Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજી T20માં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ:ભારતના 8 બેટર્સ આઉટ, તિલક વર્મા ફિફ્ટી ફટકારીને આઉટ, આયર્લેન્ડે 155 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    ભારત સામે બીજી T20માં આયર્લેન્ડે હેરી ટેક્ટરની ફિફ્ટીની મદદથી 20 ઓવરમાં 154 રન બનાવ્યા છે. ટીમે ભારતને 155 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 18 ઓવરમાં 121/8 છે. ટીમ તરફથી હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ ક્રિઝ પર છે. જય મુન્દ્રાએ સંજુ સેમસન, અભિષેક શર્માને ઝીરો અને શ્રેયસ અય્યરને 10 રને આઉટ કર્યા. ઈશાન કિશન 12, અક્ષર પટેલ 14 અને શિવમ દુબે 20 રન બનાવીને આઉટ થયા. આયરિશ ટીમ માટે ચોથી વિકેટ માટે ટેક્ટર અને બેન્જામિન કેલિટ્ઝે મહત્વપૂર્ણ ફિફ્ટીની ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી T-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા પ્રિન્સ યાદવે 3 વિકેટ ઝડપી છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આ મુકાબલો બેલફાસ્ટમાં રમાઈ રહ્યો છે. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. વૈભવ સૂર્યવંશીને સતત બીજી મેચમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી નથી, જ્યારે સૂર્યાંશ શેડગે અને પ્રિન્સ યાદવે T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, મેથ્યુ હમ્ફ્રીઝ, મેટ હોલાર્ડ, લિયામ મેકકાર્થી અને જય મુન્દ્રા.
    Click here to Read More
    Previous Article
    Ameesha recalls getting tanned for ‘Kaho Naa.. Pyaar Hai’: Here are some beach skin care tips
    Next Article
    ભારત વુમન્સ ટી-20 વર્લ્ડકપમાંથી બહાર:ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે હરાવ્યું; કેપ્ટન હરમનપ્રીતની ફિફ્ટી કામ ન આવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment