Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂર્યવંશીએ સિરાજના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો:T-20માં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો, રાજસ્થાનના 2 બેટર્સ પેવેલિયન ભેગા

    22 hours ago

    ગુજરાત ટાઇટન્સે IPLમાં શનિવારે રાજસ્થાન રોયલ્સ સામે 230 રનનો ટાર્ગેટ સેટ કર્યો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 229 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાને 3 ઓવરમાં એક વિકેટે 38 રન બનાવી લીધા છે. કેપ્ટન યશસ્વી જયસ્વાલ ક્રીઝ પર છે. વૈભવ સૂર્યવંશી 16 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો. તેને મોહમ્મદ સિરાજે અરશદ ખાનના હાથે કેચ કરાવ્યો. આઉટ થતા પહેલા સૂર્યવંશીએ મોહમ્મદ સિરાજના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો. આ સાથે તેણે ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. બંને ટીમોની પ્લેઇંગ રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, તુષાર દેશપાંડે અને યશ પુંજા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વૈભવ સૂર્યવંશી, એડમ મિલ્ને, રવિ સિંહ, રવિ બિશ્નોઈ અને સુશાંત મિશ્રા. ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, સાઈ કિશોર અને કુમાર કુશાગ્ર.
    Click here to Read More
    Previous Article
    Varun Dhawan’s ‘filmy’ childhood habit: Why he cried in front of the mirror
    Next Article
    10 મેનું ટેરો રાશિફળ:વૃષભ અને વૃશ્ચિક જાતકોને વેપારમાં વૃદ્ધિના સંકેત, મીન રાશિના જાતકો ધર્મસંકટમાં મુકાશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment