Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ વિશ્વનો સૌથી યંગેસ્ટ T20 કેપ્ટન બન્યો:15 વર્ષ 232 દિવસની ઉંમરે બિહારની કમાન સંભાળી; ગુજરાતના ખિલન પટેલે બેટિંગમાં ધબધબાટી બોલાવી

    1 day ago

    ભારતની ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની નવી સીઝન આજથી શરૂ થઈ ગઈ છે. શનિવારે 19 મેચ રમાઈ રહી છે. વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી યુવા કેપ્ટન બનવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. બીજી તરફ, ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે માત્ર 15 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી દીધી છે. તો ગુજરાત તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા 19 વર્ષના ખિલન પટેલે ઓડિશા સામે 29 બોલમાં 84 રન ફટકાર્યા. બિહાર-સૌરાષ્ટ્ર મેચમાં વૈભવનો રેકોર્ડ બન્યો ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં બિહાર અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ. વૈભવે 15 વર્ષ અને 232 દિવસની ઉંમરે બિહારની કેપ્ટનશીપ કરી. આ સાથે જ તે આ ફોર્મેટમાં અત્યાર સુધીના સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ ક્રોએશિયાના જેક વુકુસિકના નામે હતો. તેણે 7 ઑગસ્ટ 2025ના રોજ સાયપ્રસ સામે 17 વર્ષ અને 311 દિવસની ઉંમરે પોતાની ટીમની કેપ્ટનશીપ કરી હતી. સૌરાષ્ટ્રએ બિહારને 5 વિકેટે હરાવ્યું સૌરાષ્ટ્રએ બિહારને 5 વિકેટે હરાવ્યું. બિહારની ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 137 રન બનાવી શકી. સૂર્યવંશીએ 12 બોલમાં 18 રન બનાવ્યા. સૌરાષ્ટ્રએ 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો. સૂર્યકુમારે હૈદરાબાદ સામે ફિફ્ટી ફટકારી ભારતના ભૂતપૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે કોલકાતામાં હૈદરાબાદ સામેની મેચમાં 15 બોલમાં અડધી સદી ફટકારી. તેની અણનમ 60 રનની ઇનિંગ્સની મદદથી મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. મુંબઈએ 173 રનનો ટાર્ગેટ 13.1 ઓવરમાં ચેઝ કરી લીધો. ચંદીગઢે બરોડાને 3 વિકેટે હરાવ્યું ચંદીગઢે બરોડાને 3 વિકેટે હરાવી દીધું. પહેલી બેટિંગ કરતાં બરોડાએ 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા. કેપ્ટન કૃણાલ પંડ્યા 40 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે શિવાલિક શર્માએ 45 રનની ઇનિંગ રમી. ચંદીગઢ તરફથી ભગમેંદર લાથરે 2 વિકેટ ઝડપી. સંદીપ શર્મા, ચિરાગવીર ધિંડસા અને શિવમ ભાંબરીને 1-1 વિકેટ મળી. પુડુચેરીએ મહારાષ્ટ્રને 15 રનથી હરાવ્યું પુડુચેરીએ મહારાષ્ટ્રને 15 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પુડુચેરીએ 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા. ભાનુ આનંદ અને પરમેશ્વરન શિવરામને 46-46 રનની ઇનિંગ્સ રમી, જ્યારે પુગાઝેંડી આકાશે 14 બોલમાં 42 રન બનાવ્યા. પંજાબે હરિયાણાને 4 વિકેટે હરાવ્યું પંજાબે હરિયાણાને 4 વિકેટે હરાવ્યું. ઇન્દોરના ડેઇલી કોલેજ ગ્રાઉન્ડ પર હરિયાણાએ પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 190 રન બનાવ્યા. પંજાબે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો. ગુજરાત 21 રનથી જીત્યું ગુજરાતે એલિટ ગ્રુપ-Dની મેચમાં ઓડિશાને 21 રનથી હરાવ્યું. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ગુજરાતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 250 રન બનાવ્યા. ખિલન પટેલે 29 બોલમાં 84 અને કેપ્ટન ઉર્વિલ પટેલે 30 બોલમાં 62 રન બનાવ્યા. જવાબમાં ઓડિશાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 229 રન બનાવી શકી. ઓડિશા માટે સુભ્રાંશુ સેનાપતિએ 47 બોલમાં 89 રનની ઇનિંગ રમી, જ્યારે ગુજરાતના અર્જન નાગવાસવાલાએ 4 વિકેટ ઝડપી. ગોવાએ 7 વિકેટે જીત નોંધાવી ગ્રુપ-Dની જ એક અન્ય મેચમાં વિદર્ભે ગોવાને 7 વિકેટે હરાવ્યું. કોલકાતામાં ગોવાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવ્યા. જવાબમાં વિદર્ભે 17.3 ઓવરમાં 3 વિકેટે 150 રન બનાવીને મેચ જીતી લીધી.
    Click here to Read More
    Previous Article
    ફાઈનલમાં આર્યવીર સેહવાગ પછી કેપ્ટન લક્ષ્યની પણ ફિફ્ટી:સેહવાગ 58 રન ફટકારીને આઉટ થયો, 338 રનના ટાર્ગેટ સામે INDનો સ્કોર 149/2
    Next Article
    સોનું આ અઠવાડિયે ₹5643 ઘટીને ₹1.36 લાખ પર આવ્યું:ચાંદી ₹4868 સસ્તી થઈ, ₹1.78 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment