Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઈનલ:વેસ્ટ ઇન્ડીઝ 2016 ફાઈનલનો ઇતિહાસ ફરી રચવા માગશે, ઓસ્ટ્રેલિયા 19માંથી 17 મેચ જીતી

    1 day ago

    વુમન્સ T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઈનલ આજે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે લંડનના ધ ઓવલ મેદાન પર રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા 6 વખત ટાઇટલ જીતી ચૂક્યું છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે 2016ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાનો એકમાત્ર ખિતાબ જીત્યો હતો. T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં બંને ટીમ ત્રણ વખત (2012, 2014 અને 2018) આમને-સામને આવી છે અને દર વખતે ઓસ્ટ્રેલિયાએ જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયાએ અજેય રહીને સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું ઓસ્ટ્રેલિયન ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. તેઓએ સાઉથ આફ્રિકાને 65 રનથી, બાંગ્લાદેશને 9 વિકેટે, નેધરલેન્ડ્સને 98 રનથી અને પાકિસ્તાનને 113 રનથી હરાવ્યું. આ પછી ગ્રુપ સ્ટેજની છેલ્લા મેચમાં ભારતને હરાવીને ટીમે સેમિફાઈનલની ટિકિટ મેળવી. વેસ્ટ ઇન્ડીઝ ઉતાર-ચઢાવ બાદ સેમિફાઈનલમાં પહોંચી વેસ્ટ ઇન્ડીઝ માટે ગ્રુપ સ્ટેજનો પ્રવાસ સરળ નહોતો. ટીમે ન્યૂઝીલેન્ડ સામે નજીકની જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ સ્કોટલેન્ડે તેમને સખત ટક્કર આપી હતી. શ્રીલંકા સામેની સરળ જીત બાદ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની હારને કારણે કેરેબિયન ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર હતી. જોકે, ઈંગ્લેન્ડની ન્યૂઝીલેન્ડ સામેની જીતે વેસ્ટ ઇન્ડીઝને લાઈફલાઈન આપી અને તેઓ સેમિફાઈનલમાં પહોંચી ગયા. ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે 89% મેચો જીતી બંને ટીમ વચ્ચે T20 ઇન્ટરનેશનલનો રેકોર્ડ સંપૂર્ણપણે એકતરફી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 19 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 17 વખત જીત નોંધાવી છે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝને માત્ર 2 મેચમાં જીત મળી છે. જ્યારે T20 વર્લ્ડ કપની 6 મેચમાં વેસ્ટ ઇન્ડીઝ માત્ર 1 મેચ જીતી શકી છે. જોકે, વેસ્ટ ઇન્ડીઝની તે એકમાત્ર જીત 2016ના વર્લ્ડ કપ ફાઈનલમાં આવી હતી, જ્યાં તેમણે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતપં. તે વિજેતા ટીમના 11 ખેલાડીઓમાંથી 5 ખેલાડીઓ આજે પણ ટીમનો ભાગ છે. પેરી અને સોફી મોલિન્યુક્સ ફોર્મમાં એલિસ પેરી આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને વિકેટ પણ લઈ રહી છે. ભારત સામે 171 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે પેરીએ 38 બોલમાં 56 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. પેરી અત્યાર સુધી 6 વખત વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ રહી ચૂકી છે. જ્યારે, બોલિંગમાં કેપ્ટન સોફી મોલિન્યુક્સે 5 મેચમાં 8 વિકેટ લીધી છે. કેમ્પબેલ અને મેથ્યુઝ પાસેથી અપેક્ષાઓ વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ નોકઆઉટ મુકાબલામાં ઉલટફેર કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમની બેટર શેમાઇન કેમ્પબેલે 5 મેચમાં 126.22ના સ્ટ્રાઇક રેટથી 154 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 90 રન છે. બોલિંગમાં કેપ્ટન હેલી મેથ્યુઝ સૌથી સફળ રહી છે, જેણે 5 મેચમાં 9 વિકેટ લીધી છે. વેસ્ટ ઇન્ડીઝે ઓસ્ટ્રેલિયા સામે જે બે મેચ જીતી છે, તે બંનેમાં હેલી મેથ્યુઝ પ્લેયર ઑફ ધ મેચ રહી છે. ટૉસ જીતનારી ટીમ બોલિંગ પસંદ કરી શકે છે લંડનના ધ ઓવલ મેદાન પર આ વર્લ્ડ કપની અત્યાર સુધી માત્ર એક જ મેચ રમાઈ છે, જેમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડના 164 રનના ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ મેદાનનો ઇતિહાસ ચેઝિંગના પક્ષમાં રહ્યો છે, તેથી ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. મેચના દિવસે લંડનનું તાપમાન 25 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની અપેક્ષા છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા (AUS): બેથ મૂની (વિકેટકીપર), જ્યોર્જિયા વોલ, ફીબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહેમ, એનાબેલ સધરલેન્ડ, નિકોલા કેરી, સોફી મોલિન્યુ (કેપ્ટન), લ્યુસી હેમિલ્ટન, કિમ ગાર્થ. વેસ્ટ ઇન્ડીઝ (WI): હેલી મેથ્યુઝ (કેપ્ટન), ડેન્ડ્રા ડોટિન, શેમાઇન કેમ્પબેલ (વિકેટકીપર), સ્ટેફની ટેલર, જહઝારા ક્લેક્સટન, ચિનેલ હેનરી, જેનિલીયા ગ્લાસગો, આલિયા અલીન, અફી ફ્લેચર, કરિશ્મા રામહરાક, અશ્મિની મુનિસર.
    Click here to Read More
    Previous Article
    JoSAA Round 2 seat allotment list released, check now
    Next Article
    ટાસ્ક આપવાના બહાને ઠગાઈ:ફ્લિપકાર્ટની પ્રોડક્ટના ટાસ્ક આપી શરૂઆતમાં નફો આપ્યો બાદમાં લાલચ આપી 2.59 લાખ પડાવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment