Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TATની પ્રિલિમ્સ પરીક્ષા:રાજકોટમાં 33 હજાર ઉમેદવારે આપી TATની પ્રિલિમ્સ પરીક્ષા

    1 week ago

    રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવાનું સપનું સેવતા યુવાનો માટે આજે મહત્ત્વનો દિવસ રહ્યો હતો. વર્ષ 2023 બાદ છેક 2026માં એટલે કે ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ આજે TAT-1 (શિક્ષક અભિરુચિ કસોટી)ની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના 165 જેટલા કેન્દ્ર પરથી કુલ 33,303 ઉમેદવારે શિક્ષક બનવાની આ દોડમાં ભાગ લીધો હતો. બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં ઉમેદવારોએ એક કલાક પૂર્વે જ કેન્દ્ર પર પહોંચી રિપોર્ટિંગ પૂર્ણ કર્યું હતું. આ પ્રિલિમ્સ પરીક્ષા કુલ 200 ગુણની રહી હતી, જેમાં 100 માર્ક્સનું જનરલ સ્ટડીઝ અને 100 માર્ક્સ જે-તે વિષયના પેપરનું આયોજન કરાયું હતું. તમામ પ્રશ્નો MCQ પ્રકારના હતા, પરંતુ ઉમેદવારો માટે સૌથી મોટો પડકાર 0.25ની માઈનસ સિસ્ટમ હતી. એટલે કે, જો 4 પ્રશ્નના જવાબ ખોટા પડે તો સાચા જવાબમાંથી એક ગુણ કપાઈ જશે. આ નેગેટિવ માર્કિંગને કારણે ઉમેદવારોએ ખૂબ જ વિચારીને જવાબો ટીક કર્યા હતા. પ્રિલિમ્સ પરીક્ષા માત્ર એક ક્વોલિફાઈંગ રાઉન્ડ છે. જે ઉમેદવારો આમાં પાસ થશે તેમને જ વર્ણનાત્મક પ્રકારની મેન્સ પરીક્ષા આપવા મળશે. ગત વર્ષના આંકડા મુજબ, જે ઉમેદવારોના 100 માંથી 70થી વધુ માર્ક્સ આવ્યા હતા તેઓને મેન્સ માટે પાત્ર ગણવામાં આવ્યા હતા. 165 કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત સાથે કસોટી લેવાઈ રાજકોટ શહેરની કસ્તુરબા વિદ્યાલયમાં યોજાયેલી શિક્ષક અભિરુચિ કસોટી (TAT) દરમિયાન ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન અમરેલીના શેડુભાર ગામના મહિલા ઉમેદવાર વંદનાબેન વિજયભાઈ લશ્કરી મોબાઈલ સાથે ઝડપાયા હતા. બ્લોક નંબર 6માં સુપરવાઈઝર કિશોરભાઈ ગજેરાને મેસેજનો અવાજ આવતા તપાસ હાથ ધરી હતી, જેમાં મહિલાના કુર્તાના ખિસ્સામાંથી સ્માર્ટફોન મળી આવ્યો હતો. કેન્દ્ર સંચાલક જાનકીબેન જોશીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગેરરીતિ બદલ પત્રક-3 મુજબ કાર્યવાહી કરી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે અને જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:રાજકોટના વોર્ડ-12માં મોતની કુંડીઓ, ગોકુલધામ ગેટથી ઉમિયા સર્કલ સુધી મનપાની ઘોર બેદરકારી
    Next Article
    શિક્ષણ બોર્ડનું કેલેન્ડર જાહેર:2027માં 25 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે, શાળાકીય વાર્ષિક પરીક્ષા 5 એપ્રિલથી શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment