Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડકપ પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમ જીતી:વેસ્ટ ઇન્ડિઝને 26 રનથી હરાવ્યું; ભારતીની અણનમ ફિફ્ટી, શ્રેયંકાને 4 વિકેટ

    1 week ago

    ભારતીય વુમન્સ ટીમે બેટર્સ અને સ્પિનરોનાં શાનદાર પ્રદર્શનને કારણે પ્રથમ વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 26 રનથી હરાવ્યું. સોમવારે કાર્ડિફમાં રમાયેલી મેચમાં ભારતે પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 179 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 8 વિકેટ ગુમાવીને માત્ર 153 રન જ બનાવી શક્યું. ભારતીએ અણનમ 56 રન બનાવ્યા ભારતને શેફાલી વર્મા અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સારી શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 5.2 ઓવરમાં 59 રન જોડ્યા. મંધાના 23 બોલમાં 39 રન બનાવીને આઉટ થઈ, જ્યારે શેફાલીએ 13 બોલમાં 29 રનની ઝડપી ઇનિંગ રમી. આ પછી જેમિમા રોડ્રિગ્સ માત્ર 7 રન જ બનાવી શકી. જોકે, યાસ્તિકા ભાટિયા અને ભારતી ફુલમાળીએ ચોથી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સંભાળી. યાસ્તિકા 26 બોલમાં 36 રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ, જ્યારે ફુલમાળીએ 40 બોલમાં અણનમ 56 રન બનાવ્યા. ફ્લેચરે 4 વિકેટ લીધી વેસ્ટ ઇન્ડીઝ તરફથી અફી ફ્લેચર સૌથી સફળ બોલર રહી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ ઝડપી. ફ્લેચરે રિચા ઘોષ, રાધા યાદવ અને શ્રેયંકા પાટીલને પણ આઉટ કરીને ભારતીય બેટિંગ પર બ્રેક લગાવી. કરિશ્મા રામહરક અને આલિયા એલેને એક-એક વિકેટ લીધી, જ્યારે ડિયેન્ડ્રા ડોટિનને પણ એક સફળતા મળી. 63 રનની ઓપનિંગ પાર્ટનરશિપ 180 રનના ટાર્ગેટને ચેઝ કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સંભાળપૂર્વક રહી. ડિએન્ડ્રા ડોટિન અને શેમાઈન કેમ્પબેલે પ્રથમ વિકેટ માટે 63 રન જોડીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. કેમ્પબેલ 22 બોલમાં 25 રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ, જ્યારે ડોટિને 44 બોલમાં 49 રનની ઇનિંગ રમી. જોકે, આ પછી વેસ્ટ ઇન્ડીઝની સતત વિકેટો પડતી રહી. કિયાના જોસેફ (5), જહઝારા ક્લેક્સટન (6), આલિયા એલેન (13) અને કેપ્ટન ચિનેલ હેનરી (1) મોટી ઇનિંગ રમી શક્યા નહીં. જેનેલિયા ગ્લાસગોએ 18 બોલમાં 19 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શકી નહીં. ભારત માટે શ્રેયંકા પાટીલે 4 ઓવરમાં 36 રન આપીને 4 વિકેટ ઝડપી. રાધા યાદવને પણ 3 વિકેટ મળી. શેફાલી વર્મા અને શ્રી ચરણીએ પણ કરકસરભરી બોલિંગ કરી.
    Click here to Read More
    Previous Article
    Zojila tunnel hits breakthrough stage, Nitin Gadkari highlights strategic importance
    Next Article
    કંગનાની સતત છેલ્લી 5 ફિલ્મો ફ્લોપ:'ભારત ભાગ્ય વિધાતા'ની રિલીઝ 3 ફિલ્મો સાથે ક્લેશ; શું બોક્સ ઓફિસ પર ટકી શકશે?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment