Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિષેક T20માં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય બન્યો:30 બોલમાં સદી ફટકારી, રોહિતને પાછળ છોડ્યો; ભારતે અફઘાનિસ્તાનને 222 રનનો ટાર્ગેટ આપ્યો

    18 hours ago

    ભારતે ત્રીજી T20માં અફઘાનિસ્તાનને 222 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અભિષેક શર્મા સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો. તેણે 30 બોલ પર સેન્ચુરી ફટકારી દીધી. અભિષેકે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. રોહિતે 2017માં શ્રીલંકા સામે ઈન્દોરમાં 35 બોલમાં સદી ફટકારી હતી. ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટ પર 221 રન બનાવ્યા. અભિષેકે 34 બોલ પર 108 રનની ઈનિંગ રમી. સંજુ સેમસને 35 બોલ પર 50 રન બનાવ્યા. બંનેએ પહેલી વિકેટ માટે 59 બોલ પર 142 રન જોડ્યા. અફઘાનિસ્તાન માટે અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 2 વિકેટ લીધી. રાશિદ ખાનને એક વિકેટ મળી. ભારત તરફથી 4 પ્લેયર રનઆઉટ થયા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, રવિ બિશ્નોઈ અને યશ ઠાકુર અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, નૂર ઉલ રહેમાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી અને અબ્દુલ્લા અહમદઝાઈ.
    Click here to Read More
    Previous Article
    PM Modi 76th Birthday: जन्मदिन पर पीएम मोदी ने महिलाओं को भेजे 3000-3000 हजार रुपये, आपको मिला?
    Next Article
    સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો કેસ:હાઈબ્રિડ ગાંજો લેવા ચેન્નઈ ગયેલા આરોપીઓએ હોટેલમાંથી મેઈલ કર્યો, પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment