Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેન્જ રોવર SVની કિંમતમાં ₹75 લાખનો ઘટાડો:સ્પોર્ટ્સ મૉડેલ પણ ₹40 લાખ સસ્તું થયું, ભારત-યુકે ટ્રેડ ડીલની અસર; જાણો નવી કિંમત

    1 week ago

    જગુઆર લેન્ડ રોવર (JLR) ઇન્ડિયાએ બ્રિટનથી ઇમ્પોર્ટ થતી તેની સૌથી પ્રીમિયમ SUV 'રેન્જ રોવર SV'ની કિંમત 75 લાખ રૂપિયા ઘટાડી દીધી છે, જેના પછી હવે તેની એક્સ-શોરૂમ કિંમત 3.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 4.25 કરોડ રૂપિયા હતી. આ ઘટાડો ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થતા પહેલા કરવામાં આવ્યો છે. કંપનીએ રેન્જ રોવર સ્પોર્ટ SV એડિશન ટુની કિંમતમાં પણ 40 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે હવે 2.35 કરોડ રૂપિયામાં મળશે. નવી કિંમતો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે. આયાત ડ્યુટી 110% થી ઘટીને 30% થઈ જશે ભારત અને બ્રિટન વચ્ચે 24 જુલાઈ 2025ના રોજ વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ બ્રિટનથી સંપૂર્ણપણે બનીને આવતી (CBU) મોટી કારો પર આયાત ડ્યુટીને 110%થી ઘટાડીને પહેલા વર્ષમાં 30% કરી દેવામાં આવશે. 5મા વર્ષ સુધીમાં આ ડ્યુટી ઘટીને માત્ર 10% રહી જશે. આ નિયમ 3,000ccથી ઉપરના પેટ્રોલ અને 2,500ccથી ઉપરના ડીઝલ એન્જિનવાળા મોડેલો પર લાગુ પડશે. કિંમતોમાં ફેરફારની 3 મુખ્ય વાતો: ‘ડિફેન્ડર’ અને ‘ડિસ્કવરી’ના ભાવ બદલાશે નહીં કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં એસેમ્બલ (Locally Assembled) થતા મોડલ્સ જેવા કે 'રેન્જ રોવર સ્ટાન્ડર્ડ', 'સ્પોર્ટ', 'ઇવોક' અને 'વેલાર'ની કિંમતોમાં કોઈ ફેરફાર થશે નહીં. આ ઉપરાંત 'ડિફેન્ડર' અને 'ડિસ્કવરી'ની કિંમતો પણ યથાવત રહેશે, કારણ કે તેમનું ઉત્પાદન સ્લોવાકિયામાં થાય છે અને તે ભારત-યુકે ટ્રેડ ડીલના દાયરામાં આવતા નથી. જોકે, કંપની ડિફેન્ડરની લોકલ એસેમ્બલી પર વિચાર કરી રહી છે. પાવરફુલ એન્જિન: 635hpની તાકાત જનરેટ કરે છે કાર રેન્જ રોવરના આ બંને SV વેરિઅન્ટ્સમાં 4.4-લિટરનું ટ્વીન-ટર્બો V8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. ‘રેન્જ રોવર SV’માં આ એન્જિન 540hp ની પાવર આપે છે, જ્યારે ‘રેન્જ રોવર સ્પોર્ટ SV’માં તે 635hp ની પાવર અને 800Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બ્રાન્ડ્સને પણ મળશે ફાયદો બ્રિટન સાથે થયેલી આ ડીલનો ફાયદો ફક્ત JLR ને જ નહીં, પરંતુ 'બેન્ટલે', 'રોલ્સ-રોયસ', 'એસ્ટન માર્ટિન' અને 'મેકલેરન' જેવી અન્ય બ્રિટિશ લક્ઝરી બ્રાન્ડ્સને પણ મળશે. જોકે, આ માટે એક વાર્ષિક ક્વોટા (પહેલા વર્ષે 20,000 ગાડીઓ) નક્કી કરવામાં આવ્યો છે, જેને તમામ બ્રિટિશ બ્રાન્ડ્સ વચ્ચે શેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એશિયન પેરા ગેમ્સ 2026 પર નજર:ભારતીય પેરા ટેબલ ટેનિસ સ્ટાર નૂરજહાંનું મિશન યુરોપ-એશિયા શરૂ
    Next Article
    Editor's View : બંગાળમાં SIRનું બ્રહ્માસ્ત્ર ચાલ્યું:'નકલી' મતદારો ગાયબ થયા ને મમતાએ ગઢ ગુમાવ્યો; રાજીનામું નહીં આપવાનો દીદીનો ધડાકો, હવે શું થશે? સટિક એનાલિસિસ

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment