Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત સામે T20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર:સેન્ટનરની આગેવાનીમાં 16 ખેલાડીઓ; એક વર્ષ બાદ મિલ્નેની વાપસી, રચિન બહાર

    7 hours ago

    ન્યૂઝીલેન્ડે ભારત સામેની 5 મેચની T20 સિરીઝ માટે 16 સભ્યોની ટીમ જાહેર કરી છે. મિચેલ સેન્ટનર ટીમની કેપ્ટનશીપ કરશે. ફાસ્ટ બોલર એડમ મિલ્નેની એક વર્ષથી વધુ સમય બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી થઈ છે. બીજી તરફ, ખભાની ઈજાને કારણે રચિન રવીન્દ્ર T20 સિરીઝમાં નહીં રમે. ન્યૂઝીલેન્ડે ટીમમાં 7 ઝડપી બોલરોને સ્થાન આપ્યું છે. આ સિરીઝ ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો એક ભાગ છે. બંને ટીમો વચ્ચેની પ્રથમ T20 મેચ 22 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાશે. 5 મેચની સિરીઝ 11 દિવસમાં 4 શહેરોમાં યોજાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 5 વનડે અને 2 ટેસ્ટ મેચ પણ રમાશે. T20 વર્લ્ડ કપની રનર-અપ ટીમના 13 ખેલાડીઓ જાળવી રાખ્યા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં ભારત સામે T-20 વર્લ્ડ કપની ફાઇનલ હારીને રનર-અપ રહેલી ટીમના 13 ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે. ઈજાના કારણે વર્લ્ડ કપ રમી ન શકેલા માઈકલ બ્રેસવેલ અને એડમ મિલ્નેની વાપસી થઈ છે. એક વર્ષ બાદ મિલ્નેની વાપસી 34 વર્ષના મિલ્નેએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઝિમ્બાબ્વે સામે રમી હતી. તેમના નામે 243 T20 મેચોનો અનુભવ છે, જેમાં 56 ઈન્ટરનેશનલ મુકાબલા સામેલ છે. મિલ્નેની સાથે લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાઇલ જેમિસન અને જેકબ ડફી જેવા અનુભવી ફાસ્ટ બોલરો ટીમમાં છે. જેક ફૉલ્ક્સ અને નેથન સ્મિથને પણ સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યા છે. ખભાની ઈજાના કારણે રચિન બહાર રચિન રવીન્દ્ર જમણા ખભાની ઈજાને કારણે T20 સિરીઝ રમી શકશે નહીં. ગયા અઠવાડિયે એક પ્રમોશનલ શૂટ દરમિયાન તેમનો ખભો ડિસ્લોકેટ થઈ ગયો હતો. તેમના રિહેબિલિટેશનમાં લગભગ 6 અઠવાડિયાં લાગવાની શક્યતા છે. રચિન 4 નવેમ્બરથી ઑકલૅન્ડના ઈડન પાર્કમાં શરૂ થનારી વનડે સિરીઝથી વાપસી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઝડપી બોલર બેન સીઅર્સ પણ પગની ઘૂંટીની ઈજામાંથી સાજા થઈ રહ્યા છે. તેથી તેમને ટીમમાં સ્થાન મળ્યું નથી. ફિન એલન-સીફર્ટ ફરી કરશે ઓપનિંગ ફિન એલન અને ટિમ સીફર્ટ T20 વર્લ્ડ કપ બાદ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ માટે દાવની શરૂઆત કરી શકે છે. વર્લ્ડ કપની સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે એલને 33 બોલમાં અણનમ સદી ફટકારી હતી. સીફર્ટે 33 બોલમાં 58 રન બનાવ્યા હતા. સીફર્ટે તાજેતરમાં 'ધ હન્ડ્રેડ'માં 168ના સ્ટ્રાઈક રેટથી 394 રન બનાવ્યા હતા. તેમને ટૂર્નામેન્ટના પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સિરીઝની 76 હજારથી વધુ ટિકિટો વેચાઈ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અનુસાર, ભારતના 12 મેચના પ્રવાસને લઈને ચાહકોમાં ઘણો રસ છે. પ્રથમ T20ના લગભગ એક મહિના પહેલાં જ સિરીઝની 76 હજારથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડની T20I ટીમ મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, જેક ફોલ્ક્સ, મેટ હેનરી, બેવોન જેકબ્સ, કાઇલ જેમીસન, એડમ મિલ્ને, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સીફર્ટ, નેથન સ્મિથ.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સ- ભારતીય મહિલા હોકી ટીમની સતત ત્રીજી જીત:થાઈલેન્ડને 20-1થી હરાવ્યું, દીપિકાએ 9 ગોલ કર્યા; હવે આગામી મુકાબલો જાપાન સામે
    Next Article
    'સ્ટાર એ જ છે જે પ્રકાશ ફેલાવે, અંધકાર નહીં':રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સ્ટાર્સને આરોગ્ય માટે નુકસાનકારક ઉત્પાદનોની જાહેરાત ન કરવા અપીલ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment