Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ટ્રાફિક મેનેજમેન્ટ સર્વે માટે SVNIT સાથે MOU:8 મહિનામાં આપશે રિપોર્ટ, 650 નવા ભરતી કરાયેલા TRB જવાનમાંથી 587 ઓન ડ્યુટી

    11 hours ago

    ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અને મેન પાવર અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓ મોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર આજે સુનાવણી યોજાઇ હતી. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ટ્રાફિક મેનેજમેન્ટ અને ટ્રાફિક પોલીસની જરૂરિયાતનો સર્વે કરવા માટે સુરતની SVNIT સાથે MOU કરવામાં આવેલ છે. 587ની ફેબ્રુઆરી મહિનામાં ટ્રેનિંગ પૂર્ણ કરી શહેરમાં ડ્યુટી પર મુકાયા જેમાં અત્યારે શહેરમાં વાહનોની મૂવમેન્ટ, ભીડ અને ટ્રાફિક વાળા વિસ્તારો, આગામી 15થી 20 વર્ષની જરૂરિયાતો અને વિઝન, સેગમેન્ટ પ્રમાણે માણસોની જરૂરિયાત, AIનો ઉપયોગ વગેરે સ્કોપ વર્કનો સમાવેશ થાય છે. તેનું મેથડોલોજિકલ ફ્રેમ વર્ક કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. આ સર્વે રીપોર્ટ આવતા 08 મહિના લાગશે. વળી વર્તમાન ટ્રાફિક વ્યવસ્થાઓ માટે નવા ભરતી કરાયેલા 650 ટ્રાફિક બ્રિગેડ જવાનમાંથી 587ની ફેબ્રુઆરી મહિનામાં ટ્રેનિંગ પૂર્ણ કરી શહેરમાં ડ્યુટી ઉપર મુકાયા છે. બાકીનાની ટ્રેનિંગ પણ પૂર્ણ થઈ ગઈ છે, જેને ટુંક સમયમાં ડ્યુટી સોંપાશે. આ મુદ્દે આગામી સુનાવણી 31 જુલાઈ યોજાશે.જેમાં સર્વેનો પ્રોગ્રેસ રીપોર્ટ કોર્ટ સમક્ષ મુકાશે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કામચલાઉ ધોરણે વ્યવસ્થા કરાઈ ગત સુનવણીમાં કોર્ટને જણાવાયું હતું કે, ટ્રાફિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અમદાવાદ શહેરમાં 650 ટ્રાફિક બ્રિગેડ જવાનોની ભરતી 4 જાન્યુઆરીએ પૂર્ણ કરાઈ છે. જેઓને ગોમતીપુર પોલીસ ઓફિસે ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમાંથી 444 અપોઇન્ટ થઈ ચૂક્યા છે અને બાકીના ટ્રેનિંગમાં છે. તેઓ બોડી વોર્ન કેમેરા સાથે ટ્રાફિક જંક્શન તેમજ મહત્વના સ્થળોએ ટ્રાફિક હેન્ડલ કરશે. આ વ્યવસ્થા અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કામચલાઈ ધોરણે કરાઈ છે. ટ્રાફિક વિભાગમાં નવી 400 પોસ્ટ સેન્શન કરાઈ કોર્ટે કહ્યું હતું કે, ટ્રાફિક પોલીસમાં સંખ્યાબળ વધારવાની જરૂરી છે, આ તો કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેટલા વર્ષથી ટ્રાફિક વિભાગમાં નવી પોસ્ટ ઊભી કરાઈ નથી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક વિભાગમાં નવી 400 પોસ્ટ સેન્શન કરાઈ છે. કોર્ટે કહ્યું હતું કે ઓથોરિટીએ આગામી 05 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ. શહેરના એક એક વિસ્તારમાં ટ્રાફિકના જવાનો વધુ હોય છે , જ્યારે અમુક જગ્યાએ હોતા જ નથી. રિસર્ચ એન્ડ પ્લાનિંગ માટે AI મદદરૂપ થઈ શકે છે સરકારી વકીલે કહ્યું હતું કે શહેરની આગામી સમયની જરૂરિયાતોને પહોંચી વળવા કેટલો મેનપાવર જોઈશે તેના ગ્રાઉન્ડ ઉપરના અભ્યાસ માટે એક્સપર્ટ બીડ મંગાવવામાં આવી હતી, પરંતુ માત્ર એક જ બીડ મળી છે. ગુજરાતની ત્રણ મોટી યુનિવર્સિટી સાથે વાત થઇ છે , પરંતુ ભવિષ્યના મેન પાવર માટે રિસર્ચની એક્સપર્ટાઈઝની ફિલ્ડ ત્યાં નથી. કોર્ટે કહ્યું હતું કે રિસર્ચ એન્ડ પ્લાનિંગ માટે AI મદદરૂપ થઈ શકે છે. સરકારી વકીલે હળવી શૈલીમાં જણાવ્યું હતું કે કોર્ટમાં આવતી 10 અરજીમાંથી 1 અરજી AI થી બનેલી આવે છે. અગાઉની સુનવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને આગામી 15 વર્ષ માટે શહેરનું આયોજન કેવી હશે તે માટે એક્સપર્ટ એજન્સીઓ પાસેથી ટેન્ડર મંગાવવામા આવ્યું છે.આગામી વર્ષોમાં ટ્રાફિક કેવો હશે, રોડ અને ટ્રાન્સપોર્ટ માટે વિઝન, મેનપાવર અને ટેક્નોલોજીનો ઉપયોગનો સંગમ કરવામાં આવશે. 13 નવેમ્બર સુધી ટેન્ડર ભરવાની તારીખ રાખવામાં આવી છે. જેનો રીપોર્ટ 15 સપ્તાહમાં આપવાનો રહેશે. આ માટે ચાર સિનિયર પોલીસ ઓફિસરની કમિટી બનાવવામા આવી છે. જેના ચેરમેન IGP ટ્રાફિક છે. ગૃહ વિભાગ દ્વારા મેનપાવરને લઈને ફ્રેશ એસેસમેન્ટ કરવામાં આવશે. કોર્ટે સૂચન કર્યું હતું કે આજની અને ત્યારબાદના 5 વર્ષમાં કેટલા મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હશે તે નક્કી કરવામાં આવે. વર્તમાનમાં અમદાવાદ શહેરના મોટા ચાર રસ્તાઓ ઉપર પણ હોમગાર્ડને મૂકવામા આવે છે. કારણ કે તમારી પાસે પૂરતો ટ્રાફિક સ્ટાફ નથી. તમે કોમનવેલ્થ અને ઓલિમ્પિક યોજવાનું આયોજન કરવા જઈ રહ્યા છો તો તે મુજબ એસેસમેન્ટ કરો.
    Click here to Read More
    Previous Article
    ‘તમારે રેલો હેઠો ઉતરી ગયો છે’:કુમાર કાકા ખીજાઈ ગયા; હાર પછી કોંગ્રેસના ગ્રુપમાં મેસેજ આવ્યો - ‘ચાવડા-સોલંકીને કાઢો’
    Next Article
    પત્નીના આડા સંબંધોથી કંટાળી પતિનો આપઘાત:7 મિનિટનો વીડિયો અને બે પેજની સુસાઈડ નોટ લખી, રડતા-રડતા કહ્યું- મારા બાળકોને ગળે લગાવી રડવા માંગતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment