Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCએ ભારે વરસાદની આગાહી કરી, લોકો ઘરમાં પૂરાતા તડકો નીકળ્યો:હજુ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી, અમદાવાદમાં સિઝનનો સરેરાશ 35 ઇંચ વરસાદ

    2 days ago

    અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ-વેજલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી, પાલડી, આશ્રમરોડ, વિજય ચાર રસ્તા, લાંભા, કાલુપુર, બાકરોલ-સરખેજ અને મક્તમપુરામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ચાંદલોડિયા, મેમનગર દુધેશ્વર, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, મોટેરા, સાબરમતી, ન્યુ રાણીપ, જોધપુર, બોપલ ઘુમા, સેટેલાઈટ, નેહરુનગર, બોડકદેવ, જમાલપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા, જશોદાનગર સીટીએમ સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાયન્સ સીટી, વિરાટનગર, મણીનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, ગોમતીપુર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના વિસ્તારોમાં બેથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધુ છે. પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. સવારે ભારે વરસાદ પડતા જ નોકરી-ધંધે જનારા નાગરિકોને હાલાકી પડી રહી છે. શહેરમાં મુખ્ય 10 જંકશનનો પર પાણી ભરાયેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ રમેશે જણાવ્યું હતું કે શહેરમાં આજે એક કલાકમાં ચાર ઇંચ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડ્યો છે અને ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. પાણી ભરાવવાના પગલે તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં મુખ્ય 18 જંકશનનો પર વધુ પાણી ભરાય છે જેમાં હજી સુધી ચાર કલાક બાદ પણ 10 જગ્યાએ નિકાલ કરવાની કામગીરી બાકી છે. ‘વધુ પાણી ભરાય છે તે વિસ્તારોમાં જવું નહીં, વૃદ્ધો-બાળકોએ ઘરમાં રહેવું’ શહેરમાં 235 જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે જેમાં 150થી વધુ જગ્યાઓ પરથી પાણીનો નિકાલ થઈ ચૂક્યો છે. જ્યારે બાકીની જગ્યાઓ પર અત્યારે પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. જો વરસાદ નહીં આવે તો બપોર સુધીમાં તમામ જગ્યાઓ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જશે. બપોરે 2 વાગ્યા બાદ ભારે વરસાદની આગાહી છે જેથી તમામ નાગરિકોને અપીલ છે કે જ્યાં વધુ પાણી ભરાય છે એવા વિસ્તારોમાં લોકોએ જવું નહીં. વૃદ્ધો અને બાળકોએ ઘરમાં જ રહેવું. વધારે લેવલનું પાણી હોવાથી જલ્દી પાણીનો નિકાલ થયો નહી સાબરમતી નદીનું લેવલ ચોમાસાની સિઝનમાં 128થી 130 ફૂટ હોય છે, પરંતુ 136 ફૂટનું લેવલ હતું જેથી પાણી ઘટાડવા માટે દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. અગાઉથી 128 ફૂટ હોવું જોઈએ તેની જગ્યાએ ખૂબ વધારે લેવલનું પાણી હોવાના પગલે જલ્દી પાણીનો નિકાલ થયો ન હતો. જોકે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરવા સિંચાઈ વિભાગ અને કોર્પોરેશન દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. ‘સાબરમતી બે કાંઠે છલોછલ બતાવવા 136.50નું લેવલ કરી અમદાવાદને ડુબાડ્યું’ અમદાવાદમાં થોડા વરસાદમાં થયેલી તારાજી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ચાપલૂસી કરવામાં અધિકારીઓ ભૂતકાળમાંથી બોધપાઠ ન લઈ જેમ નર્મદા ડેમમાંથી પાણી છોડી ભરુચ અંકલેશ્વરના ગામો ડુબાડયા હતા તે જ પ્રકારે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે છલોછલ બતાવવા વાસણા બંધના તમામ દરવાજા બંધ કરી 136.50નું લેવલ કરી અમદાવાદ શહેરને ડુબાડ્યું. ‘વરસાદની આગાહી છતાં 136.50 સુધી નદી ભરી’ એક બાજુ પાણીની અછત હોવા છતાં નર્મદા કેનાલમાંથી સાબરમતી નદીમાં સાહેબની વર્ષગાંઠ માટે સ્પેશિયલ પાણી છોડી નદી ભરવામાં આવી. એક બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારે વરસાદ હોય ત્યારે નદીનું લેવલ 129 ફૂટથી વધારવું નહીં તેવું કહે છે જ્યારે ગઈકાલે સાહેબના વર્ષગાંઠ નિમિત્તે વરસાદની આગાહી હોવા છતાં 136.50 સુધી ભરવામાં આવી. ગઈકાલે વર્ષગાંઠ તો પતી ગઈ તો એ પાણી કે જેની હાલ ખેતીમાં જરૂરિયાત ન હોય અને ભારે વરસાદની આગાહી હોવા છતાં આ સંગ્રહ કરેલ પાણી નદીમાં જ છોડવાનું હતું તો ધીમે ધીમે એ પાણી રાત્રે જ ખાલી કરી શક્યા હોત પરંતુ અધિકારીઓની અણઆવડતને કારણે ગઈકાલ રાત્રે અને આજે સવારે વધુ વરસાદ પડતા અમદાવાદ શહેરને જળબંબાકાર કર્યું. અમદાવાદનો વરસાદ, 7 તસવીરમાં જુઓ દિવસભરની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    બટલર T-20માં 15,000 રન બનાવનાર પહેલા બેટર બન્યા:પોલાર્ડને પાછળ છોડ્યો; ઇંગ્લેન્ડે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું
    Next Article
    અંબાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રાધનપુરમાં મસ્જિદ પર વીજળી પડી:રાજ્યના 224 તાલુકામાં વરસાદ; આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment