Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્ટાર એ જ છે જે પ્રકાશ ફેલાવે, અંધકાર નહીં':રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સ્ટાર્સને આરોગ્ય માટે નુકસાનકારક ઉત્પાદનોની જાહેરાત ન કરવા અપીલ

    8 hours ago

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ સમારોહ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઝને સ્વાસ્થ્ય માટે હાનિકારક પ્રોડક્ટ્સની જાહેરાત ન કરવાની અપીલ કરી. રાષ્ટ્રપતિ મુર્મુએ મંગળવારે ગુજરાતમાં આયોજિત 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ સમારોહ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું, 'જે ફિલ્મ કલાકારો ખૂબ લોકપ્રિય હોય છે, તેમનામાં દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને પ્રભાવિત કરવાની અપરિમિત ક્ષમતા હોય છે. જ્યારે સફળ ફિલ્મ કલાકારો શિસ્તબદ્ધ જીવનશૈલીના ફાયદા વિશે જણાવે છે, ત્યારે કરોડો બાળકો અને યુવાનો તેમનું અનુસરણ કરે છે.' તેમણે વધુમાં કહ્યું, 'હું વિનંતી કરવા માગું છું કે લોકપ્રિય કલાકારો સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોનું એન્ડોર્સમેન્ટ (જાહેરાત) ન કરે. સ્ટાર એ જ છે જે પ્રકાશ ફેલાવે, અંધકાર નહીં.' રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે ફિલ્મોની પસંદગી કરતી જ્યુરીમાં મહિલાઓની વધુ ભાગીદારીની માંગ કરી. તેમણે કહ્યું, 'હું ઈચ્છું છું કે દરેક પ્રાદેશિક જ્યુરીમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે.' તેમણે આગળ કહ્યું, 'કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓનો દૃષ્ટિકોણ સામેલ કરવાથી વ્યક્તિને દરેક પાસાથી જોવાની વિચારસરણી વિકસે છે.' વિમલ ઈલાયચી જાહેરાત મામલે એક્ટર્સને નોટિસ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને વિમલ ઈલાયચીની જાહેરાત સાથે જોડાયેલા મામલે કારણદર્શક નોટિસ જારી કરી હતી. મહારાષ્ટ્ર FDA મુજબ, આ અભિયાન વિમલ પાન મસાલાની પરોક્ષ અથવા સરોગેટ જાહેરાત હોઈ શકે છે. રાજ્યમાં વિમલ પાન મસાલા પ્રતિબંધિત છે. નોટિસમાં ત્રણેય કલાકારો પાસેથી આ અભિયાનમાં સામેલ થવા અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી. આ મામલો અદાલત સુધી પણ પહોંચી ચૂક્યો છે. દિલ્હી હાઈકોર્ટે મહારાષ્ટ્ર FDAની નોટિસને પડકારતી PB એગ્રો LLPની અરજી ફગાવી દીધી. આ નોટિસ વિમલ ઈલાયચી અભિયાન દ્વારા પાન મસાલાની કથિત સરોગેટ જાહેરાતને લઈને જારી કરવામાં આવી હતી. અક્ષયે પાન મસાલાની જાહેરાત ન કરવાનો નિર્ણય લીધો હતો અક્ષય કુમાર સાથે જોડાયેલ વિમલ પાન મસાલાની જાહેરાતનો વિવાદ વર્ષ 2022માં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. અક્ષય કુમાર, અજય દેવગન અને શાહરુખ ખાન સાથે વિમલની જાહેરાતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અક્ષયના ચાહકોએ તેની ટીકા કરી હતી. ચાહકોનું કહેવું હતું કે ફિટનેસ અને હેલ્ધી લાઇફસ્ટાઇલની વાત કરતા એક્ટરે પાન મસાલા બ્રાન્ડનો પ્રચાર ન કરવો જોઈએ. વિવાદ વધ્યા બાદ અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ચાહકોની માફી માંગી હતી. તેણે વિમલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પીછેહઠ કરવાનો નિર્ણય પણ લીધો હતો. અક્ષયે એમ પણ કહ્યું હતું કે, જાહેરાતમાંથી મળેલી એન્ડોર્સમેન્ટ ફી તે કોઈ સારા કામ માટે દાન કરશે. જોકે, ઑક્ટોબર 2023માં વિમલની બીજી એક જાહેરાત સામે આવ્યા બાદ અક્ષય ફરીથી ટ્રોલ થયો હતો. લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જ્યારે તે જાહેરાતમાંથી હટી ગયો હતો, તો પછી તેમાં કેવી રીતે જોવા મળ્યો? આ અંગે અક્ષય કુમારે સ્પષ્ટતા કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેણે આ જાહેરાતનું નવું શૂટિંગ કર્યું નહોતું. આ શૂટિંગ ઑક્ટોબર 2021માં જ થઈ ગયું હતું. કૉન્ટ્રાક્ટની અવધિને કારણે કંપની પાસે જૂની જાહેરાત પ્રસારિત કરવાનો અધિકાર હતો. અક્ષયે સ્પષ્ટ કર્યું હતું કે તે ભવિષ્યમાં આવી જાહેરાતોનું શૂટિંગ નહીં કરે.
    Click here to Read More
    Previous Article
    ભારત સામે T20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર:સેન્ટનરની આગેવાનીમાં 16 ખેલાડીઓ; એક વર્ષ બાદ મિલ્નેની વાપસી, રચિન બહાર
    Next Article
    મેઘાલયમાં UDPના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા:ભાજપના ધારાસભ્યો 2થી વધીને 10 થયા, રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી બની

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment