈ શકાશે. 3 મે, 2026ના રોજ યોજાયેલી આ પરીક્ષા 200 ગુણની લેખિત પરીક્ષા હતી, જેમાં રાજ્યભરના હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો. પ્રિલિમનું રિઝલ્ટ જાહેર કરાયા બાદ મુખ્ય પરીક્ષાનું સંભવિત 16 ઓગસ્ટે લેવાશે. 3465 ઉમેદવારોએ 120થી વધુ માર્ક મેળવ્યા જાહેર થયેલા પરિણામ મુજબ ગુજરાતી માધ્યમમાં કુલ 1,81,520 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાં 120થી વધુ ગુણ મેળવનારા 3,465 ઉમેદવારો નોંધાયા છે, જ્યારે 100થી વધુ ગુણ મેળવનારા 25,594 ઉમેદવારો રહ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે મોટી સંખ્યામાં ઉમેદવારોએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો કુલ 3,510 ઉમેદવારો પરીક્ષામાં સફળ રહ્યા છે. તેમાં 120થી વધુ ગુણ મેળવનારા 163 ઉમેદવારો છે, જ્યારે 100થી વધુ ગુણ મેળવનારા 850 ઉમેદવારો નોંધાયા છે. અંગ્રેજી માધ્યમમાં ઉમેદવારોની સંખ્યા ઓછી હોવા છતાં સારા ગુણ મેળવનારા ઉમેદવારોનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું છે.પરીક્ષાનાં પરિણામમાં 35% એટલે કે 200 માર્કસમાંથી 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે. રિઝલ્ટ કઈ રીતે ચેક કરશો? https://www.sebexam.org/ પર ઉમેદવારનાં બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકાશે. રિચેકિંગ માટે 7 જુલાઈથી 15 જુલાઈ સુધી અરજી કરી શકાશે પરીક્ષાની OMRની પુનઃચકાસણી કરાવવા ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, સેકટર-21, ગાંધીનગર ખાતે તા:7 જુલાઈ, 2026થી 15 જુલાઈ, 2026 સુધી કામકાજનાં દિવસોમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા દરમિયાન ઉમેદવારની રૂબરૂમાં કરી આપવામાં આવશે. સંભવિત 16 ઓગસ્ટ, 2026ના રોજ મુખ્ય પરીક્ષા લેવાશે રિચેકિંગ કરાવવા માગતા ઉમેદવારે રૂબરૂમાં પોતાની હોલ ટિકિટ સાથે લેખિત અરજી કરી રૂ.100/- અત્રે જમા કરવવાનાં રહેશે. સદર પરીક્ષા અંતર્ગતની ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની મુખ્ય પરીક્ષાનું સંભવિત આયોજન 16 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઈ થયેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે અલગથી આવેદન પત્ર કે ફી ભરવાની રહેશે નહિ. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.
    Click here to Read More
    Previous Article
    Strathclyde Business School opens applications for International Masters Scholarship 2027
    Next Article
    સરકારી મંડળીના માજી પ્રમુખ સામે હંગામી ઉચાપતની ફરિયાદ:વર્ષ 2018માં 14 અરજદારો પાસેથી રૂ.46,640 મેળવ્યા હતા, 18 મહિના સુધી રકમ સરકારી રેકર્ડ પર છુપાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment