Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    T20 વર્લ્ડકપ- 6 ખેલાડીઓ ભારતને ચેમ્પિયન બનાવી શકે:હરમન સૌથી સફળ કેપ્ટન, દીપ્તિ ટૉપ ઓલરાઉન્ડર, શેફાલીનો સ્ટ્રાઈક રેટ 135ને પાર

    एक दिन पहले

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન સામે થશે. ગયા વર્ષે જ વન-ડે વર્લ્ડકપ જીતી ચૂકેલી હરમનપ્રીતની આ ટીમ T20 વર્લ્ડકપની પણ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. આ ટીમમાં અનુભવ, ફોર્મ અને યુવા જોશનું ઉત્તમ મિશ્રણ છે. હરમનપ્રીત T20 ઇન્ટરનેશનલમાં સૌથી સફળ કેપ્ટન છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની વિસ્ફોટક ઓપનિંગ જોડી છે. શેફાલી 135 પ્લસ સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરે છે. દીપ્તિ શર્મા દુનિયાની એકમાત્ર T20 ઓલરાઉન્ડર છે, જેના નામે 1000થી વધુ રન અને 150થી વધુ વિકેટ છે. મિડલ ઓર્ડરમાં જેમિમાહ છે, જે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2,700થી વધુ રન બનાવી ચૂકી છે. 23 વર્ષની ક્રાંતિ ગૌડ બોલિંગનો જીવ છે. સ્ટોરીમાં આગળ આવા જ 6 મેચ વિનર્સ વિશે જાણીશું, જે ટીમ ઈન્ડિયાને ટાઇટલ જીતાડી શકે છે… 1. મંધાના દુનિયાની બીજી ટૉપ સ્કોરર 29 વર્ષની સ્મૃતિ મંધાના ભારતની સૌથી સફળ T20 ઇન્ટરનેશનલ બેટર્સમાંની એક છે. તેના નામે 4,333 રન છે. તે મેન્સ અને વુમન્સ ક્રિકેટ બંનેમાં ભારત માટે સૌથી વધુ T20 ઇન્ટરનેશનલ રન બનાવનાર ખેલાડી છે. વુમન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં તે બીજા સ્થાને છે, જ્યારે પ્રથમ સ્થાને ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ (4720) છે. વાઇસ કેપ્ટન મંધાનાએ જૂન 2025માં ઇંગ્લેન્ડ સામે 112 રનની ઇનિંગ રમીને પોતાની પહેલી T20 ઇન્ટરનેશનલ સદી ફટકારી હતી. પાવરપ્લેમાં ઝડપી શરૂઆત આપવાની અને મોટી ઇનિંગ્સ રમવાની તેની ક્ષમતા ભારતીય ટીમની સૌથી મોટી તાકાતોમાંની એક છે. વુમન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં પણ તે 434 રન બનાવીને ભારતની ટૉપ સ્કોરર રહી હતી. 2. હરમનપ્રીત સૌથી સફળ કેપ્ટન કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે મોટી મેચનો અનુભવ છે. મિડલ ઓર્ડરમાં તેની આક્રમક બેટિંગ અને નેતૃત્વ ક્ષમતા ભારત માટે ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 37 વર્ષીય હરમનપ્રીતના નામે વુમન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 4,000થી વધુ રન છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 103 રન છે. કેપ્ટન તરીકે તેણે 3,145 રન બનાવ્યા છે, જે વુમન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છે. આ યાદીમાં બીજા સ્થાને ચમારી અટાપટ્ટુ (3,131 રન) અને ત્રીજા સ્થાને મેગ લેનિંગ (2,619 રન) છે. આ ઉપરાંત, હરમનપ્રીત વુમન્સ T20 ઇન્ટરનેશનલ ઇતિહાસની સૌથી સફળ કેપ્ટન પણ છે. તેની આગેવાની હેઠળ ભારતે 142 મેચ રમી છે, જેમાં 81 જીત મેળવી છે. આ યાદીમાં બીજા સ્થાને લેનિંગ છે, જેમની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ 76 મેચ જીતી હતી. 3. જેમિમાહ ભરોસાપાત્ર, 2,700 થી વધુ રન જેમિમાહ રોડ્રિગ્સ ભારતીય ટીમની સૌથી ભરોસાપાત્ર મિડલ ઓર્ડર બેટર્સમાંની એક છે. તેના નામે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2,700 થી વધુ રન છે અને તે આ ફોર્મેટમાં 2,500 રન બનાવનાર ભારતની ચોથી મહિલા ખેલાડી છે. જેમિમાહની સૌથી મોટી તાકાત દબાણમાં બેટિંગ કરવી અને ઝડપથી રન બનાવવાની છે. તેણે T20 ઇન્ટરનેશનલમાં 16 અર્ધશતક લગાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ 117 થી વધુ છે. તે તાજેતરના સમયમાં પણ શાનદાર ફોર્મમાં રહી છે. ઇંગ્લેન્ડ સામેની તાજેતરની T20 સિરીઝની પહેલી મેચમાં તેણે મેચ વિનિંગ ફિફ્ટી ફટકારી હતી. તેમજ, વુમન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 127 રન બનાવીને ભારતને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે પ્રદર્શન માટે તેને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરી હતી. 4. દીપ્તિ વન-ડે વર્લ્ડકપમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ રહી દીપ્તિ શર્મા સૌથી શ્રેષ્ઠ T20 ઇન્ટરનેશનલ ઓલરાઉન્ડરોમાંની એક છે. તે બેટ અને બોલ બંનેથી મેચનું પાસો પલટાવવાની ક્ષમતા ધરાવે છે. દીપ્તિ મેન્સ અને વુમન્સ ક્રિકેટ બંનેને મળીને T20 ઇન્ટરનેશનલમાં 1,000થી વધુ રન અને 150થી વધુ વિકેટ લેનારી વિશ્વની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર ઓલરાઉન્ડર છે. દીપ્તિના નામે 161 વિકેટ છે અને તે વુમન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બીજી સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે. મિડલ ઓવર્સમાં તેની કરકસરયુક્ત બોલિંગ, નિયમિત અંતરાલ પર વિકેટ લેવાની ક્ષમતા અને નીચલા ક્રમમાં ઉપયોગી રન બનાવવા ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે વુમન્સ વન-ડે વર્લ્ડ કપમાં દીપ્તિ સૌથી વધુ વિકેટ લેનારી બોલર રહી હતી અને તેને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરી હતી. આવી સ્થિતિમાં, આગામી ટુર્નામેન્ટમાં પણ તે ભારતની સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ થશે. 5. શેફાલીનો સ્ટ્રાઈક રેટ 135+ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શેફાલી વર્મા ભારતની સૌથી વિસ્ફોટક બેટર્સમાંની એક ગણાય છે. રાઇટ હેન્ડેડ આ ઓપનર 135+ સ્ટ્રાઇક રેટ સાથે ઝડપથી રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવવાની ક્ષમતા ધરાવે છે. તેના નામે 100થી વધુ T20 ઇન્ટરનેશનલ મેચમાં લગભગ 2,700 રન છે, જેમાં 16 ફિફ્ટી સામેલ છે. વુમન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2,500 રન પૂરા કરનાર ભારતની ત્રીજી બેટર છે. શેફાલીએ વુમન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત માટે સૌથી વધુ 87 રન બનાવ્યા હતા અને બે કેચ પણ લીધા હતા. તે પહેલા ભારતીય સ્ક્વોડનો ભાગ નહોતી, પરંતુ પ્રતિકા રાવલના ઇજાગ્રસ્ત થયા બાદ ટીમમાં સામેલ થઈ હતી. તેને ફાઈનલમાં પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરી હતી. 6. ક્રાંતિએ એક વર્ષમાં મજબૂત ઓળખ બનાવી 23 વર્ષની ક્રાંતિ ગૌડ લગભગ એક વર્ષ પહેલાં સુધી ભારતીય ક્રિકેટમાં એક ઉભરતી પ્રતિભા હતી, પરંતુ હવે તે ટીમની મુખ્ય ઝડપી બોલરોમાં ગણાય છે. છેલ્લા 12 મહિનામાં તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી છે. તેણે 29 આંતરરાષ્ટ્રીય મેચમાં 35 વિકેટ ઝડપી છે. જો ભારતને વર્લ્ડ કપમાં સારી શરૂઆત જોઈતી હોય તો ક્રાંતિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ તેનો પહેલો T20 વર્લ્ડ કપ છે, પરંતુ તેની પાસેથી અપેક્ષાઓ કોઈ અનુભવી ખેલાડીથી ઓછી નથી. ગ્રુપ ઑફ ડેથમાં વુમન્સ ટીમ ઈન્ડિયા વુમન્સ ટીમ ઈન્ડિયાને ગ્રુપ-Aમાં રાખવામાં આવી છે. આ વખતે તેને 'ગ્રુપ ઑફ ડેથ' કહેવામાં આવી રહ્યું છે. તેમાં ભારત સાથે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમ છે. ભારતીય ટીમ 14 જૂને પાકિસ્તાન પછી 17 જૂને નેધરલેન્ડ્સ, 21 જૂને સાઉથ આફ્રિકા, 25 જૂને બાંગ્લાદેશ અને 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે લીગ મેચ રમશે.
    Click here to Read More
    Previous Article
    ફૂટબોલ વર્લ્ડ કપમાં 96 વર્ષ જૂનો ઇતિહાસ રિપીટ:અમેરિકાએ પેરાગ્વેને હરાવ્યું; કેનેડા અને બોસ્નિયા મેચમાં વિવાદ થયો
    Next Article
    3 ભારતીયોનાં મોત પર જયશંકર ભડક્યાં:US વિદેશ મંત્રીને ફોન કરીને કહ્યું- આ હુમલો કોઈપણ પ્રકારે યોગ્ય નહોતો, કોમર્શિયલ જહાજોને ટાર્ગેટ કરવા સ્વીકાર્ય નહીં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment