Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીની SV અને સૂરજબા કોલેજમાં વાર્ષિકોત્સવ યોજાયો:ભૂતપૂર્વ તાલીમાર્થી સંમેલન સાથે વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

    4 days ago

    કડી સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા 24મા વાર્ષિક સમારંભ અને ભૂતપૂર્વ તાલીમાર્થી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરાસુરી માતા અંબાજી ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર તેમજ અંબાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ. કૌશિકભાઈ મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ વર્ષ 2003ના ભૂતપૂર્વ તાલીમાર્થી છે. તેમણે પોતાના વક્તવ્યમાં કોલેજના સંસ્કાર, મૂલ્યો અને જીવનમાં તેમની પ્રાસંગિકતા અંગે વિચારો રજૂ કર્યા હતા. વિશેષ અતિથિ તરીકે સી.એન. આર્ટ્સ એન્ડ બી.ડી. કોમર્સ કોલેજના આચાર્ય ડો. જી.ડી. ત્રિપાઠીએ હાજરી આપી હતી. તેમણે તાલીમાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે સર્વ વિદ્યાલય કેમ્પસમાં અભ્યાસ કરવો એ ગૌરવ અને જીવન ઘડતરનો અવસર છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇનચાર્જ ડાયરેક્ટર પ્રો. ગર્ગીબેન રાજપરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તાલીમાર્થીઓને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન અભ્યાસિક અને સહઅભ્યાસિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તાલીમાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભૂતપૂર્વ તાલીમાર્થીઓને પણ તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનપત્રો અર્પણ કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન આચાર્ય ડો. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવના કો.ઓર્ડિનેટર ડૉ. તેજસ ઠક્કર, ભૂતપૂર્વ તાલીમાર્થી મંડળના કો.ઓર્ડિનેટર ડો. અલકા પંચાલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કો.ઓર્ડિનેટર ડૉ. મનિષા જાદવ દ્વારા આયોજન સુચારુ રીતે પાર પડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બેભાન કરવા વપરાતા ‘ટર્મિન’ ઇન્જેક્શનની ચોરી:સનરાઈઝ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી અજાણ્યા શખસે ફ્રીજમાંથી 24 હજારના કિંમતના 12 ઇન્જેક્શન ચોરી કરી
    Next Article
    શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા શાળામાં વાર્ષિકોત્સવ:વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment