Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી T20 ઇન્ટરનેશનલમાં ફિફ્ટી ફટકારનાર સૌથી યંગેસ્ટ પ્લેયર:ઝિમ્બાબ્વે સામે 18 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી, ભારત જીતથી 3 રન દૂર

    1 day ago

    ઝિમ્બાબ્વેએ પહેલી T20માં ભારતને 126 રનનો ટાર્ગેટ આપ્યો છે. હરારેમાં ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 13 ઓવરમાં 123/3 છે. ટીમ તરફથી શ્રેયસ અય્યર અને તિલક વર્મા ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ 118 દિવસની ઉંમરે અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. તે T20 ઇન્ટરનેશનલમાં ફિફ્ટી ફટકારનાર સૌથી નાની વયના બેટર બની ગયો છે. તેણે 16 વર્ષ 56 દિવસની ઉંમરે અડધી સદી ફટકારનારા જીબ્રાલ્ટરના લુઇસ બ્રુસનો રેકોર્ડ તોડ્યો. ઝિમ્બાબ્વે તરફથી વેસ્લી મધેવેરેએ સૌથી વધુ 39 રનની ઇનિંગ્સ રમી. અંતમાં તદિવાનાશે મરુમાનીએ અણનમ 27 રન ઉમેરીને ટીમને 100ને પાર પહોંચાડી. ભારત તરફથી મયંક યાદવ અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી. મયંક ઇનિંગ્સના પહેલા જ બોલ પર બ્રાયન બેનેટને આઉટ કર્યો અને ત્યારબાદ ડિયોન માયર્સની વિકેટ પણ ઝડપી. શિવમ દુબે અને રવિ બિશ્નોઈને 1-1 વિકેટ મળી. વેસ્લી મધેવેરે રન આઉટ થયો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અશોક શર્મા અને મયંક યાદવ. ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, તદીવાનશે મારુમાની (વિકેટકીપર), બેન કરન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી માધવેરે, બ્રાડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચાર્ડ નગારાવા અને બ્લેસિંગ મુઝારાબાની.
    Click here to Read More
    Previous Article
    Sorry, Shaktimaan: A Gen Z’s honest reaction to Mukesh Khanna’s superhero show
    Next Article
    ગાંધી સ્મૃતિ જવા રવાના રાહુલ-પ્રિયંકા, વિપક્ષી નેતાઓ પણ સાથે:કહ્યું- જે વિદ્યાર્થીઓને ગુમાવ્યા, તેમને યાદ કરશે; 2 દિવસ પહેલા પીએમ આવાસ ઘેર્યો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment