Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી મંડળીના માજી પ્રમુખ સામે હંગામી ઉચાપતની ફરિયાદ:વર્ષ 2018માં 14 અરજદારો પાસેથી રૂ.46,640 મેળવ્યા હતા, 18 મહિના સુધી રકમ સરકારી રેકર્ડ પર છુપાવી

    एक दिन पहले

    મહેસાણા શહેરની ‘ધી નેતાજીનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ’ના માજી પ્રમુખ મહેન્દ્રકુમાર ત્રિભોવનદાસ ગોકલકરે સભાસદો પાસેથી મેળવેલા નાણાં સમયસર મંડળીના ચોપડે જમા ન કરાવી 18 માસ સુધી પોતાની પાસે રાખીને નાણાકીય વિશ્વાસઘાત અને હંગામી ઉચાપત કર્યા અંગેની સત્તાવાર ફરિયાદ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ ફરિયાદ મંડળીના સરકારી વહીવટદાર અને ઓડિટર ગ્રેડ-1 લલીતકુમાર વિઠ્ઠલભાઈ હીરાભાઈ દ્વારા નોંધાવવામાં આવી છે. શેરફાળો, પ્રવેશ ફી અને જમીન ફાળા પેટે રૂ.46,640 મેળવ્યા હતા મળતી વિગતો મુજબ, ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961 હેઠળ નોંધાયેલી આ સોસાયટીના માજી પ્રમુખ મહેન્દ્રકુમાર ગોકલકરે વર્ષ 2018માં મંડળીમાં સભાસદ બનવા ઈચ્છતા અલગ-અલગ કુલ 14 અરજદારો પાસેથી શેરફાળો, પ્રવેશ ફી અને જમીન ફાળા પેટે કુલ રૂ.46,640 રોકડા મેળવ્યા હતા અને સભીસદોને પોતાના હોદ્દાના સીલ અને સહીવાળી અસલ પાવતીઓ આપી હતી. જેમાં રમેશકુમાર ચતુરભાઈ મકવાણા નામના અરજદાર પાસેથી મેળવેલા રૂ. 3,360નો પણ સમાવેશ થાય છે. 18 મહિના સુધી આ રકમ સરકારી રેકર્ડ પર છુપાવી આ નાણાં 23 માર્ચ 2018ના રોજ ઉઘરાવવામાં આવ્યા હોવા છતાં, માજી પ્રમુખે તેને મંડળીના રોજમેળે તાત્કાલિક જમા લીધા નહોતા. અંદાજે 18 મહિના સુધી આ રકમ સરકારી રેકર્ડ પર છુપાવી રાખી પોતાની પાસે રાખી હતી અને ત્યારબાદ સપ્ટેમ્બર 2019માં અલગ-અલગ તારીખોએ મંડળીના ખાતામાં જમા બતાવી હતી. આ ઉપરાંત, મંડળીના દફ્તરે રહેલી પાવતીઓની સ્થળપ્રતમાં તારીખોમાં છેકછાક પણ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સોસાયટીના રેકર્ડની વિગતવાર તપાસ કરી અહેવાલ સોંપ્યો આ સમગ્ર મામલે સભાસદ રમેશકુમાર મકવાણાએ પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં અરજી કરતા ઓડિટર પી.કે. રાજપૂત દ્વારા ઓડિટ દરમિયાન આ ગંભીર ખામી પકડી પાડી કલમ-86 હેઠળ ઊંડી તપાસની ભલામણ કરાઈ હતી. ત્યારબાદ સહકારી વિભાગના હુકમથી નિમાયેલા ચોકસી અધિકારી જયેશકુમાર બબલરામ પંડ્યાએ સોસાયટીના રેકર્ડની વિગતવાર તપાસ કરી અહેવાલ સોંપ્યો હતો. જેમાં સ્પષ્ટ થયું હતું કે માજી પ્રમુખે નાણાંની હંગામી ઉચાપત કરવા ઉપરાંત સભાસદોની સાચી યાદી ઓડિટમાં રજૂ ન કરીને તેમજ કાયદાની કલમ-27, 28 અને 7 નો ભંગ કરીને ગુનો આચર્યો છે. માજી પ્રમુખ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ આ ચોકસી અહેવાલ અને ગાંધીનગર મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કૃષિ અને સહકાર વિભાગના ઠરાવ અન્વયે ફોજદારી પગલાં લેવાના આદેશના પગલે આખરે વહીવટદારે માજી પ્રમુખ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે. સહકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અપીલ સત્તાધિકારીઓ સમક્ષ ચાલેલી લાંબી કાનૂની પ્રક્રિયા અને રિવિઝન અરજીઓના નિકાલ બાદ આ એફ.આઈ.આર. મોડી નોંધાઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આ મામલે ઓડિટર અને ચોકસી અધિકારીને સાક્ષી ગણી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    TAT (માધ્યમિક)ની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર:ગુજરાતી માધ્યમમાં 3465 ઉમેદવારોને 120થી વધુ માર્ક, સંભવિત 16 ઓગસ્ટે મુખ્ય પરીક્ષા યોજાશે
    Next Article
    નવસારીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ:લુન્સીકુઈ વિસ્તાર જળમગ્ન, વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment