Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડ સામે આ ભૂલો સુધારી નહીં તો ખેલ ખતમ!:ભારતે ફાઈનલમાં પહોંચવા માટે નબળાઈઓ દૂર કરવી પડશે, સૂર્યા-અભિષેકનું ફોર્મ ચિંતાનો વિષય

    6 days ago

    T20 વર્લ્ડ કપ હવે તેના આખરી પડાવમાં પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટની પહેલી સેમિફાઈનલ ગઈકાલે પૂરી થઈ, જેમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. હવે આજે બીજી સેમિફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. આ બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં સતત ત્રીજીવાર સેમિફાઈનલમાં ટકરાશે. અગાઉ, 2022 અને 2024માં પણ બન્ને ટીમ રમી હતી. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં હેરી બ્રુકની આગેવાનીમાં ઇંગ્લેન્ડે લીગ સ્ટેજમાં એટલી સારી રમત નહોતી બતાવી, પરંતુ સુપર-8 સ્ટેજમાં તેણે શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને હરાવીને જબરદસ્ત ફોર્મ પકડી લીધું છે. જ્યારે ઈન્ડિયન ટીમે જોરદાર કમબેક કરીને સેમિફાઈનલની ટિકિટ તો મેળવી લીધી, પરંતુ સાચી પરીક્ષા હજુ બાકી છે. હવે ભારતે સેમિફાઈલમાં ઇંગ્લેન્ડનો સામનો કરવાનો છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. સુપર-8માં ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે મળેલી ધમાકેદાર જીતથી ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ તો વધ્યો છે, પરંતુ કેટલીક નબળાઈઓ પણ દેખાઈ રહી છે, જેને તાત્કાલિક સુધારવી જરૂરી છે. ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે એક પણ ભૂલ ભારે પડી શકે છે. આ ખામીઓ પર તરત જ કામ કરવું પડશે, બાકી ત્રીજી વખત ટાઇટલ જીતવાનું સપનું અધૂરું રહી શકે છે. પાવરપ્લેમાં ગુમાવી રહ્યા છે વિકેટ ભારતની સૌથી મોટી ચિંતા ટૉપ ઓર્ડરની ખરાબ રમત છે. શરૂઆતની 6 ઓવરોમાં વિકેટ પડવાથી ટીમ બેકફૂટ પર જતી રહે છે. મોટા ટાર્ગેટને ચેઝ કરતી વખતે અથવા પહેલા બેટિંગમાં મજબૂત સ્કોર ઊભો કરવા માટે મક્કમ શરૂઆત જરૂરી છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો નવા બોલથી આક્રમક શરૂઆત કરે છે, તેવામાં સંયમ અને સમજદારી અત્યંત મહત્વની રહેશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં ભારતે અભિષેક શર્મા અને ઈશાન કિશનની વિકેટ પાવરપ્લેમાં જ ગુમાવી દીધી હતી. આ તો સંજુ સેમસને એક છેડો સાચવી રાખ્યો જેના કારણે ભારત મેચ જીતવામાં સફળ રહ્યું હતું. સૂર્યાની બેટિંગમાં સાતત્યતા નથી દેખાતી કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસેથી ટીમ મિડલ ઓવર્સમાં ઝડપી બેટિંગની અપેક્ષા રાખે છે, પરંતુ તે લયમાં જણાતો નથી. સાઉથ આફ્રિકા સામે તે માત્ર 18 રન બનાવી શક્યો હતો. જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સામે પણ તેણે એટલા જ રન બનાવ્યા હતા. સૂર્યાએ ઝિમ્બાબ્વે સામે ચોક્કસપણે માત્ર 13 બોલમાં 33 રન ફટકાર્યા હતા, પરંતુ તે મુકાબલામાં પણ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. હવે નોકઆઉટ મેચમાં કેપ્ટન સૂર્યાએ રન બનાવવા જ પડશે. જો સૂર્યા વહેલો આઉટ થશે, તો આપણી ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે. બુમરાહ પર અતિશય નિર્ભરતા જસપ્રીત બુમરાહ સતત ટીમનો સૌથી ભરોસાપાત્ર બોલર રહ્યો છે. પરંતુ માત્ર એક બોલરના ભરોસે ટુર્નામેન્ટ જીતી શકાતી નથી. બાકીના બોલરોએ પણ જવાબદારી લેવી પડશે. સ્પિનર વરુણ ચક્રવર્તીએ લીગ સ્ટેજમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ સુપર-8માં તેણે પુષ્કળ રન આપ્યા છે. લેફ્ટ આર્મ પેસર અર્શદીપ સિંહ પાવરપ્લેમાં તો સારી બોલિંગ કરે છે, પરંતુ ડેથ ઓવર્સમાં તે ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબેની બોલિંગમાં પણ સાતત્ય જોવા મળ્યું નથી. ઇંગ્લેન્ડ સામેની મોટી મેચમાં ભારતીય બોલર્સે પૂરેપૂરું જોર લગાવવું પડશે. સૌથી ખરાબ ફિલ્ડિંગ, ટુર્નામેન્ટમાં ઘણા કેચ છોડ્યા ઈન્ડિયન ટીમની ફિલ્ડિંગ આખી ટુર્નામેન્ટમાં ઠીકઠાક રહી છે. ભારતીય ટીમે વર્તમાન ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 13 કેચ છોડ્યા છે, જે કોઈપણ ટીમ માટે સૌથી વધુ છે. આ ટુર્નામેન્ટમાં ભારતની કેચ પકડવાની ક્ષમતા 71.7% છે, જે સુપર-8ની ટીમમાં સૌથી ખરાબ છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં ભારતીય ટીમથી ત્રણ કેચ છૂટ્યા. બે કેચ તો અભિષેક શર્માએ છોડ્યા, જ્યારે તિલક વર્માએ પણ એક તક ગુમાવી. ભારતે રન આઉટ કરવાની તક પણ ગુમાવી અને કેટલીક મિસ-ફિલ્ડિંગ પણ જોવા મળી. સેમિફાઈનલમાં આવી ભૂલો ભારે પડી શકે છે. નોકઆઉટ મેચમાં દરેક રનની કિંમત હોય છે અને એક કેચ મેચનું પાસું પલટી શકે છે. અભિષેક શર્માનું ખરાબ ફોર્મ ઓપનર અભિષેક શર્મા પાસેથી ઝડપી શરૂઆતની આશા રાખવામાં આવે છે, પરંતુ તે સાતત્ય બતાવી શક્યો નથી. અભિષેકે વર્તમાન ટુર્નામેન્ટમાં સતત ત્રણ મેચમાં ઝીરો બનાવ્યા. ત્યારબાદ સાઉથ આફ્રિકા સામેની મેચમાં તેના બેટથી 15 રન નીકળ્યા. ઝિમ્બાબ્વે સામેના મુકાબલામાં અભિષેકે 55 રન બનાવીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. પરંતુ છેલ્લી સુપર-8 મેચમાં તેનું બેટ બિલકુલ ચાલ્યું નહીં અને માત્ર 10 રન જ બનાવી શક્યો. અભિષેક જે રીતે સ્પિન બોલરો પર આક્રમણ કરવાના ચક્કરમાં પોતાની વિકેટ ફેંકી રહ્યો છે, તે ચિંતાનો વિષય છે. અભિષેકે હવે આવનારી મેચમાં બેટથી સારું પ્રદર્શન કરવું જ પડશે. જો તે પાવરપ્લેમાં લાંબી ઇનિંગ રમે છે, તો મિડલ ઓર્ડર પરથી દબાણ ઓછું થશે. સેમિફાઈનલમાં પહોંચવું એ મોટી સિદ્ધિ છે, પરંતુ ફાઈનલ સુધીની સફર હજુ બાકી છે. જો ઈન્ડિયન ટીમ આ પાંચ પાસાઓ પર સુધારો કરી લે છે, તો ઇંગ્લેન્ડ સામેનો મુકાબલો માત્ર બરાબરીનો જ નહીં, પરંતુ ભારતની તરફેણમાં એકતરફી બની જશે. હવે જોવાનું એ રહેશે કે ટીમ મેનેજમેન્ટ આ સંકેતોને કેટલી ગંભીરતાથી લે છે, કારણ કે સેમિફાઈનલમાં નાની ભૂલ પણ ભારે પડી શકે છે. -------------------- IND vs ENG સેમિફાઈનલ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ભારતની નજર સતત બીજીવાર ફાઈનલમાં પહોંચવા પર રહેશે: આજે IND-ENG સતત ત્રીજી વખત સેમિફાઈનલમાં ટકરાશે, રેકોર્ડ 1-1 થી બરાબરી પર T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ મેચ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 6:30 વાગ્યે થશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Uttarakhand Budget puts focus on Kumbh Mela, elevated corridor
    Next Article
    ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું:સા. આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું, ફિન એલને ટુર્નામેન્ટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment