Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બટલર T-20માં 15,000 રન બનાવનાર પહેલા બેટર બન્યા:પોલાર્ડને પાછળ છોડ્યો; ઇંગ્લેન્ડે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

    1 day ago

    ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટર જોસ બટલર T-20 ક્રિકેટમાં 15,000 રન બનાવનાર દુનિયાના પહેલા બેટર બની ગયા છે. 36 વર્ષના બટલરે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને પાછળ છોડી દીધા. પોલાર્ડના નામે 14,994 રન છે. બટલરે આ સિદ્ધિ ગુરુવાર રાત્રે શ્રીલંકા સામેની બીજી T-20 ઇન્ટરનેશનલ મેચમાં હાંસલ કરી. તેમણે આ મેચમાં 16 બોલમાં 30 રન બનાવ્યા. આ મેચ ઇંગ્લેન્ડે 6 વિકેટે જીતી હતી. ટોમ બેન્ટને ફિફ્ટી ફટકારી કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે 145 રન બનાવ્યા. ઇંગ્લેન્ડે 12.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ટોમ બેન્ટને 24 બોલમાં અણનમ 52 રન બનાવ્યા. નિસાંકે ઝડપી શરૂઆત અપાવી શ્રીલંકાએ પથુમ નિસાંકાની ઝડપી શરૂઆતના દમ પર 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 55 રન બનાવી લીધા હતા. નિસાંકાએ 21 બોલમાં 37 રન બનાવ્યા. ત્યાર બાદ શ્રીલંકાની ઇનિંગ્સ લથડાઈ ગઈ. ટીમે બાકીની 15 ઓવરમાં 90 રન ઉમેરીને 9 વિકેટ ગુમાવી દીધી અને માત્ર 145 રન સુધી જ પહોંચી શકી. ડૉસને 3 વિકેટ લીધી; પ્લેયર ઑફ ધ મેચ બન્યા ઇંગ્લેન્ડના લિયમ ડૉસને 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી. તેમણે શ્રીલંકાની ઇનિંગ્સની વચ્ચે મહત્વપૂર્ણ વિકેટ મેળવી. તેમના ઉપરાંત જૈમી ઓવરટન, આદિલ રશીદ અને જોફ્રા આર્ચરે પણ કસી બોલિંગ કરી. બેન્ટને 24 બોલમાં ફિફ્ટી ફટકારી, 47 બોલ બાકી રહેતાં ઇંગ્લેન્ડે જીત મેળવી 146 રનના લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડે આક્રમક શરૂઆત કરી. બટલરે 30 અને કેપ્ટન હેરી બ્રૂકે 23 રન બનાવ્યા. ત્યારબાદ બેન્ટને 24 બોલમાં અણનમ 52 રનની ઇનિંગ રમીને ટીમને 12.1 ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચાડી દીધી. બ્રૂકની કેપ્ટનશિપમાં 25માંથી 22 T-20 જીત્યા ગયા વર્ષે જૂનમાં હેરી બ્રૂક કેપ્ટન બન્યા ત્યારથી ઇંગ્લેન્ડનો T-20માં રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમે તેમની કેપ્ટનશિપમાં રમાયેલી 25 સંપૂર્ણ T-20 મેચોમાંથી 22માં જીત મેળવી છે. સોફિયા ગાર્ડન્સમાં પણ ઇંગ્લેન્ડનો રેકોર્ડ મજબૂત છે. અહીં ટીમે 12 T-20માં 10મી જીત નોંધાવી. -------------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… મેદાન પર પલાંઠી વાળી કર્યો 'ૐ નમઃ શિવાય'નો જાપ:તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું 'યોગિક' સેલિબ્રેશન વાઇરલ; 30 બોલમાં સદી ફટકારી રોહિત-વિરાટને પાછળ છોડ્યા ભારતે ત્રીજી T-20 મેચમાં અફઘાનિસ્તાનને 127 રનથી હરાવી દીધું. દિલ્હીમાં રમાયેલી મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ 108 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તેમણે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    Chip Rally To Sustain? Intel, SanDisk, Micron, Nvidia, SK Hynix Futures Edge Higher Day After Up To 10% Surge
    Next Article
    AMCએ ભારે વરસાદની આગાહી કરી, લોકો ઘરમાં પૂરાતા તડકો નીકળ્યો:હજુ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી, અમદાવાદમાં સિઝનનો સરેરાશ 35 ઇંચ વરસાદ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment