Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું:સા. આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું, ફિન એલને ટુર્નામેન્ટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી

    1 week ago

    ન્યૂઝીલેન્ડે બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે બુધવારે રમાયેલી પહેલી સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને એક વિકેટથી હરાવ્યું. ટીમ પહેલીવાર 2021ની ફાઈનલમાં પહોંચી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કિવી ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 170 રનનો ટાર્ગેટ માત્ર 12.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ફિન એલને 33 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી. તેણે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો. ગેલે 2016માં ઇંગ્લેન્ડ સામે 47 બોલમાં સદી ફટકારી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એન્ગિડી. ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), ટિમ સેફર્ટ (વિકેટકીપર), ફિન એલન, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરીલ મિચેલ, જિમી નીશમ, કોલ મેકકોન્ચી, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડ સામે આ ભૂલો સુધારી નહીં તો ખેલ ખતમ!:ભારતે ફાઈનલમાં પહોંચવા માટે નબળાઈઓ દૂર કરવી પડશે, સૂર્યા-અભિષેકનું ફોર્મ ચિંતાનો વિષય
    Next Article
    પાકિસ્તાનના ફરહાન T20 રેન્કિંગમાં અભિષેકની નજીક પહોંચ્યો:હવે માત્ર 26 પોઇન્ટ્સનું અંતર; બોલર્સમાં વરુણ ચક્રવર્તી ટોચ પર છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment