Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરઝડપે આવતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત:ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો, ST ડ્રાઈવર ગંભીર; 14 ઈજાગ્રસ્ત; ગીર ગઢડાના બેડીયા ગામે અકસ્માત

    10 hours ago

    ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક ચાલક સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયકંર હતો કે, બન્ને વાહનોમાં ભારે નુકસાન થયું છે. ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની ત્રણ તસવીર ઝાલોદ ઉનાની બસ ઉના તરફ આવતી હતી, એ વખતે બેડીયા નજીક પેટ્રોલ પંપ પાસે ટ્રક સાથે અકસ્માત સર્જતા બે ના મોત થયા છે. જ્યારે ST બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી, તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બસમાં સવાર મુસાફરો તેમજ ટ્રકમાં સવાર મજુરોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાલ પોલીસ અને STના અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર હાજર છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઉના હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનો પર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાજ કપૂરની બીમારીના ડરથી લખાઈ હતી 'આનંદ'ની વાર્તા:ઋષિકેશ મુખર્જીએ અમિતાભ-રાજેશ ખન્નાને સેટ પર પૂરી દીધા, ધર્મેન્દ્રએ દારૂ પીને આખી રાત ફોન કર્યા
    Next Article
    Producer Vashu Bhagnani Hospitalised In UK Amid IT Searches Over Suspected Fund Irregularities

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment