Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર કલેક્ટર કચેરીમાં મતદાન જાગૃતિ રંગોળી:'મારો મત, મારો અધિકાર' સંદેશ સાથે SVEEP કાર્યક્રમ અંતર્ગત પહેલ

    1 week ago

    મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મતદાન જાગૃતિ માટે એક આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 માં મતદાનની ટકાવારી વધારવા અને પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP કાર્યક્રમ અંતર્ગત આ પહેલ કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓ દ્વારા તૈયાર કરાયેલી આ રંગોળીમાં "મારો મત, મારો અધિકાર"નું પ્રેરણાદાયક સૂત્ર કંડારવામાં આવ્યું છે. આકર્ષક રંગો અને ડિઝાઇન દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને અચૂક મતદાન કરવા માટેનો સકારાત્મક સંદેશ કચેરીની મુલાકાતે આવતા અરજદારો, નાગરિકો અને અધિકારી-કર્મચારીઓને આપવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અર્પિત સાગરે આ મતદાન જાગૃતિ રંગોળીની વિશેષ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રના સ્ટાફની આ કલાત્મક અને પ્રેરણાદાયી કામગીરીની સરાહના કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, કળા અને રંગો લોકોના હૃદય અને માનસ સુધી પહોંચવાનું એક સબળ માધ્યમ છે. સરકારી કચેરીમાં આવતા નાગરિકો જ્યારે આવા સંદેશાઓ જોશે, ત્યારે તેઓ ચોક્કસપણે મતદાન પ્રત્યે વધુ જાગૃત બનશે. મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ પ્રબુદ્ધ નાગરિકો અને ખાસ કરીને યુવા મતદારોને અપીલ કરવામાં આવી છે કે, લોકશાહીના આ ઉત્સવમાં કોઈપણ જાતના પ્રલોભન કે ભય વિના, સ્વૈચ્છિક અને નૈતિક મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ અદા કરે.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટનો બોલ વાગતા પાડોશીએ સોસાયટીમાં કરી બબાલ, CCTV:રત્નકલાકાર પિતા બેટ લઈને સોસાયટીમાં હુમલો કરવા દોડ્યા, પાડોશીનું માથુ ફોડ્યું; સુરત પોલીસે ધરપકડ કરી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું
    Next Article
    બોટાદ નગરપાલિકા ચૂંટણી: કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું:તમામ વોર્ડના ઉમેદવારો અને કાર્યકરોએ બાઈક રેલી યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment