Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જસપ્રીત બુમરાહ T-20 ઓછી, વનડે વધુ રમશે:2027 વનડે વર્લ્ડ કપની તૈયારી પર રહેશે ફોકસ, વર્કલોડ મેનેજ કરશે બોર્ડ

    1 day ago

    ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે ટી-20 સિરીઝ ઓછી રમશે. તેઓ 2027 વર્લ્ડ કપ સુધી વધુ વનડે મેચ રમશે. ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ તેમના વર્કલોડને ધ્યાનમાં રાખીને આ રણનીતિ બનાવી રહ્યા છે. જેથી 2027 વર્લ્ડ કપ માટે તેમની તૈયારી વધુ સારી થઈ શકે. ન્યૂઝ એજન્સી PTIએ BCCIના સૂત્રોને ટાંકીને લખ્યું છે કે આગામી સમયમાં દ્વિપક્ષીય T20 સિરીઝમાં બુમરાહને ઓછી તકો આપવામાં આવી શકે છે. બુમરાહ 19 નવેમ્બર 2023 પછી વનડે નથી રમ્યો બુમરાહે 19 નવેમ્બર 2023 પછી કોઈ વનડે મેચ રમી નથી. છેલ્લી વાર તેઓ વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે ક્રિકેટ રમવા ઉતર્યા હતા. 2027 વર્લ્ડકપ સુધી ટી-20ની પ્રાથમિકતા ઓછી ઓક્ટોબર-નવેમ્બર 2027 સુધી T20 ઇન્ટરનેશનલ ટીમને ઓછી પ્રાથમિકતાવાળો ફોર્મેટ માનવામાં આવી રહ્યો છે. આ જ સમયગાળા દરમિયાન જાપાનના આઇચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવ કરી શકે છે. હવે ICCની આગામી ટુર્નામેન્ટ 2027નો વનડે વર્લ્ડકપ હશે. તે જ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાશે. 2028માં આગામી ટી-20 વર્લ્ડ કપ, ઓલિમ્પિક ગેમ્સ અને ચેમ્પિયન્સ ટ્રોફી શેડ્યૂલ છે. IPL પછી રણનીતિ તૈયાર થશે IPL પછી સિલેક્શન કમિટી, સેન્ટર ઑફ એક્સલન્સ અને ટીમ મેનેજમેન્ટ મળીને આગળની રણનીતિ નક્કી કરશે. IPLમાં બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સના પેસ અટેકની આગેવાની કરશે. 19 નવેમ્બર 2023ના રોજ ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે વર્લ્ડ કપ ફાઇનલ પછી બુમરાહે 42 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 21 ટેસ્ટ અને 21 T20 ઇન્ટરનેશનલ સામેલ છે. મોટી ટુર્નામેન્ટમાં બુમરાહની ફિટનેસ મહત્ત્વની ભારતની મોટી ટુર્નામેન્ટની ઝુંબેશમાં બુમરાહની ફિટનેસ ખૂબ જ મહત્ત્વની રહે છે. આવી સ્થિતિમાં, તેની મેચો અને ફોર્મેટને લઈને ઘણી સાવચેતી રાખવામાં આવશે. બુમરાહ પાછલા ટી-20 વર્લ્ડ કપના ટોપ વિકેટ ટેકર રહ્યા છે. તેમણે 14 વિકેટ ઝડપી. તેઓ અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે પ્લેયર ઓફ ધ ફાઇનલ પણ પસંદ કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    Meta acquires AI agent social network Moltbook
    Next Article
    આધેડને હનીટ્રેપમાં ફસાવી 1.50 કરોડની ખંડણી વસૂલી:યુવતી સાથેનો નિર્વસ્ત્ર વીડિયો ઉતાર્યો, ત્રણ મિત્રોએ બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા; અઢી વર્ષે ફરિયાદ થતા બેની ધરપકડ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment